________________
૧૧૫
આઝાદીનું પર્વ રસ્તામાં જતાં શેરની વાડ આવે ત્યારે જે એમ લાગે કે શેરિયે પહોળે કયે જવાય તેમ નથી, તે તેને ઉખેડી નાખવું જોઈએ તેવી રીતે અદાલતે વગેરે રાજની બધી પ્રવૃત્તિઓ થારની જેમ કાવટ કરનારી લાગી એટલે એને પાછી ફેંકવા ગાંધીજીએ અસહકારનો માર્ગ લીધે અને તેમાં સામેલ થવા કેવળ બુદ્ધિશાળીઓને જ નહીં પણ આમજનતાને પણ હાકલ કરી. અદાલતે છેડીને લવાદ મારફત કુસંપ દૂર કરવા કહ્યું. અર્થહીન કેળવણું છોડીને દેશને ઉપયોગી કેળવણી લેવા કહ્યું. આ કામ માટે ઘરબાર અને મિલકતને મેહ છોડનાર જુવાનને આમંચ્યા, આને આપણે “રચનાત્મક કાર્યક્રમ” એવું નામ આપ્યું. ' વિકાસ તરફ મેં રાખીએ પછી ક્રોધ કે હિંસાને તે
સ્થાન જ ક્યાંથી હોય? આપણી જ ભૂલે હોય એટલે ફોધ કોના પર કરવાને હેય? આપણા જ આંગણમાં ઘાસ ઊગ્યું હોય ત્યાં બીજાને શું કહેવું ? તે ઘાસને આપણે ઉખેડી નાખવું જોઈએ. આપણે આપણી ભૂલે દૂર કરવી જોઈએ. ગાંધીજીએ સરકારને સામનો કર્યો પણ તે વિકાસ સામે મેં રાખીને. મેળામાં હીંડતા માણસનું ધ્યાન માર્ગ કાઢીને મંદિરે પહોંચવા તરફ હોય છે, ધક્કા મારવા તરફ નથી હોતું. તેવે વખતે આપણે બીજાને હઠાવીએ છીએ તે એ તરફ પહોંચવાનો માર્ગ કાઢવા માટે. એમાં જે આડે આવે તેને આગળ હાથ રાખીને દૂર કરીએ છીએ. એ વખતે આપણને કોઈ પર ક્રોધ નથી હતું. તેમાં મિત્ર પણ આવી જાય અને અજયે પણ આવી જાય. રૂકાવટ કરનારને કેવી રીતે દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com