________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
૧૦૫ હિંદને કશું આપવાની એની દાનત તે હતી જ નહીં. એટલે શું કરતાં એ કાયમનું ગુલામ રહે તેના જ નુસખા અંગ્રેજ સરકાર શેધ્યા કરતી હતી. આથી દેશવાસીઓ અત્યંત હતાશ થયા. બંગાળ અને પંજાબમાં રાજની સામે ગુપ્ત હિલચાલ શરૂ થઈ. સરકારથી હવે સ્વરાજ શબ્દ પણ સંખાતે નહે. એણે હવે ખરેખરું પિત પ્રકાશ્ય. સ્વરાજ્યની પ્રવૃત્તિને ધરમૂળથી ઉખેડવા માટે તેણે એક કાયદો કર્યો કે જે કઈ સ્વરાજ્યની ચળવળ ચલાવે છે એમ માલુમ પડે તેને અચોક્કસ મુદત સુધી જેલમાં પૂરી દે. એની સામે અપીલ દલીલ કે વકીલ કશું ન થઈ શકે. ફોજદાર જે નાનો અમલદાર પણ શક પરથી આને અંગે ગમે તે માણસને પકડી શકે. આ કાયદાનું નામ હતું રોલેટ એકટ. દેશમાં એ “કાળા કાયદાને નામે વિખ્યાત છે
ગાંધીજી આ વખતે મારવાની ભયંકર બીમારીમાંથી ઊઠયા હતા. એમને આરામ થયે હતું છતાં હજુ પણ પથારીવશ હતા. એમણે આ કાયદો વાં. એક વાર વાંચે ને બીજી વાર વાંચ્યું. તેમણે જોયું કે આમાં તે દેશનું હડહડતું અપમાન છે. આમાં તે મદદ કરનારને જ લપડાક લગાવી છે. એને વિરોધ થ જ જોઈએ. એમણે એ કાયદા સામે લડત ચલાવવાને સંકલ્પ કર્યો. એ સંકલ્પ પછી ગાંધીજીમાં નવું જીવન આવ્યું. અને એ જલદી સાજા થઈ ગયા. ઈશ્વરે જ જાણે દેશના કામ માટે તેમને જલદી સાજા કરવાને નિર્ણય કર્યો હોય એમ બન્યું. કશું જ લખી ન શકાય, કશું જ બોલી ન શકાય, જાણે ઘંટીનાં બે પડ ગળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com