________________
હનુમાન જયંતી
૭૭ અનેક તત્તવે જોઈએ. એમ એક પછી એક અનેક ઉપાધિ આવે અને તે વધ્યાજ કરે. અને જેટલી ઉપાધિ વધે તેટલી રામની સેવા ઓછી થાય.
ભગવાનની સેવામાં જીવન અર્યું, તેથી તેમણે ઘર ન કર્યું. ફક્ત લંગેટીથી જ ચલાવ્યું અને એ રીતે અંગત જરૂરિયાત ઓછામાં ઓછી રાખી. તેમને કઈ લાલચ સ્પર્શી ન શકી અને તે રામમય બની ગયા. તેમને રામની સેવા કરવી હતી એટલે તેમણે લક્ષ્મીને સ્પર્શ ન કર્યો.
લક્ષ્મીની-ધનની સેવા કરનારને ધન મેળવવા ઈચ્છનારને બંધુ, પિતા–બધાને વેચી દેવાં પડે છે. સમાજની સેવા કરનારને પણ બધાંને છેડવાં પડે એમ બને એથી જ સેવાધર્મ અઘરો મનાય છે. સેવાધામનો થોનિનામા: હનુમાનજીને યોગીઓને પણ અગમ્ય એ પરમ ગહન સેવાધર્મ સહજ હતે.
સેવક પિતાની આળપંપાળ જેટલી ઓછી રાખે એટલી તે સમાજની વધુ સેવા કરી શકે એ હનુમાનજીના દષ્ટાંતથી સિદ્ધ થાય છે.
સમર્થ રામદાસે રામ અને હનુમાનની ઉપાસના કરવા જણાવ્યું, તેની પાછળ રાષ્ટ્ર અને સેવકની ઉપાસના કરવાની દષ્ટિ હતી.
હનુમાન જેવા આદર્શ સેવકને વિચાર કરતાં સ્વ. મહાદેવભાઈનું સ્મરણ થાય છે. આદર્શ સેવક આદર્શ ભક્ત હોય જ. ભક્તિ વિના સેવા સંભવતી નથી. પછી તે વ્યક્તિની
વા સમષ્ટિની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com