________________
ગીતાજયંતી
૫૫ જ. રંગભૂમિ પર તે બંને જણ જે પાત્રને વેશ ભજવવાને હેય તે બરાબર ભજવે છે. અને તે જ તે નાટકને ન્યાય આપી શકે, પણ જે રંગભૂમિ પર જઈને ડેસો વિચારે કે આ મારો દીકરો-તે મને હુકમ કરે અને હું તેનું કહ્યું માનું ? તે તે નાટકને નિષ્ફળ બનાવે છે. તે પિતે શેભતે નથી અને આખું નાટક નકામું બનાવી દે છે. એવી જ રીતે આ સંસાર પણ એક નાટક છે. એમાં જેને જે કામ ભાગે આવે, તે તેણે યથાશક્તિ શોભાવવું જોઈએ. ભગવાન અર્જુનને કહે છેનિવાસં દ ર્મ ર ...નાટકમાંની માફક અહીં તું સગાંવહાલાંને ભૂલી જા.
અર્જુને આ યુદ્ધ પહેલાં અનેકને મારેલાં પણ ત્યારે કંઈ તેને આઘાત થયે નહેાતે–ત્યારે તે બધું યંગ્ય લાગેલું પણ સામે સગાંવહાલાં આવ્યાં ત્યારે કામનાઓ નજર સામે આવી અને તે સગાઓ સાથે લડવાની વૃત્તિ ન થઈ
જેમ એક ન્યાયાધીશ હોય, તે અનેકને ફાંસીની સજા દેતે હોય અને ત્યારે તેને કંઈ અરેરાટી ન થતી હોય પણ પિતાને પુત્ર સંગે ગુનેગાર તરીકે સામે ઊભું થાય ત્યારે તેને થાય કે આને ફાંસીની સજા કરવાથી મરી ગયેલે માણસ કંઈ જીવતે થવાનું નથી. આ ફાંસીની સજાથી કેનું કલ્યાણ થવાનું? એવી બધી દલીલ કરવા માંડે. કેમકે પુત્ર જીવે એ કામના ઉત્પન્ન થઈ. એમ જ અર્જુનને થયું. ક્ષત્રિય યુદ્ધને નેતરતા નથી. “લડ, નહીં તે લડનાર આપ” એ રાક્ષસીવૃત્તિ થઈ. એને ક્ષત્રિયવૃત્તિ ન ગણાય. પણ જે સ્વાભાવિક યુદ્ધ આવી પડે છે તે કદી પાછી પાની ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com