________________
૧૦૦
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં પછી તેમને વિલાયત મોકલવાને પ્રસંગ આવ્યે, કેલેજમાં બરાબર ફાવતું ન હોય અને પરદેશ જેવાને મળસે હોય તે બધા વિદ્યાર્થીઓને એ ગમે. અને તે વખતે જે આડે આવે તેમને જેમતેમ સમજાવીને જાય, સાચાં ખાટાં વચન આપે. પણ જવાને પ્રસંગ છેડવાનું મન ન થાય. ગાંધીજીએ તેમ ન કર્યું. તેમણે માતા પાસે માંસ, મદિરા અને વ્યભિચાર ન કરવાની પ્રતિજ્ઞાને વફાદાર રહેવાને દઢ સંકલ્પ કર્યો.
માતા તે દેશમાં હતાં. તેમને ઓછી જ ખબર હતી કે પિતાને દીકરો પરદેશમાં શું કરે છે અને કેમ રહે છે! પણ દીકરે પોતાની જાત પ્રત્યે વફાદાર રહ્યો. અને મનમાં ગાંઠ વાળી કે, માતા ન જાણે તેથી શું? મારાથી ખાટું ન થાય.
આ પ્રતિજ્ઞા પાળવાની કસેટીઓ થતી ગઈ તેમ તેમ તેઓ કૂદકે ને ભૂસકે આગળ વધતા ગયા. અને આપણે તે ક્યાંય પાછળ રહી ગયા.
વિલાયતમાં વિદ્યાર્થી તરીકે બહુ આગળ કે હોંશિયાર નહતા. શરૂઆતમાં તે તેમને ગમતું પણ ન હતું. અને રાત્રે છાનામાના રડતા. ઘેર પાછા જવાના વિચારો આવતા. કોઈની સાથે ભળતા નહીં; શરમાતા. અજાણ્યા સાથે વાત કરવાને પ્રસંગ પણ ટાળતા. છતાં પેલી પ્રતિજ્ઞાઓ ભૂલતા નહીં. તે વખતે મિત્રો બુદ્ધિથી પ્રતિજ્ઞાના જુદા જુદા અર્થ કરતા, અને એમને ફસાવવા પ્રયત્ન કરતા. પણ ગાંધીજીએ તે માતા, વ્રતેને જે અર્થ કરે છે તે જ અર્થને વફાદાર રહેવાનું બળ કેળવ્યું, અને બુદ્ધિથી થતા અર્થને સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com