________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
૧૦૦ હતા. હિંદમાં આવ્યા પછી પણ ચંપારણ, ખેડા, વિરમગામની લાઈનદોરી, ગિરમિટિયાની પ્રથા વગેરે સામેની લડતે તેમણે ચલાવી હતી અને એમાં વિજય પણ મેળવ્યે હતે. પણ આ બધી લડતે મિત્ર-મિત્ર વચ્ચેની અથવા ગુરુ-શિષ્ય વચ્ચેની કે બાપ–દીકરા વચ્ચેની હોય એ ભાવથી તેમણે ચલાવી હતી તેમના દિલમાં રાજને ઉથલાવી પાડવાની નહીં, પણ એની ખામીઓ દૂર કરવાની કલ્પના હતી. જુલમને કદી આધીન ન થવું એ તેમને મુદ્રાલેખ હતે.
પણ એમને આ ભાવ અથવા વિશ્વાસ લંબે સમય ટકવા નિર્માયે નહેાતે. સન ૧૯૧૪-'૧૮ના મહાયુદ્ધ દરમ્યાન હિંદની પ્રજાને અંગ્રેજોએ વારંવાર એવાં વચને આપ્યાં હતાં કે આ અણીને પ્રસંગે અમને મદદ કરે અને યુદ્ધ જીત્યા પછી અમે તમને સ્વતંત્ર કરીશું. જે પ્રજા આવે પ્રસંગે મદદ કરે તેને પરાધીન રખાય જ નહીં, વગેરે.
તિલક મહારાજ વગેરે આગેવાનેને આવાં વચનામાં વિશ્વાસ બેસતે હેતે અને યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરવાને તેમણે સખ્ત વિરોધ કર્યો હતે. પણ ગાંધીજીએ કહ્યું કે, નહીં, અંગ્રેજો ભીડમાં છે એટલે આપણે એમને મદદ કરવી જ જોઈએ. એમના આશ્રયનું સુખ ભોગવીએ છીએ; તે એમની આપત્તિમાં દુ:ખ વેઠીને પણ આપણે મદદ કરવી જોઈએ. અંગ્રેજો આપણને સ્વરાજ આપે એવી શરત કરાવી લઈને મદદ કરવી એ આપણી સંસ્કૃતિને છાજે નહીં. આપણે ધર્મ એ છે કે એ લોકોને ભીડમાં મદદ કરવી. એમને ધર્મ એ સમજશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com