________________
ચૌદમું :
: ૫૫ :
પાપનો પ્રવાહ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ બંને દોષનું દુર્જયપણું વર્ણવતાં યેગશાસના ચતુર્થ પ્રકાશમાં કહ્યું છે કે
आत्मायत्तमपि स्वान्तं, कुर्वतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य, परायत्तं विधीयते ॥१॥
અન્તઃકરણને આત્માધીન બનાવનારા રોગીઓનું મન પણ રાગ અને દ્વેષનું આક્રમણ થતાં પરાધીન બની જાય છે.
रक्ष्यमाणमपि स्वान्तं, समादाय मनाग्मिषम् । पिशाचा इव रागाद्याच्छलयन्ति मुहुर्मुहुः ॥१॥
ગીએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે ઉપાવડે અંત:કરણનું રક્ષણ કરે છે, છતાં રાગ અને દ્વેષ (એવા ધૂર્ત છે કે જે) કંઈ પણું બહાનું કાઢીને તેમાં પેસી જાય છે અને પિશાચની જેમ તેમને વારંવાર છળે છે.
रागादितिमिरध्वस्त-ज्ञानेन मनसा बनः । अन्धेनान्ध इवाकृष्टः, पात्यते नरकावटे ॥१॥
એક આંધળે બીજા આંધળાથી ખેંચાઈને જેમ ખાડામાં પડે છે, તેમ રાગાદિ અંધકારવડે જેનું જ્ઞાન નષ્ટ થયું છે. એવા મનવડે મનુષ્ય નરકના ખાડામાં પડે છે.
ભાઈઓએ બીજા પ્રત્યે ખુલ્લો અન્યાય આચર્યો હોય, છતાં પક્ષ કોને લેવાય છે? પત્ની પાડશશુ સાથે ખેટે ઝઘડે કરી આવી હોય છતાં વાંક કેને કઢાય છે? છોકરાએ ખરેખર બીજાનું અડપલું કર્યું હોય છતાં કહેવા આવે ત્યારે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com