________________
હનુમાન જયંતી
પ: "
રાજ કરો. હું રામની સેવામાં રહીશ.
એમ કહી તે રામચંદ્રજી સાથે અયોધ્યા જવાને નિર્ણય કરે છે, પણ રામચંદ્રજીના વનવાસને ચૌદ વર્ષને સમય પૂરે થતું હતું અને રામચંદ્રજીને બધા મિત્રાની વિદાય લેવા જતાં સમયસર અધ્યા પહોંચવામાં મેડું થાય તેમ હતું. વળી ભરતે છૂટાં પડતી વખતે કહેવું છે કે ચૌદ વર્ષ પૂરાં થતાં નહીં આવો તે હું એક દિવસ પણ વધુ જીવવાને નથી. એટલે રામચંદ્રજીએ હનુમાનજીને એક દિવસ અગાઉથી મોકલ્યા. ભરત તે રાહ જોઈ જ રહ્યા હતા. અને રામ આજે આવશે કે નહીં તે વિચારતા બેઠા હતા. હનુમાનજી ત્યાં જઈને જુએ છે તે ભરત ચિતા બનાવીને તેમાં પડી આપઘાત કરવાની તૈયારી કરે છે. પણ હનુમાનજી તેમને બચાવી લે છે.
પછી રાજ્યારોહણની વિધિ થાય છે. બધાને ગ્ય આસને મળ્યાં છે, ત્યારે હનુમાનજી રામ તથા સીતાને પંખા નાખવા પાછળ ઉભા છે. એ પંખે નાખવામાં જ તેમને આનંદ છે. એવા પ્રસંગે તે સૌ કોઈને આગળ આવવાનું મન થાય અને જેણે અનેક પ્રકારે સેવા કરી હોય, તેને પાછળ રહેવાનું ન પણ ગમે. પણ હનુમાનજી તે માનપાનથી દૂર નાસતા હતા. એટલે તેમણે સ્વેચ્છાએ તેવું કામ લીધું હતું.
વળી આ પ્રસંગે બધાને એક પછી એક ભેટ આપવામાં આવે છે. ત્યારે બધાને મનમાં થાય છે કે આમાં હનુમાનજીનું નામ કેમ નથી આવતું? એમણે કેટલી બધી સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com