Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 63
________________ ચૌદ : ૫ પાપને પ્રવાહ અધિકારી થવું હશે તેમણે ગુણગ્રાહકતાને આશ્રય લે જ પડશે. ગુણ જેનારમાં ગુણને સંગ્રહ થાય છે અને દેશ જેનારમાં દેષને સંગ્રહ થાય છે, કારણ કે ચારશો માવના તાદશ સિદ્ધિઃ એ વિશ્વને સનાતન નિયમ છે. ઈષ્ય આગળ વધી કે નિંદા શરૂ થાય છે, જે વિચાર અને વાણી બંનેને અપવિત્ર બનાવે છે તથા કાર્યોમાં પણ અનુચિતતાને ઉમેરે કરીને શરૂ થયેલા આત્માના અધઃપતનને વધારે વેગ આપે છે, પરંતુ વાત એટલેથી જ અટકતી નથી. નિંદાને અતિરેક વૈરવૃત્તિને આમંત્રણ આપે છે અને વૈરવૃત્તિ આવી પહોંચી કે મનુષ્ય સારાસાર, હિતાહિત કે કર્તવ્યાકર્તવ્ય બધું ભૂલી જઈને ખુલ્લંખુલ્લા અન્યાયને આશ્રય લે છે, નીતિને કેરે મૂકે છે અને ન કરવા જેવાં અનેક કાર્યો • કરીને અધઃપતનના ઈતિહાસને પૂરી કરે છે. અહ હૈષની લીલા ! એનું શું વર્ણન કરીએ? એણે ભાઈ-ભગિનીઓને છોડ્યા નથી, મિત્રો અને મુરબ્બીઓને મૂક્યા નથી, તેમજ સપુરુષ અને સાધુસંતોને સતાવવામાં પણ પાછી પાની કરી નથી ! આવા દુષ્ટશિરોમણિ શ્રેષને ક સજજન પિતાના દિલમાં સ્થાન આપે? તાત્પર્ય કે-રાગ અને દ્વેષને આત્માના પરમ શત્રુ જાણીને તેમનો સમભાવરૂપી સબળ શસવડે સંપૂર્ણ સંહાર કરવો એ સુજ્ઞજનેનું પરમ કર્તવ્ય છે. કહ્યું છે કે अस्ततंद्ररतः पुंभिनिर्वाणपदकांक्षिमिः। विधातव्यः समत्वेन, रागद्वेषद्विषजयः ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82