________________
૪૭
--
-
આશ્રમ ધર્મ એટલે તેમને એ જીવનથી સંતોષ થશે. જે તે સમય દરમ્યાન સંતોષ ન થાય તે સમજવું જોઈએ કે તેના બ્રહ્મચર્યાશ્રમમાં એટલી ઊણપ રહી હતી. ટેવે પાડવામાં ક્યાંક ખામી રહી ગઈ હતી.
વાનપ્રસ્થાશ્રમ-૫૦ વર્ષે તે વનમાં પ્રવેશશે. વનમાં એટલે જંગલમાં નહીં, પણ સમાજના કલ્યાણમાં તે ગૃહસ્થા જીવન પૂરું કરશે, એટલે બાળક વગેરેને કેળવીને તૈયાર કર્યા હશે એટલે તેમની ચિંતા નહીં હોય. એટલે પિતાનું અધું અનુભવવાળું જ્ઞાન સમાજના હિતાર્થે વાપરશે.
અને સમાજનું કામ કરતાં કરતાં તૃપ્તિ થશે એટલે તેની છેલ્લી સ્થિતિ સંન્યાસની આવશે.
સન્યાસાશ્રમ–સંન્યાસના વસ્ત્રોને રંગ ભગ રાખવામાં આવ્યું છે. તેનું કારણ શું તે જાણે છે? સળગતા કોલસાને રંગ કે હોય છે? તે ભાગ હોય છે. સળગતા કોલસામાં ધૂણી નથી હોતી. તેમ સંન્યાસીમાં વાસના નથી હતી. તેની વાસના બળી ગઈ હોય છે.
સંન્યાસ-સમ + ન્યાસ = સારી રીતે છોડવું. તે વાસના અથવા ફલાશાને સંપૂર્ણ રીતે છોડે છે. તે વાનપ્રસ્થાશ્રમમાં લેકહિતાર્થે કામ કરે. અને પછી તે પ્રવૃત્તિ એટલી બધી વધી જાય કે તે સ્થિર રહે ત્યારે વધુમાં વધુ પ્રગતિ કરે એમ બને છે. જેમ ભમરડાની ગતિ બહુ જ હોય છે, ત્યારે તે સ્થિર જેવું લાગે છે, તેમ સંન્યાસીની પ્રવૃત્તિ એટલી બધી વધે કે તે શાન્ત જેવું લાગે છે. તે અમુકને જ જ્ઞાન આપે એમ ન હેય. તે ઝાડની જેમ જે આવે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com