________________
ઈશ્વરનું રાજ્ય ઈશ્વરને આપણે રાજા કલ્પીએ તે તે આ બ્રહ્માંડ પર રાજ્ય ચલાવે છે, એમ ગણાય.
એના રાજ્યમાં પણ મહેસૂલખાતું, ન્યાયખાતું, લશ્કરી ખાતું વગેરે ખાતાઓ છે. | મહેસૂલ એટલે ઉત્પન્ન કરવું. આ રાજ્યતંત્ર મહેસૂલ સિવાય ન ચાલી શકે. મહેસૂલ એની આવક છે. અને એ હોય તે જ રાજ્ય નભી શકે. એ ખાતાના મુખ્ય બ્રહ્મ છે. | મહેસૂલ ખાતાવાળાને મહેસૂલ લેવા માટે દેડદઠ કરવી પડે. એટલે એ ફરફરા ખૂબ કરે અને ફરવું પડે પણ ખરું. એટલે એનું વાહન પણ એવું ત્વરિત ગતિવાળું જોઈએ. તેથી બ્રહ્માનું વાહન હંસ રાખવામાં આવ્યું છે.
હવે મહેસૂલ ઉઘરાવવામાં લેકેની સાથે ઝગડવું પડે એટલે જીભની મીઠાશ બહુ ન હોય એમ બને. કોઈની સાથે મીઠાશથી અને કોઈની સાથે દબડાવીને પણ કામ લે. એથી બ્રહ્મા ચતુર્મુખ કહેવાય છે. અને એ વાણી ચાર પ્રકારની બેલી શકે છે. એમાં ગર્દભવાણી પણ ગણાય છે. ખેડૂતના મેંએથી હંમેશા વિવેકની ભાષા નીકળે એમ કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com