Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૫૩૨૨
૩૦૦૪૮૪૬
www.umaragyanibhanu
can
Page #2
--------------------------------------------------------------------------
________________
ज्ञान
પાપના પ્રવાહ
[ અઢાર પાપસ્થાનક ]
D
થાળી
'રામાય*
પુષ્પ : ૧૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
w.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
//S /
!
0
-
ક
.
.
-
-~
--
:
I
૪.......
--
-----
ધર્મબોધ ગ્રથમાળા-પુષ:૧૪: GR
ovie someone |
પાપનો પ્રવાહ [ અઢાર પા૫સ્થાનક]
:
મામ :
: લેખક : ધીરજલાલ ટોકરશી શાહ
Opport
--
--
-છce
DowcwSto
--
---
10
મ
:
: પ્રકાશક 's
on
ત
N
www
શ્રી મુક્તિકમલ જૈન મહાગ્રન્થા .
કાર્યાધિકારી-લાલચંદ નંદલાલ શાહ ઠે. રાવપુરા, ઘીકાંટા, વકીલ બ્રધર્સ પ્રેસ-વડોદરા.
બા
આવૃત્તિ ૧ લી.
ક. ૧૦ આના
વિ. સં. ૨૦૦૮.
..
મુદ્ર શાહ ગુલાબચંદ વલ્લભાઇ, શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
પાપનો પ્રવાહ
(૧) પ્રાણાતિપાત (હિંસા ) (૨) મૃષાવાદ (અસત્ય) (૩) અદત્તાદાન (ચોરી) (૪) મિથુન (૫) પરિચય (ધનધાન્યાદિમૂછ) (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લેભ (૧૦) રાગ (૧૧) દેવ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (૧૪) પશુન્ય (૧૫) રતિ-અરતિ (૧૬) પર-પરિવાદ (૧૭) માયા-મૃષાવાદ (૧૮) મિથ્યાત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પાપનો પ્રવાહ
પ્રજ્ઞાનિધાન પરમપુરુષોએ એ વાતઃ પુનઃ પુનઃ ઉચ્ચારી છે કે “પ ટુરં વાત–આ જગતમાં જે કંઈ સુખ દેખાય છે, તેનું કારણ ધર્મ છે અને જે કંઈ દુઃખ દેખાય છે, તેનું કારણ પાપ છે; માટે સુખના અભિલાષી આત્માઓએ પાપકર્મ કરવું પણ નહિ અને કરાવવું પડ્યું નહિ. તેમજ કેઈ પાપાચરણ કરતું હોય તેની અનુમોદના પણ કરવી નહિ.”
સર્વનું સમાન હિત ચાહનારા સંતપુરુષેએ ફરી ફરીને શિખામણ આપી છે કે
दुःखं वरं चैव वरं च भैक्ष्यं, वरं च मौख्य हि वरं रुजोऽपि । मृत्युः प्रवासोऽपि वरं नराणां,
परं सदाचारविलङ्घनं नो ॥१॥ દુઃખ ભોગવવું સારું, ભિક્ષા માગવી સારી, અથવા મૂર્ખતા પણ સારી, રેગ આવે તે પણ સારા અને મૃત્યુ થાય કે સદા ફરતું રહેવું પડે તે પણ સારું, પરંતુ મનુષ્યએ સદાચારનું ઉલ્લંઘન કરવું સારું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચંથમાળા : ૨ :
* પુષ્પ નીતિવિશારદાએ જગતના વિવિધ વ્યવહાર અને તેમાંથી નીપજતાં પરિણામોને બહેને અનુભવ લીધા પછી ઉચાર્યું છે કે
अकर्तव्यं न कर्त्तव्यं, प्राणैः कण्ठगतैरपि । સુવ્ય તુ બં, કાળે જઇતૈિો છે ? ||
પ્રાણ કંઠે આવે તે પણ અકર્તવ્ય કરવું નહિ અને પ્રાણ કંઠે આવે તે પણ સુકર્તવ્ય અવશ્ય કરવું.
મનુષ્ય સ્વભાવનું ચિત્ર દોરનારા કવિઓએ કહ્યું છે કેराजदण्डभयात्पापं, नाऽऽचरत्यधमो जनः । परलोकभयान्मध्यः, स्वभावादेव चोत्तमः ॥ १ ॥
અધમ જને રાજદંડના ભયથી પાપ કરતા નથી, મધ્યમ જને પરલોકના ભયથી પાપ કરતા નથી, જ્યારે ઉત્તમ જને સ્વભાવથી જ પાપ કરતા નથી, અર્થાત્ પાપકર્મમાં પ્રવૃત્ત થવું એ સજજનેના સ્વભાવમાં જ હેતું નથી.
પાપકર્મ કોને કહેવાય?” એને ઉત્તર એ છે કે “જે દુજાનિબંધ-દુર્ગતિનું કારણ છે અને કુલમાતાવિશ્વગં–મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં અંતરાયરૂપ છે તે પાપકર્મ કહેવાય.”
“ આવા પાપને પ્રવાહ કઈ ક્રિયાઓ કે કઈ પ્રવૃત્તિથી ચાલે છે?” એને ઉત્તર એ છે કે –
पाणाइवायमलियं, चोरिक मेहुणदविणमुच्छं । कोहं माणं मायं, लोभं पिलं तहा दोसं ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
આ અવતાર ગણુ છે, પતિપાતની
ચૌદમું:
: ૩ :
પાપને પ્રવાહ कलहं अब्भक्खाणं, पेसुन्नं रइ-अरइ समाउत्तं । परपरिवायं माया-मोसं मिच्छत्तसल्लं च ॥ १॥
(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) ચેરી-અદત્તાદાન, (૪) મૈથુન, (૫) દ્રવ્યની મૂરછ–પરિગ્રહ, (૬) કેધ, (૭) માન, (૮) માયા, (૯) લેભ, (૧૦) પ્રેમ-રાગ, (૧૧) બ્રેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ–અરતિ, (૧૬) પર પરિવાદ, (૧૭) માયા-મૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય–એ અઢાર કિયાએથી પાપને પ્રવાહ ચાલે છે, એટલે કે તે પાપનાં ઉદ્દગમસ્થાને છે.
આ અઢાર પાપસ્થાને કે પાપસ્થાનકેમાં પ્રથમનાં પાંચ મુખ્ય છે અને બાકીનાં તેર ગણુ છે, અર્થાત્ પ્રથમનાં પાંચ ઘટે તે
બાકીનાં તેર પણ ઘટે છે. તેમાં પણ પ્રાણાતિપાતની મુખ્યતા છે, - એટલે સહુથી પહેલાં તેને નિર્દેશ કરવામાં આવ્યે છે.
૧. પ્રાણાતિપાત (હિંસા) પ્રાણુતિપાત એટલે પ્રાણને અતિપાત. પ્રાણ શબ્દથી પાંચ ઈદ્રિયે, મને બળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણે સમજવાનાં છે. તેને અતિપાત કર એટલે તેનું અતિક્રમણ કરવું, તેને વ્યાઘાત કરે કે તેને વિનાશ કર. તાત્પર્ય કે-કઈ પણ પ્રાણુને જાનથી મારવું, તેનાં અંગોપાંગ છેદવાં કે તેને પીડા યા દુઃખ ઉપજાવવું તે પ્રાણાતિપાત કહેવાય છે. હિંસા, વિરાધના, મારણ, ઘાતના, આરંભ-સમારંભ વગેરે તેના પર્યાય શબ્દ છે.
નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધગ્રંથમાળા : ૪ :
जावन्ति लोए पाणा, तसा अदुवा थावरा । ते जाणमजाणं वा, न हणे नो वि घायए ॥१॥
સંસારમાં ત્રસ અને સ્થાવર જે કઈ પ્રાણીઓ છે, તેને જાણતાં કે અજાણતાં હણવાં નહિ તેમજ હણાવવાં પણ નહિ.
जगनिस्सिएहिं भूएहि, तसनामे हि थावरेहिं च । नो तेसिमारमे दंडं, मणसा वयसा कायसा चेव ॥१॥
જગતમાં રહેનારા ત્રસ અને સ્થાવર જીવે પર મનથી, વચનથી અને કાયાથી કઈ પણ જાતને દંડપ્રયેગ કરે નહિ.
पुढवी जीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणी। वाउजीवा पुढो सत्ता, तण-रुक्खा सबीयगा ॥१॥ अहावरा तसा पाणा, एवं छकाय आहिया । एयावए जीवयाए, नावरे कोइ विजह ॥ २ ॥ सव्वाहि अण्डजुत्तीहिं, मईमं पडिलेहिया । सव्वे अकन्तदुक्खा य, अओ सव्वे न हिंसया ॥३॥ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને બીજ સહિત તૃણ, વૃક્ષ આદિ વનસ્પતિકાય-એ સર્વ જીવે અતિ સૂક્ષમ છે. (ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં સર્વેનું પૃથક પૃથક્ અસ્તિત્વ છે.)
ઉક્ત પાંચ સ્થાવરકાય ઉપરાંત બીજા ત્રસ પ્રાણુઓ પણ છે. એ છ ષજીવનિકાય કહેવાય છે. સંસારમાં જેટલા પણ જીવે છે, તે સર્વેને સમાવેશ આ પનિકાયમાં થઈ જાય છે. એના સિવાય બીજી કઈ જીવ-નિકાય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
પાપને પ્રવાહ
બુદ્ધિમાન પુરુષ ઉક્ત ષડજીવનિકાયનું સર્વ પ્રકારે સમ્યગ્રજ્ઞાન પ્રાપ્ત કરે અને “સર્વે જીવે દુ:ખથી ગભરાય છે” એમ જાણીને તેને દુખ દે નહિ.
सयं तिवायए पाणे, अदुवऽन्नेहिं घायए। हणन्तं वाऽणुजाणाइ, वेरं वइढइ अप्पणो ॥ १॥
જે મનુષ્ય પ્રાણીઓની સ્વયં હિંસા કરે છે, બીજાની પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારને અનુદાન આપે છે, તે સંસારમાં પિતાના માટે વૈરની વૃદ્ધિ કરે છે.
जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ। ता सबजीवहिंसा, परियत्ता अत्तकामेहिं ॥१॥
કઈ પણ જીવની હિંસા કરવી એ પિતાના આત્માની જ હિંસા છે અને કઈ પણ જીવ પર દયા કરવી એ પિતાના આત્માની જ દયા છે; તેથી આત્માથી પુરુષોએ સર્વ પ્રકારની હિંસાને ત્યાગ કરવો.
અન્ય મહાત્માઓએ કહ્યું છે કે – न रणे विजयी शूरो, विद्यया न च पण्डितः । न वक्ता वाक्पटुत्वेन, न दाता धनदायकः ।। इन्द्रियाणां जये शूरो, धर्म चरति पण्डितः । सत्यवादी भवेद्वक्ता, दाता भूताभयप्रदः ॥१॥
યુદ્ધમાં વિજયી થાય તે શૂરવીર નથી, વિદ્યાવાળો હોય તે પંડિત નથી, વાકપટુતાવાળે હોય તે વકતા નથી અને ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ધાધ-થથમાળા
૬ :
ઃ પુષ્પ
દેનારા દાતા નથી; પરંતુ ઇન્દ્રિયાનેા જય કરે તે જ શૂરવીર છે, ધર્મનું આચરણ કરે તે જ મડિત છે, સત્ય ખાલે તે જ વક્તા છે અને જીવાને અભયદાન આપે તે જ સાચેા દાતા છે.
निर्गुणेष्वपि सवेषु दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चण्डालवेश्मनः ॥ १ ॥ સાધુપુરુષ ગમે તેવાં નિર્ગુણી પર પણ દયા કરે છે. જીએ કે ચંદ્ર ચાંડાલના ઘર પરથી ચાંદની લઈ લેતા નથી.
यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजन्तुषु । તસ્ય જ્ઞાન જ મોક્ષશ્ર, ન ગટામમીર ||
||
માત્ર જટા વધારવાથી, ભસ્મ ચાળવાથી કે અમુક જાતનાં વસ્ત્રા ધારણ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મેક્ષ થતા નથી, પરંતુ જેનું ચિત્ત સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણાથી આદ્ર થયેલુ છે, તેને જ આત્મજ્ઞાન થાય છે અને તેને જ મેક્ષ થાય છે.
કેટલાક મનુષ્યો એમ માને છે કે યજ્ઞનિમિત્તે હિ'સા કર વાથી વગે જવાય છે. તેમને એમ પૂછી શકાય કે
यूपं छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यदैवं गम्यते स्वर्गे, नरके केन गम्यते १ ॥ १ ॥
જો યજ્ઞસ્તભ છેન્રીને, પશુઓને હણીને તથા લેાહીને કાદવ કરીને જ સ્વગે જવાતું હોય તેા પછી નરકમાં કાણુ જશે ?
અથવા એમ કહેવાતું હાય કે સ્વર્ગે જાય છે, તે યજ્ઞ કરનારાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
યજ્ઞમાં હણેલાં પ્રાણીઓ પોતાના માતા, પિતા,
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
પાપનો પ્રવાહ પત્ની અને પુત્રને જ યજ્ઞનિમિત્તે કાં હણતાં નથી કે જેથી તેઓ નિઃસંશય સ્વર્ગમાં જ જાય ? અર્થાત યજ્ઞનિમિત્તે હિંસા કરવી એ જ્ઞાનમૂલક છે અને તે પણ બીજી હિંસા જેટલી જ અનુચિત છે. આ જ કારણે વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરે હિંસક યોની નિષ્કલતા પિકારી હતી અને ભાવયજ્ઞવડે આત્માને શુદ્ધ કરવાની હાકલ કરી હતી.
કેટલાક મનુષ્ય કાલી, મહાકાલી આદિ દેવીઓને પ્રસન્ન કરવા માટે તેમને બકરાં કે કૂકડાં વગેરે પ્રાણીઓને ભેગ આપે છે, પણ તેઓ એ વિચાર કરતા નથી કે જે જગદંબા છે, જગતની માતા છે, પ્રાણી માત્રની જનની છે તે પિતાના જ પ્યારા બાળકની કલથી કેમ પ્રસન્ન થશે? અને જે તે એવી રીતે જ પ્રસન્ન થતી હોય તે જગદંબા કે જગજનની શાની? એટલે માતાને પ્રસન્ન કરવા માટે પ્રાણીઓની હિંસા કરવી, એ પણ અજ્ઞાન ચેષ્ટા જ છે અને તેનું ફળ દુર્ગતિ છે.
કેટલાક મનુષ્ય શિકારના શેખથી પ્રાણીઓની હિંસા કરે છે, તે પણ કેટલું અનુચિત છે ?
