________________
દત્તજયંતી
ગુરુ દત્તાત્રેયની જયંતીને દત્તજયંતી કહેવામાં આવે છે. ગુજરાતમાં આ જયંતીનું મહત્વ બહુ નથી. અહીં તે તેમની મૂર્તિનું સ્વરૂપ પણ બહુ ઓછા જાણે છે. પણ મહારાષ્ટ્રમાં એકનાથ, તુકારામ વગેરે સંત થઈ ગયા. તેમને દત્તાત્રેયનું માહાત્મ્ય સમજાયું હતું. અને તેમને ગુરુ માનતા હતા : તેથી ત્યાં તેમને મહિમા બહુ છે.
ગુરુ દત્તાત્રેયની વાત પુરાણમાં આવે છે. તે કથા ભલે સત્ય છે કે કાલ્પનિક. પુરાણેમાં એવી ઘણી કથાઓ છે જે કાલ્પનિક હોવા છતાં જ્ઞાનથી ભરેલી અને માર્ગદર્શક છે.
દત્તાત્રેયને ગુરુ કહ્યા છે. ગુરુ એટલે ભારે, માટે, મહાન, શિષ્યમાં રહેલા ગુણેને ઉત્કર્ષ કરે અને તેને આગળ લાવવા એ ગુરુનું કાર્ય છે.
પુરાણમાં ગુરુ દત્તાત્રેયની વાત બહુ મઝાની છે. દંતકથા એવી છે કે તેમની માતાનું નામ અનસૂયા અને પિતાનું નામ અત્રિ હતું. અનસૂયા એટલે અનઅસૂયા–નિંદારહિત. અનસૂયા બહુ પવિત્ર બાઈ હતી. એમની પવિત્રતાથી દેને પણ આશ્ચર્ય થતું. એક વખત દેવને તેમની પવિત્રતાની કસોટી કરવાનું મન થયું. એટલે ઇન્દ્રાદિ ત્રણ દેવે પૃથ્વી પર બ્રાહ્મણવેશે તેમને ત્યાં અતિથિ તરીકે ગયા. અને “પતિ મિશાં રેહી’ કહી ઊભા. અનસૂયા અંદર હતાં. તેમણે અવાજ સાંભળે, એટલે ગૃહસ્થાઈના ધર્મ પ્રમાણે “અતિથિ જે અa' અતિથિનું સ્વાગત કર્યું, અને ત્રણે બ્રાહ્મણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com