________________
બદલે તે પહેલા તો તે નિર્ણય ઘણાને પોંચી ગયો હોવાનું અને તે નિર્ણયનું લખાણ પણ ઘણાએ વાંચ્યું હોવાની ચોંકાવનારા સમાચાર મળવા લાગ્યા. સેવક, મુંબઈ સમાચાર, વંદેમાતરમ, વીરશાસન વિગેરે પત્રમાં એ નિર્ણયની અને એક તરફી સંબંધીનાં લખાણે પ્રસિદ્ધ થવા લાગ્યાં. આથી અમને તેજ વખતે મજબુત શંકા થઈ કે-નિર્ણયમાં જરૂર ગરબડ થઈ છે. અને તેને લઈને તે વખતે તા. ૧૮-૬-૪૩ વિગેરેના સંદેશ આદિ પત્રમાં અમારી આ સંસ્થાએ જનતાને ઉદ્દેશીને શંકાના સુર સાથે શાસનમાં અશાંતિ ન ર્થાય તેવી જાહેર ચેતવણી આપી હતી.
અમારી ઉત્પન્ન થએલ એ શંકાને આજે તો અમે–આ પુસ્તકમાં રજુ કરેલા અનેક સાધને દ્વારા જનતાને ચોક્કસ નિર્ણયના સ્વરૂપમાં દેખાડવા ભાગ્યશાળી બન્યા છીએ. અર્થાત્ તે વખતે તે અમને નિર્ણયમાં “ઘાલમેલ થઈ હશે, એમ હતું. જ્યારે આજે અમે ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ કે-તિથિચર્ચાને નિર્ણય લાવવામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ સ્વયં અને માણસો દ્વારા ઘાલમેલ કરી જ છે.
પૂ. આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજે તા. ૩-૭-૪૩ના રોજ એક ચેતવણું બહાર પાડી નિર્ણયથી જનતાને ચેતતા રહેવા લાલબત્તી ધરી ત્યારથી અમારા શ્રી જનધર્મ પ્રભાવક સમાજે પણ જૈનસમાજ ગફલતને ભેગ ન બને એટલા માટે સમાજને ચેતવવા અવસરે અવસરે યથાયોગ્ય પ્રયત્ન આરંભી દીધો હતો. - તા. ૩-૭-૪૩ની પૂ. આગમ દ્ધારક આચાર્યશ્રીની એ ચેતવણી નિર્ણયને અમાન્ય કરવા સ્વરૂપ હોવા છતાં આ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી તરફથી તા. ૬-૭-૪૩ ના રોજ જાહેર થયેલા નિર્ણયની કેપીઓ હજારોની સંખ્યામાં છૂટે હાથે વહેંચાઈ ? એટલું જ નહિ પણ અનેક ગામે અનેક ભંડારોમાં પણ કુનેહપૂર્વક ઘુસાડી દેવામાં આવી. આથી અમને લાગ્યું કે એ રીતે પ્રચારાયેલે એ ગરબડી નિર્ણય જનતા વાંચે તે સાથે બંને આચાર્યોએ ડો. પી. એલ. વિદ્યા પાસે રજુ કરેલ સાહિત્ય પણ જનતા વાંચે કે જેથી સારાસારને સ્વયં વિચાર કરી શકે. એ હેતુથી બંને આચાર્યોના લિખિત સાહિત્યરૂપ પુસ્તક પ્રગટ કરવાને અમે નિર્ણય કર્યો.
અમને જણાવતાં અત્યંત દુઃખ થાય છે કે- આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીએ તિથિચર્ચાને નિર્ણય પોતાની તરફ લાવવા માટે ગામ-નામ-ઠામ અને તારીખ વિનાની અનેક ચિઠ્ઠી લખીને જૈન સાધુસમાજની સર્વતોમુખી ખ્યાતિને-સર્વશ્રેષ્ઠ પ્રમાણિકતાને ભારે કલંકિત કરી છે. અને તેમણે શાસનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org