________________
કેળિયે થઈ જાવ અંગ્રેજોએ આપણને અનેક રીતે નુકસાન કર્યું છે. રાજકીય, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક, અને આધ્યાત્મિક એમ દરેક રીતે એમણે આપણને નુકસાન કર્યું છે. એટલે આપણું પતન થયું છે. જેની પાસેથી આ ચીજો ચાલી જાય તે કદી પણ માણસ ન રહી શકે. તેનામાં ભલે બધા ગુણે પડેલા હેય, પણ તે બધા ગુણે સુષુપ્તાવસ્થામાં જ રહે.
- સાધુ પુરુષે આવાં પતન સાંખી ન શકે. એટલે જ ગાંધીજીને પણ આ વસ્તુ ખૂંચી. તેથી તેમણે દેશને આ વસ્તુનું ભાન કરાવવાનો પ્રયાસ આદર્યો-તેમાં જ ઈશ્વરભક્તિ માની. જનસેવા એ પ્રભુસેવા જ છે, કેમકે માણસ પણ ઈશ્વરને અંશ છે.
આદમ કે ખુદા મત કહે, આદમ ખુદા નહીં; લેકિન ખુદા કે નૂર સે, આદમ જુદા નહીં.
માણસને જ્યારે દુઃખનું ભાન થાય છે, ત્યારે તે તેનું નિવારણ કરવાના ઉપાયે શેધે છેઅને આ ઉપાયે. શેધવાની જિજ્ઞાસા તે જ મુમુક્ષતા. ત્યાર પછી પુરુષાર્થ કરવાનું હોય છે. ગાંધીજીએ આપણને મુમુક્ષુ તે બનાવ્યા. હવે પુરુષાર્થ આપણે કરવાને છે.
હવે આપણને થયેલાં નુકસાને વિચારીએ. સૌથી પ્રથમ અંગ્રેજોએ આપણને આર્થિક ગુલામ બનાવ્યા. અને તે પછી તરત જ રાજકીય ગુલામ બનાવ્યા. જીવવા માટેની બધી ચીજે પિતાની મેળે પેદા કરી લેવી તેનું નામ આર્થિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com