________________
ગીતાજયંતી
૫૭
સરકાર સાથે લડીએ છીએ અને જેલમાં જઈએ છીએ ત્યારે કઈ જેલમાં જવામાં આનંદ માને તે તે ગ્ય નથી. શું જેલ ગમવાથી જેલમાં જઈએ છીએ? ના, જેલ જવામાં આનંદ ન હોય. પણ જે કર્તવ્ય કર્મ કરતાં કરતાં જેલમાં જવું પડે તે તે સારી રીતે ભેગવી જાણવી જોઈએ. આપણે કંઈ ગુનેગાર કેદી નથી. આપણે તે સ્વરાજ તરફ મેં રાખીને જેલ ભેગવવી જોઈએ. સ્વરાજના સૈનિક માટે જેલ એ રંગભૂમિ જેવી છે.
ગીતામાં સંજયનું પાત્ર આવે છે. એ પંડિત હતું, પણ તેનામાં કર્તૃત્વ શક્તિ ન હતી. તે આંધળાને–અજ્ઞાનીને સમજાવતું હતું. તેને વિશ્વરૂપ દર્શનની સમજ પડી હતી. પણ એને કંઈ લાભ ન થયે. પણ અજુનમાં કર્તૃત્વશક્તિ હતી અને તે ઉપરથી જ્ઞાન થયું એટલે તેને લાભ થયે.
એ સંજય છેવટે ધૃતરાષ્ટ્રને કહે છે: “જ્યાં યુગેશ્વર એટલે કુશળતાના સ્વામી કૃષ્ણ છે અને જ્યાં તેમના કહેવા પ્રમાણે આચરનાર અજુન છે, ત્યાં શ્રી છે, વિજય છે, નીતિ છે અને કલ્યાણ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com