वसन्त्यरण्येषु चरन्ति दुर्वा, पिबन्ति तोयान्यपरिग्रहाणि । तथापि वघ्या हरिणा नराणां,
को लोकमाराधयितुं समर्थः १ ॥१॥ જેઓ અરયમાં રહે છે, ઘાસ ખાય છે અને બીજાએ નહિ ગ્રહણ કરેલું પાણી પીએ છે, તે હરણને મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
* પુષ્પ
ધર્મબોધચંથમાળા : ૮ : શિકાર કરે છે. અહ ! આવા અન્યાયી લેકને કોણ સમજાવી શકે ? અથત નિર્દોષ પશુઓને શિકાર કરે એ ભયંકર અન્યાય છે.
કેટલાક મનુષ્ય પોતાની ઉદરપૂર્તિ માટે પંચંદ્રિય પ્રાણીએની કત્વ કરે છે અથવા તેમનું માંસ વાપરે છે. આવા મનુષ્યએ એ વિચારવું ઘટે છે કે-આ જગતમાં અનેક પ્રકારનાં ફલ-ફૂલે તથા વનસ્પતિજન્ય પદાર્થો મજુદ છે, તે પંચેંદ્રિય પ્રાણીઓને વધ શા માટે કરે ? જો એમ માનવામાં આવતું હોય કે માંસાહારથી વધારે પુષ્ટ થવાય છે, તે એ માન્યતા વૈજ્ઞાનિક તથ્યથી વેગળી છે અને ગતાનુગતિકતાથી ચાલે છે, કારણ કે માત્ર વનસ્પતિનું ભક્ષણ કરનારા હાથી, ઘોડા, બળદ વગેરેમાં ઘણું બળ હોય છે અને કેવળ વનસ્પતિના આહાર પર રહેનારા પહેલવાનેએ માંસાહારી પહેલવાનેને કુરતીના મેદાનમાં અનેક વાર હરાવેલા છે.
કેટલાક મનુષ્યો એમ માને છે કે-માછલાં એ તે જળ3ડી છે એટલે કે જળની વનસ્પતિ છે, માટે તેનું ભક્ષણ કરવામાં શું વાંધો ? પરંતુ તેમની એ માન્યતા ભૂલભરેલી છે. માછલાં એ પંચેંદ્રિય જલચર પ્રાણી છે અને તેને પણ અન્ય પ્રાણુઓ જેટલી જ સુખ–દુઃખની વેદના હોય છે, તેથી તેને શિકાર કરે અને તેનાથી ઉદરપૂતિ કરવી એ કઈ પણ રીતે ઉચિત નથી.
કેટલાક મુગ્ધ મનુષ્ય એમ માને છે કે પ્રાણુઓને જાતે મારીએ અને તેનું માંસ વાપરીએ તે પાપ લાગે પણ બીજા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #13
--------------------------------------------------------------------------
________________
ચૌદ
પાપને પ્રવાહ એ મારેલાં પ્રાણીઓનું માંસ વેચાતું લાવીને વાપરીએ તેમાં શું દોષ? આ મનુષ્યએ એમ સમજવું ઘટે છે કે-માંસ ખાનારાઓ છે, માટે જ માંસ વેચનારાઓ જીવની હિંસા કરે છે, તેથી જેઓ માંસ ખાય છે, તેને જ જીવહિંસાનું પાપ લાગે છે. આ વિષયમાં ઋતિકાર મનુષના શબ્દો મનન કરવા યોગ્ય છે. તે કહે છે કે “માસના વિષયમાં અનુમોદન આપનાર, વિભાગ કરનાર, ઘાત કરનાર, વેપાર કરનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા જ ઘાતક છે.”
એમ કહેવાય છે કે – निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ १ ॥
વ્યવહારકુશલ માણસે નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી ઈરછા પ્રમાણે આવે કે જાય અથવા મરણ આજે જ થાય કે કાળાંતરે થાય, પણ ધીર પુરુષ ન્યાયના માર્ગથી જરા પણ ચલિત થતા નથી.
તે હિંસા એ કયા પ્રકારને ન્યાય છે? આપણા પ્રાણ જેટલા આપણને પ્રિય છે, તેટલા અન્યના પ્રાણ અન્યને પ્રિય છે કે નહિ? અથવા જીવવા જેવું આપણને ગમે છે, તેવું બીજાને પણ ગમે છે કે નહિ? અથવા આપણને એક નાને સરખે કાંકરે ખૂંચે કે બાવળ–શેરડીને મટે વાગે તે પણ કેટલું દુઃખ થાય છે? તે જેનાં અંગે તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રાથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #14
--------------------------------------------------------------------------
________________
ધમાલ-ગ્રંથમાળા
: ૧૦ :
પુષ્પ :
છેદાતાં હશે, તેને કેટલું દુ:ખ થતું હશે ? તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી એ ઘાર અન્યાય છે.
હિંસાનું સ્વરૂપ વિચારીએ તે કાઈ પણ પ્રાણીને નિય માર મારવા, ગાઢ બંધનથી બાંધવું, તેનાં અગાપાંગ છેદવાં, તેની પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવવા કે ગજા ઉપરાંત કામ કરાવવુ' અને તેને ભૂખ્યું તરસ્યું રાખવું એ પણ એક પ્રકારની હિંસા જ છે, કારણ કે તેથી તેને અત્યંત દુઃખ થાય છે. વળી હિંસા જેમ કાયાથી થાય છે, તેમ વાણી અને મનથી પણ થાય છે. કાઈને ખરાબ શબ્દો કહેવા અને તેના દિલને આઘાત પહેાંચાડવા, એ વાણીની હિંસા છે અને મનથી પૂરું' ચિંતવવું એ માનસિક િંસા છે.
આ રીતે હિંસાનું સ્વરૂપ જાણીને જે સુજ્ઞ પુરુષો તેના મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે, તે સાચા દયાળુ છે. જેએ હિંસાના સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તે યથાશક્તિ ત્યાગ કરે. પણ હૃદયમાં દયાના દીપ સદા જલતા રાખે. જ્યાં યા છે, કરુણા છે, અનુકંપા છે ત્યાં જ સમતા અને શાંતિ છે. એ વાત કદિ પણ ભૂલવી નહિ.
૨. મૃષાવાદ (અસત્ય)
પાપનુ મીનું ઉદ્ગમસ્થાન મૃષાવાદ છે. મૃષાવાદ એટલે કઠાર, અહિતકર કે અસત્ય કથન. કઠોર વચનપ્રયાગ કરવાથી અન્યનું દિલ દુભાય છે, વૈર બંધાય છે અને કેટલીક વાર તા પ્રાણહાનિ પણ થાય છે. કહ્યું છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૧૧ :
પાપને પ્રવાહ न तथा रिपुन शस्त्रं न विषं, न हि दारुणो महान्याधिः । उद्वेजयन्ति पुरुषं यथा हि कटुकाक्षरा वाणी ।। १ ।।
પુરુષને જેટલો સંતાપ કઠેર અક્ષરવાળી વાણીથી થાય છે, તેટલે સંતાપ શત્રુ, શસ્ત્ર, વિષ કે દારુણ મહાવ્યાધિથી પણ થતો નથી.
