________________
૮૩
તિલક જયંતી લેખક તે દેશસેવાના અપરાધ બદલ સરકારી જેલમાં છે, ત્યારે તેણે એ વિદ્વાન પુરુષને ઝટ છોડી મૂકવા અને એમના અસાધારણ જ્ઞાનને પ્રજાને લાભ મળે તેમ કરવા હિંદી સરકારને લખ્યું. એથી કંઈ એમને સરકારે મુક્ત તે ન કર્યો, પણ જેલમાં એમને લખવાની સગવડ કરી આપી.
જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ ઉપર પણ એમણે પુસ્તકે લખ્યાં છે. તેમનું કાયદાનું જ્ઞાન પણ અગાધ હતું. પિતાના કેસ તેઓ પિતે જ ચલાવતા. વિપાસના તેમને એટલી પ્રિય હતી કે દેશ સ્વતંત્ર થયા પછી પિતે ગણિત અથવા ઈતિહાસના અધ્યાપક થવામાં સંતોષ માનશે એમ કહેતા.
તેમની રહેણીકરણ સાદી હતી. પિષાક અને સ્વભાવે તેઓ આદર્શ બ્રાહ્મણ હતા. પેઢીઓની સાંસ્કારિક પરંપરાને ચીવટથી જાળવી રાખતા. વિલાયત ગયેલા ત્યારે પણ તેમણે પિતાને મરાઠી પિશાક કાયમ રાખ્યું હતું. મરણપર્યંત એમણે તેમાં ફેરફાર કર્યો નહીં. બ્રાહ્મણને છાજે તે તેમને અપરિગ્રહ નમૂનેદાર હતા.
સ્વરાજ્ય માટે તે જીવ્યા અને લડ્યા. દેશને તેમણે શીખવ્યું કે “સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે.” અંગ્રેજી શાસનને તેઓ વિરેજ કરતા નહેતા પણ નોકરશાહીને વિરોધ કરતા હતા. તેઓ એમ માનતા કે તંત્ર તે સારું છે. પણ ઇંગ્લેન્ડની સરકારને સાચી માહિતી મળતી નથી એટલે હિન્દની પ્રજાને સાચે ન્યાય મળતું નથી. અહીંની
કરશાહી ત્યાંના તંત્રને સાચી માહિતી આપતી નથી, એટલે એમને મુખ્ય વિરોધ કરશાહી સામે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com