________________
હનુમાન જયંતી
૭૧ ભાવ સ્પષ્ટ કરીને, આપણા ભાવને કેવી રીતે કઢાવવા, તે પણ બરાબર સમજે છે.”
આમ એ ભારે વિદ્વાન હતા. સાથે લાગણીવાળા એટલે સહૃદયી હતા. તેમણે સુગ્રીવને રામચંદ્રજી સાથે ઓળખાણ કરાવી, તેમના આગમનનું કારણ સવિસ્તર સમજાવ્યું. તેમણે રામચંદ્રજીને પણ સાંત્વન આપ્યું. અને સીતાજીએ વિમાનમાંથી ફેકેલાં કપડાં, ઘરેણાં વગેરે નિશાનીરૂપે તે બતાવ્યાં અને યથાશક્તિ મદદ આપવાનું વચન આપ્યું. આ રીતે એમણે રામચંદ્રજીને ધીરજ આપી.
પણ હનુમાનજીએ દુનિયામાં વિદ્વાન તરીકે કે સહૃદયી માણસ તરીકે પ્રસિદ્ધિ નથી મેળવી. તેમની પ્રસિદ્ધિ સેવક તરીકે થઈ છે. તેમણે જગતને “સેવકનો આદર્શ પૂરા પાડયો છે. તે મૂઢ કે મજૂરસેવક ન હતા, પણ જ્ઞાની સેવક હતા. સેવક શરીરે બળવાન હોવું જોઈએ. એને ખેરાક સાદે, સાત્વિક અને સહેલાઈથી ઉત્પન્ન કરી શકાય તે હવે જોઈએ. તેની બુદ્ધિ તીક્ષણ હેવી જોઈએ, જેથી તે કૂટ–અઘરા પ્રશ્નોનો ઉકેલ કરી શકે.
હનુમાન સુગ્રીવની સેવા કરતા હતા. જ્યારે રામચંદ્રજી મન્યા અને સુગ્રીવે રામને, સર્વસ્વ અર્પણ કર્યું એટલે હનુમાન તે અર્પણ થઈ જ ગયા. એમને જુદું અર્પણ થવાપણું રહ્યું નહીં. ત્યાર પછી તે રામની આજ્ઞાનું પાલન કરતા રા, અને એમનું જ ચિંત્વન કરતા રહ્યા
સીતાજીની શોધ કરવા જવાનું હતું, એટલે ચોતરફ વાનરસૈન્ય ઊપડયું. હનુમાનજી દક્ષિણમાં ગયા. જેમ જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
GM
કરતા