________________
તિલક જયંતી ૧૯૧૫ માં ગાંધીજી હિંદમાં આવ્યા અને પાંચ વર્ષમાં હિંદની નાડ પારખી લઈને તેમણે અસહકારને મંત્ર આપે. ગાંધીજીએ તિલક મહારાજને પણ અસહકારની વાત કરી હતી, અને એ તેમને ગળે પણ ઊતરી હતી. પણ પ્રજા એ મંત્ર ઝીલી શકશે કે કેમ તે વિષે તેઓ. શંકાશીલ હતા.
વેગ એ બન્યું કે તિલક મહારાજે પરલોક–પ્રયાણ કર્યું અને મહાસભાએ અસહકારને ઠરાવ કર્યો. અને દેશે એને યથાશક્તિ અમલ પણ કર્યો. આમ “સ્વરાજ્ય મારે જન્મસિદ્ધ હકક છે” એ મંત્ર પ્રજાને શીખવીને તિલક મહારાજે સ્વરાજ્ય સિદ્ધિના ઇતિહાસને પૂર્વાર્ધ રચી આપે. અને એ હક્ક સંપડાવનારી ઉત્તમ પદ્ધતિની પ્રજાને નવાજેશ કરીને ગાંધીજીએ ઉત્તરાર્ધ પૂરે કરી આપીને તિલક મહારાજનું શ્રાદ્ધ કર્યું. હજુ આજે પણ એમનું તર્પણ કરી શકાય એવું સ્વરાજ નથી આવ્યું. ઉત્તરાર્ધ પૂરે થયે છે, પણ તેને રચયિતાના દિલમાં આનંદ નથી. જેવું સ્વરાજ તેણે ઈચ્છયું હતું તેવું હજુ નથી મળ્યું. હા, અંગ્રેજો ગયા તેને આનંદ છે ખરે; પણ સાચું સ્વરાજ, સાચું લકરાજ સિદ્ધ કરવાનું હજુ બાકી છે.
તિલક મહારાજના અવસાન પછી તેમના નામ સાથે સ્વરાજ શબ્દ જોડીને પ્રજાએ ફાળે એકઠા કરવા માંડ્યો. તિલક સ્વરાજ ફાળામાં પ્રજાએ એક કરોડ રૂપિયા ભરીને એમનું બાહ્ય શ્રાદ્ધ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com