________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ જેમ જમાને બદલાય છે તેમ રાષ્ટ્રનાં કે પ્રજાના પ પણ બદલાતાં જાય છે. કેટલાંક પર્વો ઘસાઈ પણ જાય. છે અને કેટલાંક નવાં પણ શરૂ થાય છે. આપણું રાષ્ટ્રીય પર્વ એ આપણું પ્રજાજીવનમાં એક નવું ઉમેરાયેલું પર્વ છે. આપણને જે ઈષ્ટ છે તેને વિશેના આદર ને ઉમળકાથી પર્વની ઊજવણીમાં આપણને રસ પડે છે. પણ ઘણી વાર એની પાછળની દષ્ટિ વીસરી જવાય છે. તે રાષ્ટ્રીય પર્વ એટલે શું? એને ઊજવવા પાછળ કઈ દષ્ટિ રાખવી ઘટે તે સમજવાને આપણે પ્રયત્ન કરીએ. હું એ સંબંધી થોડોક ઈતિહાસ અને થોડેક મારે પિતાને અનુભવ કહીશ.
સન ૧૯૧૯ સુધી લગભગ, ગાંધીજી અંગ્રેજોના રાજને અત્યંત વફાદાર હતા. એ મેટા રાજભક્ત હતા. આફ્રિકામાં હતા ત્યારે અને ત્યાંથી હિંદ આવ્યા પછી પણ તેમણે એમ જ માનેલું કે અંગ્રેજોનું રાજ સારું છે, અને તેથી એકંદરે પ્રજાને લાભ થશે. એ ખરું કે કેટલાક અમલદારો પિતાના સ્વાર્થ માટે કે અણસમજમાં ભૂલે કરતા. પણ એ દેશ તંત્રને નહીં, પણ અમલદાર વ્યક્તિને ગણાય એમ ગાંધીજી માનતા. એ માટે લડવું પણ પડે; પણ તેથી કાંઈ રાજભક્તિની આડે એ વસ્તુ ન આવવી જોઈએ. આથી “ગેડ સેવ ધી કિંગ નું ગીત તેઓ જ્ઞાનપૂર્વક ગાતા હતા, અને એ રીતે અંગ્રેજરાજના તેઓ વફાદાર મિત્ર બની રહ્યા હતા.
આફ્રિકામાં તેઓ હિન્દીઓના અન્યાય સામે લડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com