________________
કેળિયે થઈ જાવ
છતાં એટલું ખરું કે આપણું અવગુણેને ખીલવવાની પૂરેપૂરી તક અંગ્રેજોએ આપી. કારણ કે માણસમાં સિંહ, વાઘ, પહાડ, પથ્થર કે વનસ્પતિ દરેકની વૃત્તિઓ પડેલી છે. જે વૃત્તિને જેટલા પ્રમાણમાં પિષણ મળે તેટલા પ્રમાણમાં તે ખીલે છે. પછી તે સારી હોય કે ખરાબ હાય.
માણસ જ્યારે કર્કશ અને ક્રૂર થાય છે, ત્યારે તેના અવગુણે પૂરેપૂરા ખીલી નીકળે છે. અત્યારે આપણું પણ આવું જ થયું છે. અત્યારે વિશ્વાસ રાખવા લાયક કઈ ચીજ દેખાતી નથી, સિવાય કે ઈશ્વર.
અત્યારે સરકારી મંડળીઓવાળા કહે છે કે વેપારીઓને કાઢે, અને વેપાર સહકારી મંડળી મારફત ચલાવે. પણ સહકારી મંડળીવાળા આવ્યા ક્યાંથી ? તે વેપારી નહીં તે વેપારીના ભાઈ જ છે. તેઓ ભાવતાલમાં ગરબડ નથી કરતા, પણ ખાંડ કે અનાજ લેવા આવનારને એવી ચાલાકીથી આપે છે કે લેવા આવનાર ગમે તેટલું મોટું કપડું પાથરે, તે પણ સાંજ પડયે પાંચ શેર ખાંડ નીચે વેરાયેલી પડી જ હોય, જે ઘેર જતાં પિતાની સાથે જ આવે. આ બધું આધ્યાત્મિક પતન નથી તે શું છે?
આપણે એક તો અજ્ઞાની રહ્યા. ને તેમાં વળી વેપારી થયા. પછી પૂછવું જ શું? ચાલી લુંટાલ્ટ! જે હિંદ સાચું સ્વરાજ સ્થાપવા માગતું હોય તે આવી વૃત્તિઓને નાશ કરે જ પડશે. અને પવિત્ર સંગઠન મારફત પવિત્ર વહેંચણીથી આપણે જીવવું જ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com