________________
કદી ન વિસરાય તેવી હાનિ પહોંચાડનારું કૃત્ય કર્યું છે. આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હાથે લખાયેલી તે ચિકીઓમાંની થોડી ચીઠ્ઠીઓ પણ સમાજની જાણ માટે આ ગ્રંથમાં અમોએ રજુ કરેલ છે.
તદુપરાંત તેઓશ્રીને અનુલક્ષીને ચાલનાર કેટલાક સાધુ મહારાજે અને શ્રાવકોએ પણ નિર્ણયની ગરબડમાં સક્રિય ભાગ લીધો હોવાનું જણાવનારા તેવા સાધુ અને શ્રાવકેએ લખેલા પકડાયેલા પત્રે પણ આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યા છે. જે દરેક વસ્તુઓ વાચકને ખુલ્લું સમજાવે તેમ છે કે-નવા વગે પૂર્વાચાર્યોએ આચરેલી પ્રચલિત આચરણાને ઉત્થાપવા માટે બની શકતાં બધાંજ કૃત્ય કરેલ છે.
પુનાના ડે. પી. એલ. વૈદ્ય શેઠ શ્રી કસ્તુરભાઈએ સ્વહસ્તે ઘડેલા મુસદ્દા અનુસાર જૈન શાસ્ત્ર અનુસારેજ નિર્ણય આપ ઘટતો હતો તે આપો નથી અને બંને આચાર્યોની સહીવાળાં લખાણ મુજબ, નિર્ણય પોતે તો છાપવાને જ ન્હોતો અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનેજ મોકલી આપ ઘટતા હતે તેને બદલે સ્વયં હજારો કોપી છપાવીને શેઠશ્રીને મોકલ્યા અગાઉ અને કને પહોંચાડી દેવા સ્વરૂપ લિખિત વિધિને ભંગ કરવાનું પગલું ભરીને પિતાની કારકીદીને કલંક્તિ કરી તે વિગેરે બીના આ ગ્રંથમાંથી વાચકને અખંડ અને આબાદ પૂરી પડે તેમ છે.
પરમ આરાધ્ય શ્રી ભગવતીજી સૂત્ર આદિ અનેક પ્રાણપ્રિય આગમો અને જૈનશાસ્ત્રોને “શાસ્ત્રાભાસ” કહેવાની અતિ અશુદ્ધવૃત્તિ પૂર્વક ચોજાયેલા તર્ક જાળના ખજાના સ્વરૂપ નિર્ણયની જેનશાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિપરીત એવી અનેક કલ્પિત બીનાઓનું વિદ્વર્ય શ્રી તુલાકૃણુઝ શર્માએ કરેગ વિગ્ય, તલસ્પર્શી નિરસનનને સારભાગ આ પુસ્તકમાં આપવામાં આળે છે જે વાંચકને સત્યવસ્તુ સહેલાઈથી સમજાવવામાં ખુબજ ઉપયોગી નિવડે તેમ છે.
લૌકિક ટિપ્પણામાંના પર્વતિથિ ક્ષયવૃદ્ધિ પ્રસંગે આરાધ્ય પર્વતિથિના નિર્ણય માટેના બંને પક્ષનાં વ્યવસ્થિત લખાણયુક્ત આ પુસ્તકરત્નને પ્રસિદ્ધ કરતાં અમારો સમાજ એટલાજ માટે પ્રફુલ્લ બને છે કે–આ એકજ ગ્રંથરત્ન, સેંકડો વર્ષો પર્યત સત્ય વસ્તુના નિર્ણય માટેના સેંકડો શાસ્ત્ર અને પુરાવાની ગરજ સારે તેમ છે.
નિર્ણયકાર શ્રી વૈદ્ય મહાશયના માનસને ખ્યાલ આપ આવશ્યક હોવાથી અનેક સ્થળે થયેલ શ્રી વૈદ્ય સંબંધીનો પત્રવ્યવહાર અને શ્રી વૈદ્યના પત્રો આ પુસ્તકમાં આપવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org