________________
ZC
કેળિયે થઈ જાવ સ્વાતંત્ર્ય. એ પેદા કરવામાં જેટલી આડખીલી થાય, તેટલું જ આર્થિક નુકસાન પણ થાય. અંગ્રેજોએ આપણને એવી રીતે કેળવ્યા કે આપણે બીજાને માટે ચીજો પેદા કરીએ અને આપણને જોઈતી ચીજો બીજા પેદા કરે. આમાં આપણે એટલા ફસાયા કે જીવનની અનિવાર્ય જરૂરિયાતે પણ બીજા પેદા કરી આપે તે જ આપણે જીવી શકીએ. આથી ભયંકર ઉતપાત પેદા થયે. દા. ત. કાપડ જેવી અતિ આવશ્યક ચીજ પણ આપણને કેઈક બહારથી લાવી આપે. જ્યારે કપાસ જેવી ચીજ બીજાને માટે પકવી આપીએ. જે ચીજની મારા ગામને જરૂર છે તે મેં પરદેશથી મંગાવી. અથવા મારા ગામમાં તે પેદા થઈ શકે તેમ હોવા છતાં તે પેદા ન કરી અને માત્ર પારકાને જ ખપની ચીજો પેદા કરી. આ થઈ આપણું આર્થિક ગુલામી.
વાહનવ્યવહાર પણ આપણા હાથમાં નહીં. આપણે મેટરને ઉપયોગ કરીએ છીએ ખરા, પણ તે બનાવી ન શકીએ. આપણને બનાવવા જ ન દે. આમ પારકાં સાધને વાપરવાનાં થયાં તેથી આપણને બરાબર નુકસાન થયું.
માણસને સ્વમાનભેર સુખથી જીવવા અને સૌને હિતમાં આગળ વધવા જે અધિકારે ભેગવવા મળે તે રાજકીય સ્વાતંત્ર્ય. એ અધિકાર પણ ખૂંચવી લેવાયા એટલે રાજકીય ગુલામી આવી. રાજકીય ગુલામ બનવા માટે જ પ્રથમ આપણને આર્થિક ગુલામ બનાવ્યા.
પહેલાના વખતમાં રાજાઓ એકબીજા પર ચઢાઈ કરતા, અને સામાને હરાવવા માટે તેના કિલ્લાને ઘેરો ઘાલીને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com