પાંડવોએ સુંદર મીનાકારીવાળા મહેલ બનાવ્યું અને તેની ફરસબંધી કાચવડે કરી. પછી કૌરને તે મહેલ જેવાનું આમંત્રણ આપ્યું, ત્યારે કૌર આવ્યા અને તેમણે “નીચે પાણી ભરેલું છે,” એમ માનીને કપડાં ઊંચા લઈ ચાલવા માંડયું. તે વખતે દ્રૌપદીએ કહ્યું કે “આંધળાના તે આંધળા જ હોય ને ? ” આ કઠોર વચન કૌરની છાતીમાં તાતા તીરની જેમ ખૂલી ગયું અને તેનાથી જે સંતાપ થયે તે ભયંકર વૈરમાં પરિણમ્યું, જેનું છેવટ મહાભારતના ખૂનખાર યુદ્ધમાં આવ્યું. તાત્પર્ય કે-ક્રોધ, અભિમાન કે મશ્કરીમાં કેઈને પણ કઠોર વચન કહેવું નહિ. એક કવિએ ઠીક જ કહ્યું છે કે
वरं मौनेन नीयन्ते, कोकिलैरिव वासराः। यावत्सर्वजनानन्ददायिनी गीः प्रवर्तते ॥१॥
જ્યાં સુધી પોતાની વાણું સર્વ જનને આનંદ આપે તેવી મધુર થતી નથી, ત્યાં સુધી કેયલ મૌનમાં દિવસો પસાર કરે છે. તેવી રીતે મનુષ્ય બીજાને આનંદ ઉપજાવે તેવી વાણી ન બલી શકે, તે તેણે પોતાના દિવસો મૌનમાં પસાર કરવા સારા.
અથવા એ પણ ઉચિત જ કહેવાયું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ધમબોધ-ચથમાળા : ૧૨ :
प्रस्तुतं हेतुसंयुक्तं, शुद्धं साधुजनप्रियम् । यो वक्तुं नैव जानाति, स जिह्वा किं न रक्षति ? ॥१॥
જે પુરુષ વિષયને અનુરૂપ, હેતુ સહિત, શુદ્ધ અને મહાત્માઓને પ્રિય લાગે તેવું બેલવાનું જાણતું નથી, તે પિતાની જીભને કાબૂમાં કેમ રાખતું નથી ? અર્થાત એવા પુરુષોએ મૌન સેવવું એ જ ઉચિત છે.
આ વિષયમાં નીતિકારોનાં વચને પણ ધ્યાનમાં લેવા જેવાં છે. આ રહ્યાં તે વચને
स्त्रजिह्वा नो वशे यस्य, जल्पने भोजने तथा । स भवेद्दुःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥ १॥
બોલવામાં તથા ખાવામાં જેની જીભ વશ નથી, તે પિતાનાં એ દુષ્ટ ચેણિતવડે નિત્ય દુઃખી થાય છે.
रे जिवे ! कटुकस्नेहे !, मधुरं किं न भाषसे ?।। मधुरं वद कल्याणि !, लोको हि मधुरप्रियः ॥ १॥
કટુતા પ્રત્યે પ્રેમ ધરાવનારી હે જીભ ! તું મધુર કેમ ઓલતી નથી? હે કલ્યાણી! તું મધુર બોલ, કારણ કે લોકોને મધુર વાણું જ પ્રિય લાગે છે.
प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव कर्त्तव्यं, वचने किं दरिद्रता ? ॥१॥
સર્વે પ્રાણીઓ પ્રિય વાણવ્યવહારથી પ્રસન્ન થાય છે, તેથી તે જ વ્યવહાર કરવો, વચનામાં દરિદ્રતા શા માટે રાખવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ચોદણું ?
: ૧૩ :
પાપને પ્રવાહ લોકભાષામાં પણ કહ્યું છે કે –
અંધાને અંધો કહે, વરવું કડવું) લાગે વેણ
ધીરે ધીરે પૂછીએ, શાથી ખેયાં નેણ ? આંધળાને પણ આંધળે કહે નહિ, કારણ કે એ જાતને વાણુવ્યવહાર વર(વિષમ) લાગે છે પરંતુ તેને એમ પૂછવું કેભાઈ! કેમ કરતાં તમારી દષ્ટિ ઝાંખી પડી ગઈ?
સાધુપુરુષે કેઈને પણ સંબોધન કરતાં “મહાશય ! મહાનુભાવ!” “દેવાનુપ્રિય! એવા શબ્દ વાપરે છે અને સદ્દગૃહસ્થ પણ “આપ” “શ્રીમાન ” વગેરે શબ્દનો ઉપયોગ કરે છે, તે અનુકરણ કરવા એગ્ય છે. કારણ કે– न तथा शशी न सलिलं, न चन्दनरसो शीतला छाया । आह्लादयन्ति पुरुषं, यथा हि मधुराक्षरा वाणी ॥१॥
મધુર અક્ષરેવાળી વાણી પુરુષને એટલે આનંદ આપે છે, તેટલે આનંદ ચંદ્રમા, જલ, ચંદનરસ કે શીતળ છાયા પણ આપી શકતી નથી.
કેટલાક મનુષ્ય વાતવાતમાં અપશબ્દોને ઉપયોગ કરે છે અને “મૂર્ખ ', “બેવકૂફ,” ગધેડા, ‘લુચ્ચા,” “પાજી,” નાલાયક' વગેરે અનુચિત શબ્દ વાપરે છે, તે એક પ્રકારની કઠોર અસભ્ય વાણી છે, તેથી સુજ્ઞ પુરુષોએ તેને સદંતર ત્યાગ કરવો ઘટે છે. - જે વાણી સાંભળવામાં મધુર હોય પણ અહિતકર હોય એટલે કે તેનાથી બીજાનું અહિત થતું હોય, તે તેવી વાણુને વ્યવહાર કરે ઉચિત નથી. કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧ પુષ
ધર્મબોધ-ગ્રંથમાળા : ૧૪ :
हितं मितं प्रियं स्निग्धं, मधुरं परिणतिप्रियम् । भोजनं वचनं चापि, भुक्तमुक्तं प्रशस्यते ॥ १ ॥
તે ભેજન જમેલું અને તે વચન બોલેલું ઉત્તમ ગણાય છે કે જે હિત એટલે લાભકર્તા હોય, મિત એટલે માપસર હાય, પ્રિય એટલે રુચિકર હેય, નિશ્વ એટલે ઘી તેલવાળું કે સારા શબ્દાવાળું હોય, મધુર એટલે સ્વાદિષ્ટ કે કર્ણપ્રિય હોય અને પાકકાળે કે પરિણામે ઈષ્ટ હેય.
અહિતકર વચન બોલવું, તેના કરતાં મન રહેવું શું ખોટું?
જે વાણું મધુર હોય અને હિતકર હોય પણ તથ્યથી વેગળી હોય એટલે કે અસત્ય હાય, તે પણ બોલવી ઉચિત નથી. કહ્યું છે કે
वितहं वि तहामुत्ति, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुण जो मुसं वए ? ॥१॥
જે મનુષ્ય ભૂલથી પણ દેખીતું સત્ય પરંતુ વાસ્તવિક અસત્ય એવું વચન બોલે છે, તે પાપથી ખરડાય છે, તે જેઓ જાણી–બૂઝીને અસત્ય બેલે છે, એના પાપનું તે કહેવું જ શું?
તાત્પર્ય કે-કઠોર, અહિતકર અને અસત્ય વચન બોલવું એ પાપના પ્રવાહને ગતિમાન કરનાર મૃષાવાદ છે, તેથી તેને સદંતર ત્યાગ કર ઘટે છે. નિર્ગથ મહષિઓએ કહ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૧૫ ૪
પાપને પ્રવાહ
अप्पण्णट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं वृया, नो वि अनं वयावए ॥१॥ પિતાના સ્વાર્થને માટે કે બીજાના લાભને માટે, કેધથી અથવા ભયથી કઈ પણ પ્રસંગે બીજાને પીડા પહોંચાડનારું મૃષાવચન પિતે બોલવું નહિ અને બીજા પાસે બોલાવવું પણ નહિ.
