________________
: ૭૫ : પાપને પ્રવાહ मिथ्यात्वं परमो रोमो, मिथ्यात्वं परमं विषम् । નિધ્યાત્રિ ઉપર શધ્યિાતં વર્ષ તમઃ ?
આ જગતમાં તાવ, ખાંસી, દમ, શૂળ, સંગ્રહણી વગેરે અનેક પ્રકારના રોગે છે, પરંતુ તેમાં કઈ રોગ મિથ્યાત્વ જે માટે નથી. વળી આ વિશ્વમાં અફીણ, વછનાગ, સોમલ, તાલપુટ, હળાહળ આદિ અનેક પ્રકારના વિષે છે, પરંતુ તેમાંનું કઈ વિષ મિથ્યાત્વ જેટલું કાતિલ નથી; તેમજ આ દુનિયામાં શત્રુઓ પણ અનેક પ્રકારના છે, પરંતુ તેમને કઈ શત્રુ મિથ્યાત્વ એટલે બળવાન નથી; અને આ લેકમાં અમાસનું અંધારું ગાઢ ગણાય છે, પરંતુ મિથ્યાત્વને અંધકાર તેના કરતાં અનેકગણે ગાઢ છે, કારણ કે તેના યોગથી દેવ, ગુરુ અને ધર્મનું સત્ય સ્વરૂપ સમજાતું નથી.
અથવા– जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । अपि जन्मसहस्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥ १॥ રેગ, અંધકાર, શત્રુ અને વિષ એક જ જન્મમાં દુઃખ આપે છે, પરંતુ જેને ઉપચાર થયે નથી, તેવું મિથ્યાત્વ હજારે ભવ સુધી દુઃખ આપે છે.
• देवो रागी यतिः सङ्गी, धर्मः प्राणिनिशुम्भनम् । मूढदृष्टिरिति ब्रूते, युक्तायुक्ताविवेचकः ॥१॥ યુક્ત અને અયુક્તનું વિવેચન કરવામાં અસમર્થ એ મૂઢદષ્ટિ(મિથ્યાત્વી) રાગીને દેવ માને છે, સ્ત્રીસંગ કરનારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com