________________
ગીતાજયંતી
આપણી સામે પણ આવા પ્રસંગે આવવાના. એક તરફ માબાપની સેવા કરવાની હોય અને સામે ઘર બળતું હોય અને તેમાં કે છોકરો બળી મરતે હોય તે શું કરશું? આપણે દેડી જઈને છોકરાને બહાર કાઢીને તરત જ માબાપની સેવામાં લાગી જઈશું. એ વખતે અટકેલી માબાપની સેવાએ બંનેનું કલ્યાણ કર્યું છે. ભગવાને ગીતામાં કહ્યું છે: “તું જે કંઈ પ્રવૃત્તિ કરે તે મને અર્પણ કરીને કર!' પુરાણમાં એક વાર્તા છે કે એક વ્યાધ હતું. તે ધર્મિષ્ઠ હતું ને નિયત કર્મ કરતું હતું. તેની પાસેથી પણ કૌશિક બ્રાહ્મણ જ્ઞાન મેળવે છે. કેમકે વ્યાધે કર્મના ફળની ચિંતા ન કરતાં ધર્મકાર્ય ચાલુ રાખ્યું હતું. એટલે મનુષ્ય કર્યું કામ કરે છે તેના કરતાં તેની પાછળ કઈ ભાવના છે એ વધારે મહત્વનું છે. રામાયણમાં શબરીનું પાત્ર આવે છે. તે ભીલડી હતી. તે જ્ઞાની ન હતી. તેને રામની ખબર નહોતી. તેમને જોયા પણ ન હતા. છતાં ઋષિઓએ કહ્યું, ‘આજે મહેમાન આવવાના છે” એટલે તેણે ભક્તિપૂર્વક સેવા કરી. તેથી તેને ભગવાનનાં દર્શન થયાં, અને તેને ઉદ્ધાર થયે.
ગીતાજી કહે છે કે કર્મ કરે. અને કાર્ય કરતાં બંધનમાં ન પડાય એ બતાવે. કર્મ કરતી વખતે યાદ રાખવું કે હું આ શરીરને પાઠ ભજવું છું પણ છું તે બ્રહ્મ જ.
આ શરીર સંસારની રંગભૂમિ પર પાત્ર રૂપે છે, પણ પડદા પાછળના બ્રહ્મને ભૂલવું ન જોઈએ.
વળી “આસક્તિ રાખ્યા સિવાય તે કામ કર એટલે બંધન નહીં થાય” એમ ગીતાજી કહે છે. આજે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com