दिटुं मियं असिंदिद्ध, पडिपुण्णं वियंजियं ।। अयंपिरमणुविग्गं, भासं निसिर अत्तवं ॥ १ ॥
આત્માથી સાધકે સત્ય, પરિમિત, અસંદિગ્ધ, પરિપૂર્ણ, સ્પષ્ટ અનુભૂત, વાચાલતા રહિત અને કેઈને પણ ઉદ્વેગ ન પમાડનારી વાણી બોલવી જોઈએ.
કેટલાક મનુષ્ય એમ માને છે કે-જૂઠું બેલીને બીજાને છેતર્યા વિના ધંધો ચાલે નહિ કે ધંધામાં સફળતા મળે નહિ. તેમણે યુગયુગના અનુભવ પછી મહર્ષિઓએ ઉચ્ચારેલા આ શબ્દો યાદ રાખવા ઘટે છે કે “સત્યમેવ =ત્તિ નામૃતમ્ – સત્ય જ જય પામે છે, નહિ કે અસત્ય. જૂઠું બોલવાથી ગ્રાહક એક-બે વાર છેતરાય છે, પણ આખરે તેમને વિશ્વાસ ઊઠી જાય છે અને પરિણામે ધંધામાં નુકશાની વેઠવી પડે છે. બીજી બાજુ સાચું ઓલનાર ધીમે ધીમે પણ મક્કમપણે પ્રતિષ્ઠા જમાવતે જાય છે, તેથી તેને બંધ દિન-પ્રતિદિન વિકાસ પામે છે અને છેવટે તેને જય થાય છે.
એટલે બીજાને છેતર્યા વિના પંથે ચાલે નહિ કે ધંધામાં સફલતા મળે નહિ એ માન્યતા ખોટી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ધધગ્રંથમાળા
: ૧૬ :
: પુષ્પ
i
કેટલાક મનુષ્યા ખાર હાથનુ” ચીભડું ને તેર હાથનું ખી’ જેવી વાત કરે છે. ત્યારે જ સતાષ પામે છે; તેા કેટલાક મનુષ્યા રજમાંથી ગજ કરે છે, એટલે કે એક નાની સરખી વાતને શણગારીને ખૂબ માટી બનાવી દે છે કે તેમાં મીઠું – મરચું ભભરાવીને તેને ઘણી જ તીખી-તમતમતી બનાવી દે છે. આ જાતની આદતથી તેમને પેાતાને મોટુ નુકશાન એ થાય છે કે તેમની વાતના કેાઈ વિશ્વાસ કરતું નથી અને બીજાને જે નુકશાન થાય છે, તેના તેા અંદાજ કાઢવા પણ મુશ્કેલ છે. ગપ્પાંએ કે અધસત્ય વાર્તાએ અનેક મનુષ્યના શાંત સંસારને સળગાવી દીધા છે, અનેક આખરુદાર માણસાની આખરુનાં લીલામ કર્યાં છે અને અનેક પ્રામાણિક માણસાની પ્રતિષ્ઠાના નિયપણે નાશ કર્યાં છે; તેથી ઉચિત એ છે કેપાપીઓની પ`ક્તિમાં ન બેસવા ઈચ્છનારે કાઈ પણ જાતનું ગપ્પુ મારવું નહિ કે કેાઈ પણ વાતને મીઠું-મરચું ભભરાવીને કહેવી નહિ.
મૃષાવાદને ત્યાગ કરનારે ઊંડાણમાં ઉતર્યાં વિના કોઈ પર આક્ષેપ મૂકવા, એ ચેગ્ય નથી. તેમ જ કોઈ બે કે વધારે વ્યક્તિએ એકાંતમાં ઊભી રહીને વાતા કરતી હાય, તા તેઓ અમુક પ્રકારની વાતેા કરતા હતા, એવું ઉતાવળું અનુમાન કરી લેવું, એ પણ ઉચિત નથી; કારણ કે એવાં અનુમાને ઘણીવાર સદંતર ખાટાં હાય છે. વળી સ્ત્રીની કે મિત્રાની છુપી વાતાને પ્રકટ કરી દેવી અને તેમને અતિ કઢંગી હાલતમાં મૂકી દેવાં, એ પણ એટલું જ અનુચિત છે. તે જ રીતે કાઈ પણ માણુસને ખાટી સલાહ આપવી કે એ માણુસ વચ્ચે તકરાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
: ૧૭ :
પાપને પ્રવાહ થાય તેવી વાત કહેવી કે જે શા જાણવામાં નથી, તે જાણુવાનો ડોળ કરી, તેના વિષે ભળતી જ સલાહ આવી, તે પણ અનુચિત છે. અને ખોટા ચેપડા લખવા, બનાવટી દસ્તાવેજો ઊભા કરવા કે કામના કાગળના અક્ષરે ફેરવી નાખવા, એ પણ તેટલું જ અનુચિત છે.
અનેક અનર્થના કારણરૂપ મૃષાવાદને મન, વચન અને કાયાથી ત્યાગ કરનાર પાપના પ્રવાહને મોટા પ્રમાણમાં અટકાવી શકે છે અને આ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી પારમાર્થિક હિતની સાધના પણ કરી શકે છે. વળી એ વાત પણ સદેવ યાદ રાખવી ઘટે છે કે વ્યવહારમાં સત્યનું પ્રમાણ જેટલું વધારે, તેટલું આ જગતમાં સમતા, શાંતિ અને વ્યવસ્થાનું પ્રમાણ વધારે. તેથી સમાજસેવા, રાષ્ટ્રદ્ધાર કે વિશ્વ વાત્સલ્ય ઈરછનારે સત્યને આગળ કરીને જ સઘળે વ્યવહાર ચલાવ ઈષ્ટ છે.
ગશાસ્ત્રના મતથી સદા સત્ય બોલનારને વચન-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે કે તે જે પ્રમાણે બોલે છે તેવી જ ઘટનાઓ બને છે.
૩. અદત્તાદાન (ચેરી) પાપનું ત્રીજું ઉદ્ગમસ્થાન અદત્તાદાન છે. અદત્ત એટલે અણદીધેલું કે ન આપેલું અને આદાન એટલે ગ્રહણ કરવું કે લેવું, અર્થાત જે વસ્તુ તેના માલીકે રાજીખુશીથી આપેલી નથી તે લઈ લેવી, એ અદત્તાદાન છે. ચેરી, સ્તેય, પદ્રવ્યહરણુ એ તેના પર્યાય શબ્દ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ધર્માધ-ચથમાળા
દ્રવ્ય એ મનુષ્યને અગિયારમે પ્રાણ છે, કારણ કે ગૃહસ્થ જીવનને સઘળે વ્યવહાર તેના આધારે જ ચાલે છે. આવા અગિયારમા પ્રાણસમા ધનનું હરણ કરવાથી તેના માલિકને આઘાત થાય એ સ્વાભાવિક છે. આ આઘાત કેટલીક વાર એટલે મેટે હોય છે કે તેના લીધે મૂછ આવી જાય છે, ઉન્માદ લાગુ પડે છે કે પ્રાણપંખેરું જ ઊડી જાય છે, તેથી કેઈન પણ દ્રવ્યનું હરણ કરવું એ ભયંકર પાપ છે.
નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે ત મારુલ્સ - ઘર વિવ-દાંત ખોતરવાની સળી પણ તેના માલીક આપ્યા વિના લેવી નહિ.” तिवं तसे पाणिणो थावरे य,
जे हिंसति आयसुहं पडुच्च । जे लूपए होइ अदत्तहारी,
ण सिक्खई सेयवियस्स किंचि ॥१॥ જે મનુષ્ય પોતાના સુખને માટે ત્રસ તથા સ્થાવર પ્રાણીએની હિંસા કરે છે, જે બીજાની વસ્તુઓ અણલીધી લઈ લે છે અર્થાત્ ચેરી લે છે તથા જે આદરણીય વ્રતનું કંઈ પાલન કરતો નથી, તે ભયંકર કલેશ પામે છે. उड्डू अहे य तिरियं दिसासु,
तसा य जे थावर जे य पाणा । हत्थेहिं पाएहिं य संजमित्ता,
अदिनमन्नेसु य नो गहेजा ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
નમ અને આ
હાલતાચાલતા કા સિર મળી
ચૌદ
: ૧૯ :
પાપનો પ્રવાહ આત્માથી પુરુષે ઊંચી, નીચી અને તિરછી દિશા કે જ્યાં ત્રસ અને સ્થાવર [ હાલતાચાલતા તથા સ્થિર ] પ્રાણુઓ રહેલાં છે, તેમને હાથ, પગ હલાવીને કે બીજા અંગે દ્વારા પીડા ન પહોંચાડતાં સંયમથી રહેવું અને બીજાએ આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ.
वरं वह्निशिखाः पीताः, सर्पास्य चुम्बितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न हि ॥१॥ અન્યત્ર પણ કહ્યું છે કે
અગ્નિશિખાઓનું પાન કરવું સારું, સર્ષના મુખને ચુંબન કરવું સારું અથવા હળાહળ ઝેરને ચાટી જવું સારું, પણ બીજાનું દ્રવ્ય હરણ કરવું સારું નહિ. - ધાડ પાડવી, લૂંટ ચલાવવી, વાટ આંતરવી, ખાતર પાડવું, ખીસ્સા કાતરવાં, નજર ચૂકવીને વસ્તુ ઉઠાવી લેવી કે માલિકની ગેરહાજરીમાં તેના પેટી-પટારા ખેલીને કે ગાંસડીઓ છોડીને માલ તફડાવી લેવો એ અદત્તાદાનના કે ચોરીના ભિન્ન ભિન્ન પ્રકાર છે. તે જ રીતે ઠગાઈ કરીને, છેતરપીંડી કરીને, બનાવટ કરીને કે હરકેઈ યુક્તિથી બીજાનું ધન પડાવી લેવું એ પણ અદત્તાદાન કે ચેરીને જ પ્રકાર છે. નીતિકારોએ કહ્યું છે કે चारैश्चौरापको मन्त्री, भेदज्ञः काणकक्रयी। અજર થાનતિ, પૌઢ વિધઃ કૃતઃ છે ? (૧) સ્વયં ચેરી કરનાર, (૨) બીજાની પાસે ચોરી કરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચંથમાળા : ૨૦ : નાર, (૩) ચેરી કેમ કરવી તેની સલાહ આપનાર, () ચોરીને ભેદ જાણનાર, (૫) ચેરી લાવેલી વસ્તુઓને વેચી આપનાર, (૬) ચારને રોટલે આપનાર અને (૭) ચારને એટલે આપનાર, એમ સાત પ્રકારના ચારે છે.
તે જ રીતે શાસ્ત્રકારોએ ચોરને ઉત્પન્ન કરનારી અઢાર પ્રકારની ચાર-પ્રસૂતિઓ કહી છે, તે આ પ્રમાણે
मलनं कुशलं तर्जा, राजभागोऽवलोकनम् । अमार्गदर्शनं शय्या, पदमङ्गास्तथैव च ॥ १ ॥ विश्रामः पादपतनं, वासनं गोपनं तथा । खण्डस्य खादनं चैव, तथाऽन्यन्माहाराजिकम् ॥२॥ पद्याग्न्युदकरज्जूनां, प्रदानं ज्ञानपूर्वकम् । एताः प्रसूतयो ज्ञेया, अष्टादश मनीषिभिः ॥ ३ ॥
૧ ભલન-ચરને એમ કહીને ઉત્સાહ આપો કે “હું તારા ભેગું છું, તું ડરે છે શા માટે ?”
૨ કુશલ-ચેરને એમ પૂછવું કે “કેમ ભાઈ કુશલ છે? તમારાં છોકરાં-છૈયાં મજામાં છે? હમણું શરીર કંઈક સુકાઈ ગયું લાગે છે !” વગેરે. આવી રીતે તેનું ક્ષેમકુશલ પૂછવાથી તેને એમ લાગે છે કે મારી સારસંભાળ લેનાર–મારું ક્ષેમકુશલ પૂછનાર છે, એટલે તેને એક જાતનું પ્રત્સાહન મળે છે.
૩ તર્જા-ચરને હાથ, પગ વગેરેવડે સંજ્ઞા કરીને મદદ કરવી. ૪ રાજભાગ-રાજ્યને કર છુપાવવા મદદ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
ચૌદમું:
પાપને પ્રવાહ પ અવલોકન-ચોરી કરી રહેલા ચેરના માર્ગનું અવલેકન કરતાં રહેવું અને ભય જેવું જણાતાં સંજ્ઞાથી ખબર આપી દેવી.
૬ અમાર્ગદર્શન–ચોરને પકડવા માટે સિપાઈઓ, પગીએ કે બીજા લેકે આવે અને પૂછે કે “ચાર કયાં ગયા ?” તે તે બતાવે નહિ કે ભળતે જ રસ્તો બતાવ.
૭ શસ્ય ચારને સૂઈ રહેવા માટે શય્યા આપવી.
૮ પદભંગ–ચારનાં જે પગલાં પડેલાં હોય, તેને ભૂંસી નાખવાં.
૯ વિશ્રામ-ચેરને વિસામે લેવા માટે જગ્યા આપવી. ૧૦ પાદપતન ચેરને નમસ્કાર કરે કે પગે પડવું. ૧૧ આસન-શેરને બેસવા માટે આસન આપવું. ૧૨ ગેપન-ચરને પિતાની જગ્યામાં છુપાવે. ૧૩ ખંડદાન-ચરને ખાવા માટે સારી વસ્તુઓ આપવી. ૧૪ માહારાજિક–શેરને મહારાજાની જેમ માન આપવું. ૧૫ પદ્ય-ચારને પગે ચાળવા માટે તેલ વગેરે આપવું. ૧૬ અગ્નિચરને રસેઈપણ બનાવવા માટે અગ્નિ આપે. ૧૭ ઉદક–ચારને નહાવા-ધોવા માટે પાણી આપવું. ૧૮ રજુ-ચેરને ઢાર વગેરે બાંધવા માટે દેરડાં આપવાં.
