________________
તિલક જયંતી
<
?
વન્દેમાતરમ્ ' ખેલતાં પણ જ્યારે લેાકેા ડરતા હતા, જેલ જવું એ જ્યારે સદેહે નરકમાં જવા જેવું લાગતું હતું ત્યારે આ વીર પુરુષે સિ’હુગના કરીને પ્રજાને વીરત્વની દીક્ષા આપી હતી. અપાર સંકટ જાતે વેઠીને પ્રજાને એમણે ઉત્તમ દેષ્ટાન્ત પૂરું પાડ્યું હતું.
૮૫
આજે સદેહે તેએ આપણી વચ્ચે નથી, પણ એમનું મરણ એ જ એમના સાચા જન્મ છે. તેમના ભૌતિક દેહ સત્તાવીસ વર્ષ પહેલાં આ જ દિવસે ગયા; પણ તે જ દિવસે આત્મારૂપે તેમના નવજન્મ થયેા. એની જયંતી આજે આપણે ઉજવી રહ્યા છીએ. જ્યાંસુધી દેહ છે, ત્યાંસુધી આત્માના વિકાસને મધન રહે છે. દેહ જતાં આત્મા નિજ રૂપમાં પ્રકાશે છે. તિલક મહારાજ વિશે એ સથા સાચુ છે.
—તિલક જય'તી, ૧૯૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com