________________
ચૌદમું :
: ૧૧ :
પાપને પ્રવાહ न तथा रिपुन शस्त्रं न विषं, न हि दारुणो महान्याधिः । उद्वेजयन्ति पुरुषं यथा हि कटुकाक्षरा वाणी ।। १ ।।
પુરુષને જેટલો સંતાપ કઠેર અક્ષરવાળી વાણીથી થાય છે, તેટલે સંતાપ શત્રુ, શસ્ત્ર, વિષ કે દારુણ મહાવ્યાધિથી પણ થતો નથી.
પાંડવોએ સુંદર મીનાકારીવાળા મહેલ બનાવ્યું અને તેની ફરસબંધી કાચવડે કરી. પછી કૌરને તે મહેલ જેવાનું આમંત્રણ આપ્યું, ત્યારે કૌર આવ્યા અને તેમણે “નીચે પાણી ભરેલું છે,” એમ માનીને કપડાં ઊંચા લઈ ચાલવા માંડયું. તે વખતે દ્રૌપદીએ કહ્યું કે “આંધળાના તે આંધળા જ હોય ને ? ” આ કઠોર વચન કૌરની છાતીમાં તાતા તીરની જેમ ખૂલી ગયું અને તેનાથી જે સંતાપ થયે તે ભયંકર વૈરમાં પરિણમ્યું, જેનું છેવટ મહાભારતના ખૂનખાર યુદ્ધમાં આવ્યું. તાત્પર્ય કે-ક્રોધ, અભિમાન કે મશ્કરીમાં કેઈને પણ કઠોર વચન કહેવું નહિ. એક કવિએ ઠીક જ કહ્યું છે કે
वरं मौनेन नीयन्ते, कोकिलैरिव वासराः। यावत्सर्वजनानन्ददायिनी गीः प्रवर्तते ॥१॥
જ્યાં સુધી પોતાની વાણું સર્વ જનને આનંદ આપે તેવી મધુર થતી નથી, ત્યાં સુધી કેયલ મૌનમાં દિવસો પસાર કરે છે. તેવી રીતે મનુષ્ય બીજાને આનંદ ઉપજાવે તેવી વાણી ન બલી શકે, તે તેણે પોતાના દિવસો મૌનમાં પસાર કરવા સારા.
અથવા એ પણ ઉચિત જ કહેવાયું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com