________________
આશ્રમ ધર્મ વર્ણધર્મની વાત આગળ થઈ છે. હવે આશ્રમ ધર્મની વાત કરીશ.
વર્ણ એ વૃત્તિ છે. જેમકે બ્રાહ્મણે બ્રાહ્મવૃત્તિથી જીવવું જોઈએ. એણે એને મળેલી ફરજો બજાવવી જોઈએ. વર્ણ પોષણ માટે છે, સમાજ ટકાવવા માટે છે અને આશ્રમ ધર્મ મેક્ષ-મુક્તિ માટે છે.
વર્ણ અને આશ્રમ બંને ધર્મો એકબીજાને ટેકે આપે છે. જે એકબીજાને ટેકે ન આપે તે સમજવું જોઈએ કે ક્યાંક ખામી છે.
આજે વર્ણ નથી અને આશ્રમ પણ નથી. જન્મથી વર્ણ નક્કી થાય છે, પણ સાચી રીતે કર્મથી નક્કી થવા જોઈએ.
વર્ણની જેમ ચારે આશ્રમ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ) જગતમાં બધે જ છે અને રહેશે. પણ હિન્દુધર્મો તેની વ્યવસ્થિત ભેજના કરી છે, એટલે સહજ રીતે સમાજ વ્યવસ્થિત ચાલે, અને વ્યક્તિગત જીવન સહેજે ઉન્નત થઈ શકે.
પ્રથમ અવસ્થા-બ્રહ્મચર્યાશ્રમ–માણસ પ્રથમ ઘડાય છે, પછી તે કાર્યક્ષમ બને છે. દરેક ચીજ વિશે પણ તેમ જ છે. માટીમાંથી ઘડાઈને વાસણ તૈયાર થાય છે ત્યારે તેને ઉપગ જમવા માટે થઈ શકે છે. એકલી માટીમાં જમવાનું થઈ શકતું નથી. એવી જ રીતે મનુષ્યના દેહનું પણ છે.
પક્ષી અને માણસ હિજ ગણાય છે. તે બે વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com