________________
આઝાદીનું પર્વ ગાંધીજીએ ઠેકી ઠેકીને કહી છે. સ્વરાજ્ય તે સાધન છે, ને સાધ્ય તે છે આત્મવિકાસ અને સામાજિક પ્રેમ. એટલે અંગ્રેજો ગયા તેટલામાં બધું આવી ગયું એમ માનવાનું નથી. મુસાફરીમાં આવતા અંતરાયને દૂર કર એ જ ફક્ત મુસાફરીનું ધ્યેય હેતું નથી. તેનું ધ્યેય તે નક્કી કરેલા સ્થાને પહોંચવાનું હોય છે. તેવી જ રીતે અંગ્રેજી તંત્ર સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં અંતરાયરૂપ હતું તે હવે દૂર થયું છે. એટલે હવે આપણે, ઉપર જણાવેલ ત્રિવિધ ઉન્નતિ કરવાને, પુરુષાર્થ કરવા માટે માર્ગ સરળ થયે છે. જેટલા પ્રમાણમાં તે પુરુષાર્થ કરીશું તેટલા પ્રમાણમાં સાચું સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકીશું.
–૧૫ મી ઓગસ્ટ, ૧૯૪૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com