________________
વ્યક્તિઓની અનર્થદાયી પ્રવૃત્તિઓને ખુલ્લી કરીને તેવી વ્યક્તિઓની અશુભ પ્રવૃત્તિઓને પ્રતિકાર કરવાને રાખવામાં આવ્યો હતો.
એ ઉદેશને પાર પાડવા સંસ્થાએ પિતાના ત્રણ વર્ષના બાળકાળમાં અવસરે અવસરે અથાગ્ય પ્રયત્ન કર્યો છે. અને જે પ્રયત્નના ફળ તરીકે સંસ્થા પૂર્વાચાર્યોએ શાસ્ત્રાનુસારે આચરેલ અવિચ્છિન્ન પરંપરાના દોહન સ્વરૂપ આ
પર્વતિથિ નિર્ણય” નામનું અતિ મહત્વનું પુસ્તકરત્ન બે વર્ષના સતત પ્રયાસને અંતે આજે સમાજના પાવન ખાળે પીરસવા ભાગ્યવાન બને છે.
સેંકડો વર્ષથી શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે શ્રી જૈનશાસનમાં આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી તી, બેલાતી હતી અને લખાતી પણ ન્હોતી. બીજ–પાંચમ-આઠમ–અગિયારશ–ચૌદશ–પૂનમ અને અમાસ મળીને મહિનામાં અખંડ બાર પર્વ તિથિ જ બેલાતી હતી–લખાતી હતી અને ત્યાર બાદ આરામ ધવામાં આવતી હતી. લૌકિક પંચાંગમાં જ્યારે તેમાંની કેઈપણ એકવડી પર્વ તિથિને ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે પૂર્વ અને વૃદ્ધ સત્તi• ના પ્રષિ અનુસાર તે ક્ષીણ કે વૃદ્ધતિથિને “પૂર્વની અપર્વતિથિને ખસેડીને કે બેવડાવીને નિર્દેશ કરવામાં આવતો હતો અને ચૌદશ પૂનમ, ચૌદશ અમાસ આદિ જેડીયાં પર્વતિથિમાંની ઉત્તરતિથિના ક્ષયે અને વૃદ્ધિએ પૂર્વતર અપર્વતિથિ તેરશ આદિની ક્ષય અને વૃદ્ધિ કરવામાં આવતી હતી.
સં. ૧૯૯૨ થી શ્રીસંઘથી વિરૂદ્ધ જઈને આરાધનામાં પણ લૌકિક પંચાંગ પ્રમાણે જ પર્વતિથનાં ક્ષય અને વૃદ્ધિ ઉભાં રાખવાને અને માનવાને સ્વકલ્પિત મત આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ અચાનક ઉભે કર્યો એટલું જ નહિ પણ શાસનમાન્ય પ. પૂ. સૂરિસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને બહુતિધર આગોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ જેવા સંઘસ્થવિરપ્રઢપ્રતાપી અને શાસનના સર્વોત્તમ કીર્તિસ્થંભ સમા પૂ. આચાર્યદેવની પણ સલાહથી બેપરવા ૨હીને એ નવા મતને સમાજમાં વ્યાપકરૂપ આપવા માટે શાસનની અનેક હિતસ્વી સંસ્થાઓનો કબજો લઈ પૂર્વ પ્રણાલિકા અને શાસ્ત્રપાઠાને ઉલટાવવાની યથેચ્છ પ્રવૃત્તિ હાથ ધરી આ વિષમ પ્રવૃત્તિને વેગવંત બનાવવા માટે તેમણે પર્વતિથિપ્રકાશ, પર્વતિથિચર્ચા સંગ્રહ, તિથિસાહિત્ય દર્પણ, પ્રશ્નોત્તર હેતેરી, હીરપ્રશ્નોત્તરાનુવાદ વિગેરે શાસ્ત્ર અને પરંપરાવિરૂદ્ધ ચાપડીઓ પણ પ્રચારવા માંડી. આ રીતે કેવળ મતાગ્રહના કારણે ઉપજાવેલી આ પરિસ્થિતિને લાંબે વખત નિભાવી લેવામાં આવે તો શાસનને અસહ્યા ધક્કો પહોંચે, સન્માનું સ્થાન ઉમાર્ગ મેળવે અને એથી આરાધક ભદ્રિક પુણ્યાત્માઓ વિરાધક ભાવને પામે એ સહજ સમજાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org