________________
વર્ણાશ્રમ ધર્મ તે સાચો આચાર્ય નથી, પણ શુદ્ધ જીવન જીવવાને માટે જે આચાર શીખવે તે આચાર્ય અને આત્માનું (અથવા કર્તવ્યનું) ચિંત્વન તે સ્વાધ્યાય.
ઇશ્વરપ્રણિધાન–રામ રામએમ માળા ફેરવશે. અને ભગત બનશે.
આમ બધા નિયમે જડની જેમ પાળશે. અને એવા નિયમ પાળીને પિતાને શ્રેષ્ઠ મનાવવા પ્રયત્ન કરશે. તેવા લેકે કહેશે કે ગાંધીજીએ વર્ણ ધર્મનું રસાતાળ કાઢી નાખ્યું, બળાવાડે ક્યો અને બધાને એક આરે કરી દીધા.
ખરી રીતે, ગાંધીજીએ કંઈ કર્યું નથી. એમણે તે એ સ્થિતિ થયેલી જોઈને તે બધાને બતાવી છે. એ તે સાચે વર્ણ ધર્મ સ્થાપવા માગે છે. આજે તે વર્ણ ધર્મ મરી ગયે છે. આજે તે કેટલાક શબ્દનો અર્થ પણ બદલાઈ ગયા છે. એના એક બે નમૂના આપું.
સ્વયંપાકી–પિતાની મેળે રસોઈ કરીને જમે, તેને સ્વયંપાકી કહેવાય છે. ખરી રીતે પિતાની મહેનતનું ખાનાર સ્વયંપાકી છે.
વટલાવું–આજે તે કેઈના વાસણનું પાણી પીએ કે અનાજ ખાય તે વટલાયે ગણાય છે. પણ તે પાણી અને અનાજ સ્વચ્છ અને શરીરને પથ્ય તથા પિષક હેય તેય વટલાયે કહે છે.
વટલાવાને અર્થ એ છે કે પારકાની મહેનતનું ખાવું. દરેકે પોતે મહેનત કરીને ખાવું જોઈએ. જે તેમ તે ન કરે તે વટલાયે ગણુય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com