________________
યજ્ઞને મહિમા ચજ્ઞ એટલે ઘસાવું. આ જગત યજ્ઞથી ટકી રહ્યું છે, એટલે કે એકબીજાના ઘસારાથી ટકી રહ્યું છે. કે કેઈને માટે ઘસાય જ નહીં તે ક્ષણભર જગત ટકે નહીં.
પણ ઈશ્વરે રચના જ એવી કરી છે કે સ્વાભાવિક રીતે દરેક ઘસાય જ છે.
આપણને પ્રભુએ બે શરીર આપ્યાં છે: (૧) ધૂળ. શરીર (૨) સૂક્ષ્મ શરીર-મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બંને શરીર આપણને કેઈના ઘસારામાંથી મળ્યાં છે. પ્રથમ આપણી માતાને ધાવીને આપણે મેટા થયા તેની પાસેથી અમુક વખત પિષણ મળ્યું. પછી પૃથ્વી માતા આપણને આખી જિંદગી સુધી પડ્યું છે.
ગીતામાં કહ્યું છે કે જે લે છે અને પાછું નથી આપતે, તે ચાર છે. પૃથ્વી માતા આપણને પોષે છે, પણ આપણે તેને કંઈ પાછું આપીએ છીએ કે નહીં તે તપાસીએ.
પૃથ્વી કેવી રીતે પાષણ આપે છે? એક બીજ હોય. તેને આપણે જમીનમાં નાખીએ. બીજમાં જીવનતત્વ હોય છે. તે જમીનમાં પડે છે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. તેનાથી બીજનાં ત ઓગળે છે અને તેમાંથી અંકુર ફૂટે છે. એ અંકુર બીજનું બધું જીવનતત્વ ખાઈ જાય છે, અને પિતે વધે છે. જેટલું તે ઉપર વધે છે, તેટલું નીચે પણ જાય છે. બીજનું તત્વ પૂરું ખવાઈ જાય છે, ત્યારે અંકુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com