________________
૧૦૪
રાષ્ટ્ર્ધ્વજાગૃતિનું પ
અને નહીં સમજે તે આપણે ગુમાવવાનું કશું જ નથી. આટલું કહીને તેએ બેસી ન રહ્યા, પણ તેમણે પાતે મહાયુદ્ધમાં અંગ્રેજોની વહારે ચડવા સૈન્યની ભરતી પણ કરવા માંડી.
પછી યુદ્ધ પૂરું થયું અને અંગ્રેજોના પક્ષ ત્યે. હિંદે ચાર અબજ રૂપિયા, અગિયાર લાખ માણુસા અને બીજી અનેક પ્રકારની મદદ આપી હતી. એમાંથી અર્ધો માણસા તે યુદ્ધમાં ખપી ગયાં અને બાકીનાં દેશમાં પાછાં ફરનારાં હતાં; પણ અંગ્રેજોની દાનત સાફ નહાતી. એમને થયું કે પાંચ છ લાખનું તાલીમ પામેલું લશ્કર દેશમાં પાછું ક્રૂ અને સ્વરાજની માગણીને ટેકે આપે તે તે દેશની લગામ પેાતાના હાથમાંથી સરી પડે. એમની દાનત દેશને સ્વરાજ આપવાની હતી નહીં. દેશની સાધનસપત્તિને લૂટવાના અને પ્રજાને ચૂસવાને લેાભ એમનાથી છૂટતા નહાતા. તેથી એમણે બીજો ઘાટ ઉતાર્યો. એમણે તુર્કસ્તાનને વહેંચવા માંડ્યુ. એશિયામાઇનાર, સીરિયા, મૈસે પેટેમિયા વગેરેની વહેંચણી કરી. ફળદ્રુપ પ્રદેશ ફ્રાન્સને આપ્યું અને પેાતે મેસેાપેટેમિયાના ઉજ્જડ ભાગ લઈ ઉપકાર દેખાડયો. પણ તેમાં ય એની ચતુરાઇ હતી. કેમકે એ પ્રદેશ હિંદની નજીકના હતા અને વળી તેલના કૂવાવાળા પ્રદેશ હતા. પણ મેસે પેટેમિયાએ આના વિરોધ કર્યો અને થાડા અગ્રેજોને મારી પણ નાખ્યા. અંગ્રેજોને આ જ જોઇતું હતું. એમણે હિંદી સૈન્યને મેસેાપેટેમિયા અને અરખસ્તાનને સીધાં રાખવાના કામમાં રોકી દીધું અને હિંદમાં અંગ્રેજ
લશ્કર રાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com