________________
ગણેશચતુર્થી વળી તેમને બે સ્ત્રીઓ છે, શક્તિ અને બુદ્ધિ. આવા માણસની શક્તિ અને બુદ્ધિ બંને સાથે જ હેય. બુદ્ધિ એટલે જ્ઞાન અને સાથે જ્ઞાન પ્રમાણે અનુસરવાની શક્તિ. આ બંને સદૈવ સાથે હોય એટલે તે સમાજને દેરી શકે. માટે શક્તિ અને બુદ્ધિને સ્ત્રીએ કલ્પી છે.
વળી તેનું વાહન કેવું એને વિચાર કરે. આવડા ગણપતિનું વાહન ઉંદર રાખ્યું. શાથી? ઉંદર ચાલે ત્યારે અવાજ ન થાય. સિંહ કે એવું મેટું વાહન હેય તે અવાજ કરે, અને બધે જઈ શકે નહીં. ઉંદર તે નાનામાં નાની જગ્યાએ પણ જાય, ઊંડે જાય અને ઉપર પણ બધે ફરે. એવી રીતે સમાજને આગેવાન ઉપલા થરમાં પણ પહેચી શકે એ જોઈએ, અને ઠેઠ નીચલા થરમાં–ગરીબમાં ગરીબની ઝૂંપડીમાં પણ પહોંચી શકે એ હવે જોઈએ. તે મહેલમાં પણ સમાય અને ઝૂંપડીમાં પણ સમાઈ શકે તે હોય.
આમ તેના સ્વરૂપના એકે એક નાના મોટા અંગની પાછળ ચેકસ દષ્ટિ છે.
આવે આગેવાન તે ગણપતિ અને આવા આગેવાનનું મૂર્તિ-સ્વરૂપ ઘડવું હોય તે માણસના ધડ ઉપર હાથીનું માથું ગોઠવી દેવું રહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com