________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
આ વખત સુધી રાષ્ટ્રીય સંગઠન જોઈએ તેવું નહોતું. પ્રજામાં અખૂટ શક્તિ ભરી હતી પણ એનું એને જ્ઞાન ન હતું. રાષ્ટ્ર માટે મરવાની પણ એવી કંઈ હસ નહતી. રાષ્ટ્ર કોને કહેવાય એની પણ ઝાઝી ગમ કેઈને ન હતી. પણ આ આંદોલનથી પ્રજા સારી પેઠે જાગૃત થઈ. પિતાની શક્તિને તેણે અનુભવ કર્યો, સંગઠન પણ સધાવા લાગ્યું.
તિલક મહારાજે રાષ્ટ્ર અને રાષ્ટ્રધર્મ વિષે ઘણું જ્ઞાન. દેશને આપ્યું હતું, પણ એ જ્ઞાન લેખે લખીને આપતા હતા. ક્રિયા મારફતે જ્ઞાન આપવાની અથવા જ્ઞાનનું ક્રિયામાં રૂપાન્તર કરવાની ચાવી હજી લગી કેઈને હાથ આવી નહતી. અંગત ભેગો આપીને પિતાનાં મંતવ્ય માટે આખર સુધી લડી લેવાની તત્પરતા છતાં આખા દેશને તૈયાર કરવાની કળા હજુ સિદ્ધ થવી બાકી હતી. દેશને ઈતિહાસ પણ આ કાર્યને અનુકૂળ નહોતે. કેઈ એક જ ધ્યેયની પાછળ આખે રાષ્ટ્ર મંડયો હોય એવું સૈકાઓના ઇતિહાસમાં બન્યું નહેતું. “સ્વરાજ મારે જન્મસિદ્ધ હક છે' એમ તિલક મહારાજે કહ્યું, પણ એ હક્ક સંપડાવવાની દેશવ્યાપી સામુદાયિક એજના ઘડાવી બાકી હતી. •
ગાંધીજીએ એ યોજના ઘડી બતાવી.
એ યેજના કેવી હતી? ભણેલા કે અભણ, પુરુષ અને સ્ત્રી, બાળક અને વૃદ્ધ – બધાં પિતાને ફાળો આપી શકે એવી નવી રીત ગાંધીજીએ શોધી કાઢી હતી. આમ જુઓ તે આ વાત સાદી હતી. જેમકે ગાંધીજીએ આ કાળા કાયદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com