________________
વિદ્યાર્થીની સાધના
૧૧ અવળી વાત કરતા ગયા અને હું ન જાણું તેમ રોટલો સંતાડો. તેમને ખ્યાલ નહીં કે એ રટલે જોયે છે. એટલે તે તે થેડી વારે હસતા હસતા પાછા ચાલ્યા. મેં બારણે જઈ તેમને કહ્યું કે પેલે બગલમાં રટલે સંતાડયો છે તે આપી જાઓ. તે ડઘાઈ ગયા અને રોટલે ફેંકી જતા રહ્યા. પણ મારા પર ચેકી રાખવા લાગ્યા કે આ માણસ રસોડામાંથી હક્ક કરતાં વિશેષ તે નથી ખાતે ને?
એક વખત પ્રસંગવશાત્ બપોર પછી મારો હક્કને રિટલે વીશીમાં બેસીને ખાતું હતું, એ એક ભાઈએ જોયું. તેણે પેલા ભાઈને કહ્યું: તે ભાઈ શિકાર હાથમાં આવ્યું જાણી હસતા હસતા આવ્યા અને કહ્યું, “મહારાજ, કેમ રોટલે ખાઓ છે ને? ઠીક, ઠીક,” એમ કહી ગર્વ લેવા લાગ્યા. મેં જણાવ્યું કે મારા ભથ્થાને રોટલો મળે પણ દાળ નથી મળી; એટલે શટલે એકલે ખાઉં છું.
તે ભાઈ શરમાઈ ગયે.
રસોડામાં રહેનાર અને કામ કરનાર ગળની કાંકરીની ચોરી કરે તે સાધનાની દષ્ટિએ બહુ ભયંકર છે. કિંમતની દષ્ટિએ કંઈ નથી. આવા પ્રસંગે આપણું દિલમાં મંથન થવાનું. દેવાસુર સંગ્રામ થવાને. તેની પરીક્ષા કેણ કરે? આપણે પિતે જ.
આવી નાની નાની જોખમદારી આપણે પાર પાડીશું, તે દુનિયાને મહાસાગર આપણે સહેલાઈથી પાર કરી જવાના. સમાજ આપણાથી નિર્ભય બનશે.
વળી આપણે તે ભૂલના ભંડાર છીએ. એટલે ભૂલમાં લપસી ન જઈએ, તે માટે એકબીજાની મદદ લેવી જોઈએ. ટેસ્ટોયની વાર્તાના ત્રણ સાધુની જેમ એકબીજાને વળગવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com