________________
: : ૭૧ :
પાપને પ્રવાહ નીચ મનુષ્ય પારકાની નિંદા કરવામાં દશ વદનવાળા થાય છે, પારકાના દોષ જોવામાં સહસાક્ષી એટલે હજાર આંખેવાળો થાય છે અને સજજનેનું (ન્યાયનીતિવાળાઓનું) દ્રવ્ય હરણ કરવામાં હજાર હાથવાળો અજુન બને છે. અર્થાત્ બીજાની નિંદા કરવી, બીજાના દેષ જેવા અને બીજાનું દ્રવ્ય હરણ કરવું એ અધમતાની પરાકાષ્ઠા છે.
બીજાના દેશે જેનારે પિતાના આત્માને એ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે “હું કે છું? શું હું ગુણને ભંડાર છું? મારામાં કોઈ દોષ નથી? તે મારા દોષો સુધારવાને બદલે હું બીજાની નિંદા કરવામાં શા માટે પ્રવૃત્ત થાઉં છું?” કઈ કવિએ સાચું જ કહ્યું છે કે
असंख्या परदोषज्ञा, गुणज्ञा अपि केचन । स्वयमेव स्वदोषज्ञा, विद्यन्ते यदि पश्चषाः ॥१॥
આ જગતમાં બીજાના દેશે જેનારા મનુષે અસંખ્ય છે, ગુણને જેનારા મનુષ્ય બહુ થોડા છે અને પિતાના દે પિતાની મેળે જેનારા તે માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલા જ (પાંચ કે છે) છે.
આ વિષયમાં પૂજ્યશ્રી સમયસુંદરજી ગણિનાં વચને પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છેઃ આપ સંભાળે સહુ કે આપણે રે,
નિંદાની મૂકે પછી ટેવ રે; થાડે પણ અવગુણ સહ ભર્યા રે,
કેનાં નળિયાં ચએ કેહનાં નેવ રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com