Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 132
________________ ઈશ્વરનું અજય ૧૨૩ નહીં. અનાજ સૂપડે આપે અને ગાળ પણ આપે. કેમકે ખેડૂત ઉત્પન્ન કરનાર છે. એવી રીતે આ સૃષ્ટિ ઉત્પન્ન કરનાર બ્રહ્યા છે, અને તે ઈશ્વર રાજાના મહેસૂત્રી પ્રધાનનું કામ કરે છે. બીજું ખાતું ન્યાયખાતું. જે રાજ્યમાં ન્યાયખાતુ ન હોય તે પ્રજા ટકી શકે નહીં, એનું પિષણ ન થાય. તંત્ર બરાબર ચાલે નહીં. એ ન્યાયાધીશની વાણીમાં મીઠાશ હોય છે. તેનું આસન પણ સ્થિર હોય છે. એ ન્યાયખાતું વિષ્ણુને સેપ્યું છે. તેમનું વાહન ગરુડ રાખ્યું છે. કેમકે તેમની બુદ્ધિ દૂર સુધી પહોંચે છે. સરસ્વતી ઉત્પન્ન થયાં બ્રહ્મામાંથી પણ વર્મા વિષ્ણુને. એથી જ ન્યાયાધીશની વાણીમાં ઔચિત્ય આવશે-વિવેક આવશે. હવે ત્રીજું ખાતું લશ્કર-લશ્કર રાજ્યનું કલ્યાણ કરે, અને પ્રજાને રંજાડે પણ ખરું. પણ એ ખાતાની જરૂર છે. એના સિવાય ચાલે નહીં. એ ખાતે મહાદેવને સંપ્યું. એમનું વાહન નન્દી છે. લશ્કરના સેનાપતિને નિરાંત ન હોય. એને મહેલમાં રહેવાનું ન હોય. એમને તે યુદ્ધક્ષેત્રમાં જ સ્થાન હોય, જ્યાં અનેક મરતાં હાય. તેથી મહાદેવનું સ્થાન જંગલમાં, સ્મશાનમાં ગણાય છે. એમના હથિયારમાં ખાપરી, ત્રિશૂળ બધું હોય છે. તેમની પાસે ખેપરી છે એને હેતુ એ છે કે તે મરણ હાથમાં લઈને ફરે છે. તે સંહાર કરે છે, અને એ સંહારમાંથી નવા ઉત્પન્ન થાય છે. જેમ બીજ નાશ પામે છે, ત્યારે તેમાંથી છેડ થાય અને ફરી અનેક બીજ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134