________________
વર્ણાશ્રમ ધર્મ છે. એટલે વણું ક્યાં રહ્યો? એવી રીતે આજે પિતાની ફરજ કોણ બજાવે છે? સમાજ માટે કોણ કેટલા ઘસાય છે? આજે તે પિતાના સ્વાર્થ માટે આખા સમાજનું અકલ્યાણ કરતાં પણ કો અચકાતા નથી. એટલે ધર્મ પણ નથી રહ્યો.
તેમ છતાં જન્મે બ્રાહ્મણ હશે એ કહેશે કે હું બ્રાહ્મણ છું અને શ્રેષ્ઠ છું, પછી ગમે તે ધંધે ગમે તે રીતે કરતે હાઉં. આવું બધું ક્યાં સુધી નભે? એને બીજા લોકો બ્રાહ્મણ ન કહે અને શ્રેષ્ઠ ન માને તે તે આખા સમાજને નુકસાન કરવા તૈયાર થાય છે.
પિતાના અંગત સ્વાર્થ માટે આખા સમાજને નુકસાન કર્યું હોય એવા દાખલા આપણું ધર્મશાસ્ત્રોમાં પણ છે.
દ્રોણાચાર્યની વાત કરીએ :–
તે એક ગરીબ અને સમર્થ બ્રાહ્મણ હતા. પણ એમને ગરીબાઈમાં શરમ આવી. ખરી રીતે બ્રાહ્મણ માટે ગરીબાઈ
ભારૂપ છે. તે વિદ્યાર્થી અવસ્થામાં હુપદ રાજાની સાથે રહીને ભણ્યા હતા. બંને સહાધ્યાયી હતા. તે દ્રપદના રાજ્યમાં રહેતા હતા. પિતાના દીકરા અશ્વત્થામાને પીવા દૂધ નથી મળતું, એથી એમનાં પત્નીના આગ્રહથી તે રાજા દ્રુપદ પાસે ગાયની યાચના કરવા ગયા. જૂની મિત્રાચારી યાદ કરી, ગાયની જરૂરિયાત જણાવી. દ્રુપદે ગાય ન આપી અને અપમાન કર્યું. એટલે દ્રોણચાયે પિતાને થયેલ અપમાનને બદલે લેવાને નિર્ણય ક્યો, અને તેનું રાજ્ય છોડીને હસ્તિનાપુર ગયા. ત્યાં તેમણે પાંડવ-કોરને ભણાવ્યા. શા માટે? દ્રપદને બદલે લેનાર ક્ષત્રિયે તૈયાર કરવા માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com