________________
દત્તજયંતી
૬૭
મેં સરદારશ્રીનાં પુત્રી મણિબહેનમાં જોઈ છે. ગુરુ દત્તાત્રેય ઝાડ વગેરેના લાભ સમજીને તેમની પાસેથી શીખ્યા. તેથી જ તે સાચા ગુરુ બની શક્યા. - જે બ્રહ્માંડમાં છે, તે આણુમાં છે, અને તે જ પિંડમાં છે. વડના ટેટાના દરેક બીજમાં વડ થવાની તાકાત ભરેલી છે. અણુ એટલે જેને છેદ ન થઈ શકે છે. એવા ઘણું અણુ ભેગા થાય એટલે પૃથ્વી થાય. ઈશ્વરી વિભૂતિ આણુથી માંડીને પૃથ્વી, ઝાડ, પાણી, અગ્નિ વગેરે બધામાં છે. કેટલાક કહે છે કે હિંદુઓ પથ્થરને પૂજે છે. એની પાછળની ભાવના ભૂંસાઈ ગઈ છે. પણ સાચી ભાવના એ છે કે પથ્થરમાં પણ ઈશ્વરી તત્વ છે જ; જેમ ઝાડમાં છે. હિંદુઓ ગુણપૂજક છે, જડપૂજક નથી. તેથી જ હિંદુઓ સૂર્ય, અગ્નિ, પાણી વગેરેને પૂજે છે. આજે તે કઈ વિજ્ઞાની હશે તે કહેશે, પાણીમાં તે હાઈડેજન છે અને ઑકિસજન છે. તે બે તને ભેગાં થાય એટલે પાણી થાય એમાં વિશેષ શું? છતાં પાણી તે પેલા વિજ્ઞાનીની પણ તરસ છીપાવશે અને ગુરુ દત્તાત્રેયની પણ છીપાવશે. પણ ગુરુ દત્તાત્રેય જેવા પાણ પાસેથી ભક્તિભાવ મેળવશે, જે પેલા વિજ્ઞાની નહીં મેળવી શકે.
ઈશ્વરી તો બધામાં છે અને આપણામાં પણ છે. તે આપણે ખીલવીએ તે ખીલે. તેમાંથી જેની જેવી શક્તિ અને ભાવના તે રસ મળશે. મરચું જમીનમાંથી તીખાશને ખેંચશે, જ્યારે શરડી એ જ જમીનમાંથી ગળપણને ખેંચશે. એવી સાચી દષ્ટિ થાય તે ગુણે ખેંચવાનું સૂઝે. પણ સાચી દષ્ટિ કેમ આવે? સાચું જ્ઞાન કેમ થાય ? જ્ઞાનને મહિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com