________________
કાળિયા થઈ જાવ
૯૫
કહેવાય છે કે, ' તીમાં પાપ છૂટે, પણ તીમાં કરેલાં પાપ કયાં છૂટે?' તીમાં પાપ કરે છે, તે તે ગાંગડુ' જેવા જ રહેવાના. જેમ આખા મગની દાળ કરવા માટે તેને ખૂબ ઉકાળીને એગાળીએ છીએ. છતાં પણ જે ગાંગડું હોય છે તે ઓગળતા જ નથી, અને ખાતી વખતે દાંત વચ્ચે આવી કર્કશતા પેદા કરે છે, અને ખાવાના અર્ધા આનદ હરી લે છે. તેમ જે વ્યક્તિ સમાજના કામમાં ન આવતાં વચ્ચે આડખીલી ઊભી કરે છે, તે ખરેખર ગાંગ ુ છે. જ્યાં સુધી ગાંગડુ હયાત છે, ત્યાં સુધી સ્વરાજમાં ખામી રહેવાની જ. એટલે આપણે ગાંગડુ ન બનતાં ઉત્તમ ચઢેલા ખારાક જેવા બનવું જોઈશે. આ અર્થમાં આપણે સ્વાતંત્ર્ય દિનની પ્રતિજ્ઞાને જ્ઞાનપૂર્વક યાદ કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com