________________
તિલક જય'તી
ર
સેનાની હતા. એકાન્તવાસને પણ એમણે કસ કાઢયા. પેાતાના જ્ઞાનના લાભ પ્રજાને આપવાના એમણે સંકલ્પ કર્યા. અને ભગવદ્ગીતા ઉપર ‘ કયાગ શાસ્ત્ર ’ કરીને ઉત્તમ ભાષ્યગ્રંથ રચ્યા. હિંદુ ધર્મગ્રથામાં એ પુસ્તક અનીખી ભાત પાડે તેવું છે. એ ગ્રંથની પણ એક મઝાની કથા છે, જેલમાંથી છૂટ્યા ત્યારે સરકાર એ ગ્રંથની હસ્તપ્રત લઈ જવા ન દે, કહ્યુ કે હસ્તપ્રત તપાસીને પહેાંચતી કરી દઈશું. ઘણા સમય વહી ગયા. છતાં સરકાર તરફથી એ પ્રત પાછી ન આવી એટલે તિલક મહારાજના મિત્રાને થયું કે કાં તા સરકારને એ આપવી નહીં હાય કે પછી એ ખાઈ નાખી હશે. હવે શું થશે? પણ તિલક મહારાજ નિશ્ચિન્ત હતા. એમણે કહ્યું કે, હસ્તપ્રત ખેાવાઈ ગઈ હશે તે ય વાંધે નથી. કેમકે એ બધું લખાણ મને યાદ છે. બે મહિના સિ’હુગઢ પર રહીને લખી નાખીશ; પણ એ રીતે લખી નાખવાના વિચાર કરતા હતા તેવામાં સરકારે હસ્તપ્રત માકલી આપી અને એ પ્રકરણ ત્યાં સમાપ્ત થયું.
અનેક વિદ્યાઓને તેમને અભ્યાસ હતા. તેમની બુદ્ધિ અત્યંત તીક્ષ્ણ, ભેદક હતી. અને ગમે તે વિષયમાં પાતે ખૂબ ઊંડા ઊતરી જતા. જેલમાં રહ્યાં રહ્યાં તેમણે ગીતા પરના સમર્થ ભાષ્યગ્રંથ તે રચ્યા જ. તદુપરાંત અગાઉ ખગાળ પર ‘ એરાયન ’ નામનુ પુસ્તક લખેલું તેથી દેશ-વિદેશમાં એમની વિદ્વત્તાની ભૂખ પ્રતિષ્ઠા અકાઈ હતી. એ પુસ્તક અહાર પડયુ અને પ્રસિદ્ધ જર્મન પડિત મેકસમૂલરના હાથમાં આવ્યું. પણ જ્યારે એણે જાણ્યું કે આ પુસ્તકના
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com