Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 108
________________ સાંધીજીની ઉન્નતિનાં પગથિયાં હe શોખ આજે ફૂલીફાલીને દુનિયાને ઠંડક આપી રહ્યો છે. આ અનન્ય ભાવની સેવાથી તે આપણી આગળ થઈ ગયા. આગળ જતાં તે માંસ ખાય છે. માંસ ખાવા પાછળને ઉદેશ મજબૂત બનીને દેશની સેવા કરવાનું હતું. અહીં તે પાછા પડયા; જો કે એ તે વખતે પણ આપણાથી તો આગળ જ હતા. કેમકે તેઓ શેખ કે સ્વાદને ખાતર માંસ ખાતા ન હતા, પણ પરોપકારવૃત્તિથી ખાતા હતા. આવું તે ઘણા વિદ્યાથીઓ માને છે અને કરે છે, પણ તેમને થયું કે આમાં તે માબાપને છેતરવાનું થાય છે. માંસ ખાધું હોય ત્યારે ભૂખ ન લાગે અને ઘેર માબાપ ખાવા લાવે ત્યારે ભૂખ નથી એમ જૂઠું કહેવું પડે. આવું કહેતાં તેમને થયું કે આ તે અસત્ય બોલીને માબાપને છેતર્યા. એક તરફ દેશના ઉદ્ધાર માટે માંસ ખાવાનું હતું અને બીજી તરફ માબાપને છેતરવાનાં હતાં. તેમણે નિર્ણય કર્યો કે માબાપ જીવતાં હોય ત્યાં સુધી માંસ ન ખાવું. અસત્ય બોલીને માને છેતરીને દેશસેવા નથી કરવી. ગમે તે ભેગે અસત્ય આચરણ તે ન જ થાય, એ દિલમાં સજ્જડ ઠસી ગયું હતું. તેથી આ નિર્ણય થયે. આપણો તે એમ લાગે છે કે એમાં માબાપને શું ? એ કયાં જશુવાનાં છે? ક્યાં ઘેરથી પૈસા માગવા છે? અને જાણશે તેય દેશ માટે એવું કરે છે એમ સમજશે અને પિતાના દીકરા વિશે અભિમાન લેશે. પણ ગાંધીજીને આ વિચાર ન આવ્યું. તેમણે તે માતાને ન છેતરવાનું જ મહત્વનું ગયું. આ પગલું તેમને આગળ લઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134