________________
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં બહાર તરી આવે એવું કંઈ ખાસ લક્ષણ એકદમ જણાતું નથી. તેઓ અંધારાથી–ભૂતથી ડરતા. નિશાળમાં ભણતા ત્યારે કેઈની સાથે ખાસ દેસ્તી નહીં, બીજા વિદ્યાર્થીઓ સાથે ભળવાનું નહીં, રમતને શેખ નહીં, સામાન્ય રીતે નિશાળ બંધ થાય ત્યારે સીધા ઘેર જાય. શરમાળ પણ બહુ.
આમ તેમનું બચપણ જોઈએ છીએ ત્યારે આપણને જરૂર એમ લાગે છે કે આ તે સામાન્ય વિદ્યાથી કરતાંય ઘણું બાબતમાં પાછળ હતા. એમની ઉંમરના કેટલાય વિદ્યાર્થીઓ કહેશે કે અમે કશાથી એમના જેટલા તો નથી જ ડરતા. અભ્યાસમાં, રમતમાં અને બીજા વિદ્યાથીઓ સાથે ભળવામાં અમે આગળ છીએ. ત્યારે એ આગળ કયારે થઈ ગયા?
નેકરની સેબતમાં તે બીડી પીતા થયા હતા. આપણે પણ બીડી પીતા હઈશું. તેમણે બીડી પીવા દેવું કર્યું. આપણે પણ મફતિયા બીડી પીધી હશે, અને કેટલાકે જેમ તેમ કરીને, જ્યાં ત્યાંથી પૈસા મેળવ્યા હશે તેમણે બીડીઓનું દેવું ભરપાઈ કરવા માટે સોનાનું કડું કાપવામાં પિતાના ભાઈને સાથ આપે. આટલે સુધી તે ગાંધીજી આપણુમાંના ઘણાની પાછળ લાગશે.
પણ તેમણે કૂદકે માર્યો, અને દેટ મૂકી. એ ચારી કર્યા પછી એમને ઊંઘ જ ન આવી. તેમને ભારે પાપ કર્યાનું ભાન થયું. આ વાત પિતા જાણશે તે તે પોતાનું માથું કૂટશે. પિતા માર મારે તે એટલું દુઃખ ન થાય, પણ પિતે માથું ફૂટે એ અસહ્ય લાગ્યું. તેમ છતાં એ ચોરી કબૂલ કરવી અને ફરી જિંદગીમાં અસત્ય આચરણ ન કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com