Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 62
________________ ધમધચંથમાળા : ૫૮ : = પુષ્પ રાખવે, કારણ કે નેહના મૂળમાં રાગ રહેલો છે અને સદુભાવના મૂળમાં કલ્યાણની વૃત્તિ રહેલી છે. કુટુંબીજને અને મિત્રે પ્રત્યે જે સદૂભાવથી વર્તવામાં આવે તે ઉભયનું હિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે મનુષ્ય કુટુંબીજને કે મિત્ર વગેરે પ્રત્યે રાગાંધ ન બનતાં તેમને પણ સન્માર્ગે ચડાવવા અને એ જાતને પુરુષાર્થ કરવામાં આનંદ માણ ઈષ્ટ છે, પરંતુ તેમની કુપથગામી વૃત્તિઓને પિષવી અને તેમાં આનંદ માણો એ હરગીઝ ઈષ્ટ નથી. જે આટલી વાત મનુષ્ય બરાબર સમજી લે અને તેને અમલ કરે તે પ્રત્યેક કુટુંબ આદર્શ બની જાય અને સમસ્ત સમાજ પણ સુવ્યવસ્થિત બને. - દ્વેષ એટલે અણગમે કે તિરસ્કાર, તેનું સ્વરૂપ અગ્નિના તણખા જેવું છે. જેમ અનિને નાને સરખે તણખે ઘાસની મોટામાં મોટી ગંજીને બાળી નાખે છે, તેમ દ્વેષને છેડે ઉદય પણ મનુષ્યના મહાન ગુણેને નાશ કરે છે. દ્વેષ ઉત્પન્ન થયે કે ઈર્ષ્યા આવે છે અને ઈર્ષ્યા આવી કે ગુણગ્રાહર્તા એક ખૂણે લપાઈ જાય છે, તેથી સામાના દે દસગણુ દેખાવા લાગે છે અને ગુણ ગમે તેવડા મોટા હોય તે પણ નજરે પડતા નથી. બીજા શબ્દોમાં કહીએ તે ઈર્ષ્યાથી ગુણગ્રાહકતા નાશ પામે છે અને ગુણગ્રાહકતા નાશ પામતાં આત્માનું અધઃપતન અનિવાર્ય બને છે. આજ સુધી જે આત્માઓ અભ્યદયના માર્ગે આગળ વધ્યા છે અથવા સાચી સફલતાના અધિકારી થયા છે, તે સર્વેએ ગુણગ્રાહકતાને આશ્રય લીધું હતું અને હવે પછી પણ જે આત્માઓને અસ્પૃદયના માર્ગે આગળ વધવું હશે કે સાચી સફલતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82