________________
૧૧૬
આઝાદીનું પર્વ કરે એ ગાંધીજીએ રચનાત્મક કામ દ્વારા બતાવ્યું.
પણ આપણે ભૂલમાં પડી ગયા. આપણે માર્ગ કાઢવા તરફ મેં રાખવાને બદલે દૂર કરવાની–ધક્કાની મઝામાં પડી ગયા. એટલે કે વિકાસ તરફ મેં રાખવાને બદલે કેવળ અંગ્રેજોને કાઢવા તરફ મેં રાખ્યું. એને પરિણામે દેશને ભયંકર નુકશાન થયું છે. આજે આપણે પચીસ વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહ્યા છીએ. અંગ્રેજો તે ગયા, પણ આપણે ધક્કો મારવાને રસ હજુ નથી ગયે. એટલે હવે આપણે અંદર અંદર ધક્કા મારવા લાગ્યા છીએ. આપણું મેં વિકાસ તરફ નહેતું એટલે જ આજે આપણે ત્યાં કાળાંબજાર અને સત્તાની હસાતુંસી ચાલે છે.
હવે આપણું મેં વિકાસ તરફ ફેરવીએ. આપણે કુસં૫ કાઢીએ. આપણું જ ભાઈઓને દબાવવાને મદ કાઢીએ. બધા ભેગા થઈને સાથે રહીને વિકાસ તરફ મોં રાખીને દેડીએ, તે જ સાચું સ્વરાજ આવશે.
ગાંધીજીએ આપણને ક્રિયા મારફત જ્ઞાન તરફ વાળ્યા પણ આપણે વર્ષોની નબળાઈ અને મેલથી બહુ અજવાળું આવ્યું નહીં. ડાઘા પડી ગયેલાં જૂનાં વાસણની જેમ ગાંધીજીએ આપણને પચીસ પચીસ વર્ષો સુધી ખટવીને ઘસ્યા તે ય ડાઘા ગયા નહીં.
અંગ્રેજો ગયા તેથી સ્વરાજ આવી ગયું એમ આપણે સમજીએ છીએ, પણ એક અંતરમાં ઉતારવા જેવી વસ્તુ તરફ આપણું જે ઈએ તેટલું ધ્યાન ગયું નથી, તે એ કે સ્વરાજ એ સાધન છે–સાધ્ય નહીં. એ જ વાત અનેક વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com