________________
વાર નુકશાનમાં ઝડપાઈ જવાના જોખમમાં મુકાયેલા શાસનને તેઓશ્રીની સવેળાન જાગૃતિએજ શાસનને ગફલતનો ભોગ બનતું અટકાવી નુકશાનીમાં ઝંપલા, બચાવ્યું છે, એમ કહેવામાં અમારા અનુભવ અતિશયોકિત જણાવતા નથી. કોઈ પણ જાતની પરવા સિવાય મહિનાના મહિનાઓ પયંત તેઓએ ઉજાગર દશાએ આ પુસ્તક તૈયાર કરવાવડે બજાવેલ સર્વોત્તમ શાસન સેવાને સદાકાળ માટે હૈયામાં સ્થાપીને અમારી સંસ્થા તેઓને હાર્દિક અભિનંદન આપે છે.
આ ગ્રંથ સંપાદનના કાર્યની શરૂઆત સં. ૧૯૪૩ માં કરવામાં આવી હતી અને ગ્રંથ છપાવતી વખતે જ છ માસના ગાળામાં તે ગ્રંથ પ્રગટ કરવાની પૂર્ણ ઈચછા હતી પરંતુ કેટલાક અનિવાર્ય સંજોગોને લઈ વધુ પડતે વિલંબ થયે અને તે વિલંબમાં ખુબજ ઉપગી સાહિત્ય અમારે હાથ લાગ્યું. આ સાહિત્ય છપાયા વિના પ્રથમ ધારેલ ગ્રંથ છપાયે હેત તો બહુ ઉપયોગી નિવડત કે કેમ તેની અમને શંકા છે. ૩૦-૩૫ ફર્માના કદને ધારેલ ગ્રંથ આજે ૬૦ ફર્માથી ઉપર પહોંચી ગયા છે અને જેમાં અનેક ઉપગી વસ્તુઓ દાખલ થવા પામી છે. વાંચકોએ રાખેલ ખુબજ ધીરજનું ફળ સમાજને સુંદર આવ્યું છે તેમ અમે હિંમતભેર કહી શકીએ છીએ.
આ ગ્રંથમાં આ. વિજયરામચંદ્રસૂરિજીએ પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજના મુદ્દાઓનું કરેલ નિરસન આપવાની અમારી પૂર્ણ ભાવના હતી પરંતુ તે લખાણ ન્યાયની રીતિએ ન લેવું જોઈએ માટે આ. સાગરાનંદસૂરિજીએ લીધું ન હતું તેથી અને ત્યારપછી તે મેળવવા સિદ્ધચકેના તંત્રીશ્રીએ આ. વિજય રામચંદ્રસૂરિજીને જણાવેલ પરંતુ તે તેમની પાસેથી નહિ મળી શકવાથી અહિં અમે આપી શકતા નથી માટે વાંચકે તે દરગુજર કરશે.
આ ગ્રંથના કાર્યમાં જે કઈ ખલના કે ત્રુટિ હોય તો તે બદલ વાંચકો સમક્ષ ક્ષમા યાચીએ છીએ.
પ્રાંતે આચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજીને પ્રાર્થના સાથે વિનવીએ છીએ કે–પૂર્વાચાર્યોએ આચરેલ પ્રચલિત આચરણું ફેરવવામાં શાસ્ત્ર અને પૂર્વપુરૂષો બંનેનું બહુમાન જળવાતું નથી અને આચરણાને સ્વીકારવામાં બંનેનું બહુમાન જળવાય છે. શાસનદેવ આપને શાસનને છિન્નભિન્ન કરનાર નવા તિથિમતને છોડાવી શાસનમાં એકતા ફેલાવવની સન્મતિ આપે એજ અત્યંત પ્રાર્થના. તા ૧૫-૨-૪૫ શ્રી જૈન ધર્મ પ્રભાવક સમાજ (અમદાવાદ) તરફથી
મંત્રી શ્રી કાન્તિલાલ લક્ષ્મીચંદ.
ફતાસાપોળ-અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org