________________
૧}
રાજાગૃતિનું પ
નાખ્યાં હૈાય એવા આ કાયદાથી દેશમાં સર્વત્ર ભય વ્યાપી ગયા હતા, અને સાથે રાષ પણ વ્યાપ્યા હતા. મંગાળ અને મહારાષ્ટ્રમાં એની સામે માથું ઊંચકવાની તૈયારીઓ ચાલવા લાગી. સરકારે એક ખીજો કાયદો કરીને ચળવળિયાં પુસ્તકા જસ કરવાની પેરવી કરી.
આ તે! એ જનીની
આખા દેશ ધૂંધવાયેલા હતા. પ્રજાના એકેએક વર્ગનું સરકારે એક યા બીજી રીતે અપમાન કર્યું હતું. એના વચનભંગની તા કઈ હદ જ રહી નહતી. મુસલમાન પણ ધૂંધવાયેલા હતા. યુદ્ધ દરમ્યાન મુસલમાનાએ રાજકર્તાઓને કહેલું કે અમે તમને જર્મની સામે લડવામાં મદદ કરશું પણ તુર્કસ્તાન સામે નહીં, કારણ કે ત્યાં અમારા ધર્માંની ગાદી છે. ત્યારે અંગ્રેજોએ કહેલું કે તુર્કસ્તાનને કાંઈ જ નુકસાન કરવામાં નહીં આવે. સાથે રહીને લડે છે એટલે એને અટકાવવા પૂરતું જ એની સામે લડવાનું છે, પણ યુદ્ધ પૂરું થયું ત્યારે એણે તુર્કસ્તાનને વહેંચી નાખ્યું અને ખલીફને મેન્ડેટ હેઠળ રાખ્યા. આ છડેચાક વચનભંગથી મુસલમાનેાના રોષના પાર ન રહ્યો. ગાંધીજીએ મુસલમાનને વસ્તુસ્થિતિના સાચા ખ્યાલ આપ્ય; ને તેમના ધર્મ સમજાવ્યેા. તે પછી મુંબઈના આગેવાન શ્રી. અબ્દુલ મારી સાહેબ તથા ખીજા મૌલવીએએ ખઢીના હક્ક પર ત્રાપ પડે છે એમ કહીને વિરાધના તવા મહાર પાડયો. ખિલાફતની ચળવળ આખા દેશમાં શરૂ થઇ. આમ આખા દેશમાં અગ્રેજી રાજ્ય સામે વિરોધનું વાતાવરણ
પૈદા થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com