તાત્પર્ય એ કે ચોરી કરનારને ઉત્તેજન મળે તેવું કઈ પણ કરવું એ પણ ચારી જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ધમધચંથમાળા : ૨૨ :
પુષ ચોરીના સ્વરૂપને વિચાર કરીએ તે માલમાં સેળભેળ કરવી કે સાચાને બદલે નક્કી માલ આપે તે પણ એક પ્રકારની ચેરી જ છે. દૂધમાં પાણી નાખવું, આટામાં ચાક ભેળવ, ઘીમાં વેજીટેબલ ઉમેરવું, તલના તેલમાં મગફળીનું તેલ નાખવું, સારાં અનાજમાં હલકાં અનાજને ભેગા કર, કેસર-કસ્તૂરી–અંબર-કપૂર વગેરે કિંમતી પદાર્થો નકલી બનાવીને આપવા, ઔષધને તાજાં કહીને વાસી આપવા, સેનાનાં ઘરેણું કહીને પિત્તળનાં ઘરેણાં પધરાવી દેવાં, વગેરે પણ ચેરી જ છે, કારણ કે તેથી બીજી વ્યક્તિનું ધન તેની ઈરછા વિના લઈ લેવાય છે.
ખેતી, વેપાર-ઉદ્યોગ કે હુન્નર-ધંધા વગેરે માટે રાજ્ય જે સગવડ અને સલામતી આપે છે, તેના પેટે આવકને અમુક ભાગ લેવાને તે હક્કદાર છે; પછી એ ભાગ સીધે લે કે કરવેરારૂપે વસુલ કરે. આ ભાગ આપવાના અખાડા કરવા કે યુક્તિ-પ્રયુકિતઓ અજમાવીને તેણે નાખેલા કરવેરા ન ભરવા, તે પણ એક પ્રકારની ચોરી જ છે. શાસ્ત્રકારે તે ત્યાં સુધી કહે છે કે “રાજ દંડ ઉપજે તે ચોરી. એટલે જે કામ કરવાથી રાજાને દંડ કરવો પડે, તે બધાને સમાવેશ ચોરીમાં થાય છે.
આ ઉપરાંત બેટાં તેલ અને ખોટાં માપ રાખવાં એ પણ એક પ્રકારની ચોરી જ છે. કેટલાક લેવાના કાટલામાં નીચે સીસું ચટાડી તેને વધારે વજનદાર બનાવી દે છે અને એ રીતે ગ્રાહકોને છેતરીને તેની પાસેથી વધારે માલ લઈ લે છે તથા આપવાના કાટલાને નીચેથી ખોદી નાખીને તેને ઓછાં વજનનું બનાવી દે છે અને એ રીતે ગ્રાહકને ઓછો માલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૨૩ :
પાપને પ્રવાહ
આપે છે. તે કેટલાક ડાંડી મરડીને વધારે લે છે કે ઓછું આપે છે અને કેટલાક વારની કરામતથી વધારે લઈ લે છે કે ઓછું આપે છે.
તે જ રીતે કેટલાક કાપડ વગેરે પર અમુક લંબાઈનું કે અમુક વજનનું સીલ કે સિકકો માર્યા પછી તેમાં થોડું ઓછું આપે છે અને એ રીતે ગ્રાહકેને છેતરે છે. અને કેટલાક અમુક કલાક કામ કરવાનો ઠરાવ કરવા છતાં તેથી ઓછા કલાક કામ કરે છે કે જાણી જોઈને બરાબર કામ કરતા નથી. આ બધી એક પ્રકારની ચેરીએ જ છે, એટલે અદત્તાદાનના ત્યાગ કરનારે તેનાથી બચવું ઘટે છે.
ચેરી કરનાર જાણતાં કે અજાણતાં બીજા અનેક દુગુણેને વશ થાય છે, તે પણ ભૂલવા જેવું નથી. જેમ કે તે જ હું બોલે છે, બીજાને છેતરે છે, પ્રપંચે કરે છે, જરૂર પડે તે છરી ચલાવે છે કે ખૂન પણ કરે છે. વળી અન્ય ચેરલેકેની સેબતમાં તે દારુ પીતાં શીખે છે, રંડીબાજી પણ કરે છે અને જુગાર વગેરે ખેલવાના નાદે પણ ચડે છે. આ રીતે ચેરી અનેક દુર્ગુણેની ખાણ હેઈને સદંતર છેડવા ચોગ્ય છે.
ચોરી કરનારને કઈ વિશ્વાસ કરતું નથી, માથે ભય ઝઝુમ્યા કરે છે, લેકેને માર ખાવું પડે છે તથા કેદખાનામાં પૂરાઈ અનેક પ્રકારની શિક્ષાઓ ભેગવવી પડે છે. વળી પરલેકમાં પણ નરકાદિ ગતિમાં જવું પડે છે અને ભયંકર દુખે જોગવવાં પડે છે, તેથી સુજ્ઞ મનુષ્યોએ ચેારીને સદા સંપૂર્ણ ત્યાગ કરવો ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ધમબોધ ગ્રંથમાક્ષ : ૨૪ :
ચેરીનું ચંડાળે જાય, પાપી હાથ ઘસતે થાય” એ કહેવત પણ વિચારવા જેવી છે. જે ધન મહેનત-મજૂરી કરીને કે પ્રામાણિકતાથી પેદા કર્યું હોય છે, તે મનુષ્યને સુખ અને શાંતિ આપે છે, જ્યારે ચેરીને ભેગું કરેલું ધન અનેક પ્રકારની આફતને અનુભવ કરાવે છે તથા કદિ પણ નિરાંત લેવા દેતું નથી. તે માટે પણ સુએ પારકા માલથી પૈસાદાર થવાનો મેહ છેડી પ્રામાણિકતાને આશ્રય લે ઘટે છે.
૪. મેથુન. મિથુન શબ્દ સ્ત્રી-પુરુષના યુગલને નિદર્શક છે, એટલે પુરુષ સ્ત્રીસંગની ઈચ્છાથી કે સ્ત્રી પુરુષસંગની ઈચ્છાથી તેની સાથે જે કીડા કરે છે તેને મૈથુન કહેવાય છે. સંગ, રમણ, કામક્રીડા, કંદર્પલીલા એ તેના પર્યાય શબ્દ છે.
શાસ્ત્રકારોએ મૈથુનને દુરસેવ્ય, પ્રમાદસ્વરૂપ અને ભયંકર કહ્યું છે. કારણ કે– इत्थीण जोणिमज्झे, गभगया हुंति नवलक्खा जीवा । उप्पजंति चयंति अ, समुच्छिमा जे ते असंखा ।। पुरिसेण सह गयाए, तेसिं जीवाण होइ उड्डवणं । वेणुगदिटुंतेणं, तत्तायसिलागनाएणं ॥१॥
સ્ત્રીની નિમાં ગર્ભગત જે નવ લાખ હેાય છે તથા સંમૂર્ણિમ જી અસંખ્ય હોય છે, જે ત્યાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ મરે છે. આ જીવે પુરુષને સંગ થવાથી નાશ પામે છે કે જે રીતે વાંસની ભૂંગળીમાં રહેલા છે તપેલો લોઢાને સળીએ બેસવાથી નાશ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ચૌદમું
૪ ૨૫ ૨
પાપને પ્રવાહ કામશાસ્ત્રના રચયિતા વાસ્યાયને પણ કહ્યું છે કેरक्तजाः कुमयः सूक्ष्मा, मृदुमध्याधिशक्तयः।। जन्यवर्त्मसु कंडूति, जनयन्ति तथा विधाम् ॥१॥
લેહીથી પેિદા થયેલ, સૂમ, મૃદુ, મધ્યમ, અધિક શકિતવાળા કૃમિઓ સ્ત્રીના નિમાર્ગમાં તથા પ્રકારની–પોતાની શકિત મુજબની ખરજ ઉત્પન્ન કરે છે.
શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં કહ્યું છે કેस्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति । स हुताशं घृताहुत्या, विध्यापयितुमिच्छति ॥ १॥
જે મનુષ્ય સ્ત્રીસંગ કરીને કામરૂપી જવરને શાંત કરવા ઈરછે છે, તે બળતા અગ્નિમાં ઘી હોમીને અગ્નિને બૂઝાવવા ઈરછે છે. તાત્પર્ય કે–સ્ત્રીસંગ કરવાથી કામની શાંતિ થતી નથી પણ વિશેષ ઉદીરણ થાય છે.
वरं ज्वलदयःस्तम्भपरिरम्भो विधीयते । . न पुनर्नरकद्वारं, रामाजघनसेवनम् ॥ १ ॥
અગ્નિથી જાજવલ્યમાન થયેલા લેઢાના સ્તંભને આલિંગન કરવું સારું પણ નરકનાં દ્વાર તુલ્ય સ્ત્રીઓના જઘનનું સેવન કરવું સારું નહિ.
તેમણે વિષયાસકોને ઉદ્દેશીને કહ્યું છે કેरम्यमापातमात्रेण, परिणामेऽतिदारुणम् । किम्पाकफलसंकाशं, तत्कः सेवेत मैथुनम् ? ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
બધગ્રંથમાળા : ૨૬ :
કિં પાકના ફલ સરખું દેખાવ માત્રથી રમણીય પણ પરિણામે ભયંકર દુખ આપનારું મિથુન સેવવાની ઇરછા કેણ કરે?
कम्पः स्वेदः श्रमो मूर्छा, भ्रमिग्लानिर्बलक्षयः । પાનામાદિનાથ, મધુકૈથુનોસ્થિતા / ૨ //
કંપ, પરસેવે, પરિશ્રમ, મૂછ, ચકરી, ગ્લાનિ, નિબં ળતા, ક્ષય અને ભગંદરાદિ મહારોગો મૈથુનથી લાગુ પડે છે. વિષયાસકિતમાંથી મનને ખેંચી લેવાનું કામ ધારવા જેટલું સહેલું નથી. કહ્યું છે કે “ વઢવાનિથિગ્રામો વિક્રાંસમરિ જાતિ-ઇદ્રિને સમૂહ બળવાન છે અને તે વિદ્વાનોને પણ ખેંચી જાય છે. અને તેથી જ અનુભવી પુરુષોને એ અભિપ્રાય છે કે “gવમેવ ત્રd ઋાદાં, ક્ષાર્થ કારાશે–ત્રણ જગતમાં બ્રહ્મચર્ય વ્રત એક જ વખાણવા યોગ્ય છે.” | સર્વથા બ્રહ્મચર્ય પાળવા જેટલું આત્મબળ જે ન હોય તે ગૃહસ્થને માટે સ્વદારાસંતેષ-પરદારાગમનવિરમણ એ બ્રહ્મચર્ય તુલ્ય છે, તેથી સુજ્ઞ પુરુષોએ પોતાની સ્ત્રીથી જ સંતેષ પામવો અને પરદારાગમનને સર્વથા ત્યાગ કરવો ઉચિત છે. પિતાની સ્ત્રી સાથે પણ મર્યાદિત રીતે વર્તવું અને નિન્દિત વિષયભેગને ત્યાગ કર ઘટે છે. આદર્શ ગૃહસ્થ નીચેના દિવસેએ મૈથુન-ત્યાગ અવશ્ય કરે છે –
(૧) તીર્થકર દેવનાં કલ્યાણક દિવસે તથા પર્વતિથિઓ. (૨) માતાપિતાની જન્મ-મરણની તિથિઓ. (૩) પિતાને જન્મ દિવસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: ૨૭ :
ચૌદ
પાપને પ્રવાહ (૪) પર્યુષણ પર્વ. (૫) બે આયંબિલની ઓળીઓ. (ચૈત્ર સુદ ૭ થી ૧૫
અને આસો સુદ ૭ થી ૧૫.) તથા ચોમાસાની
ત્રણ અઠ્ઠાઈઓ. (૬) સ્ત્રીની સગર્ભાવસ્થાના દિવસો. (૭) પ્રસૂતિ પછીના ત્રણ માસ. દિવસે મૈથુનને ત્યાગ કરી સર્વ રીતે ઈષ્ટ છે.
જે ગૃહસ્થ પિતાની પત્નીથી સંતુષ્ટ ન થતાં પરદાર તરફ દષ્ટિ નાખે છે, તે અધમ છે, પાપી છે, સદાચાર અને સુનીતિનો ભંગ કરનારા છે. આવા પુરુષોએ નીચેનાં સૂકતનું પુનઃ પુનઃ મનન કરવું ઘટે છે –
प्राणसंदेहजननं, परमं वैरकारणम् । लोकद्वयविरुद्धं च, परस्त्रीगमनं त्यजेत् ॥ १॥
પ્રાણુનાશને નેતરનારું, મહાવૈરનું કારણ અને આ લેક તથા પરલોકના હિતથી વિરુદ્ધ એવું પરસ્ત્રીગમન છેડી દેવું ઘટે છે.
सर्वस्वहरणं वन्धं, शरीरावयवच्छिदाम् । મૃત નર ઘોર, મતે પરારિવાઃ || ૬ |
પદારામાં આસકત પુરુષના સર્વસ્વનું હરણ થાય છે, તેને બંધાદિ સહન કરવો પડે છે, પ્રસંગે તેનાં શરીરનાં અવયવે છેદાય છે અને મૃત્યુ પામ્યા પછી ઘર નરકમાં જવું પડે છે. તાત્પર્ય કે–પરદારાગમન અનર્થની ખાણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ધમધ-રંથમાળા : ૨૮ :
* પુષ્પ स्वदाररक्षणे यत्नं, विदधानो निरन्तरम् । जानन्नपि जनो दुःखं, परदारान् कथं व्रजेत् ? ॥१॥ પિતાની સ્ત્રી પર કોઈ કુદષ્ટિ ન કરે તે માટે નિરંતર પ્રયત્ન કરનારા અને પિતાની સ્ત્રી દુરાચારિણી થાય, તે કેવું દુઃખ થાય છે? તેને અનુભવ કરનારે મનુષ્ય પદારાગમન કેમ કરી શકે ? અર્થાત બીજાને પણ તેવું જ દુઃખ થાય છે, એમ જાણીને તેને અવશ્ય ત્યાગ કરે.
लावण्यपुण्यावयवां, पदं सौन्दर्यसंपदः । कलाकलापकुशलामपि जह्यात परस्त्रियम् ॥ १ ॥
ભલે લાવણ્યવાળાં પવિત્ર અંગવાળી હોય, ભલે સૈદયના ભંડાર સમી હોય, ભલે વિવિધ કલાઓમાં કુશળ હોય, પણ પરસ્ત્રીને અવશ્ય ત્યાગ કર.
જે લોકે વેશ્યાગમન કરે છે અને તેથી આનંદ પામે છે, તેમણે એ વિચારવું ઘટે છે કે-મનમાં એક પુરુષ પર પ્રેમ રાખે, વચનથી બીજા પુરુષ પર પ્રેમ બતાવે અને વર્તનમાં વળી ત્રીજા જ પુરુષ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે, તેવી વેશ્યાસ્ત્રીએથી સુખ કેવી રીતે મળે ? જેનું મોટું માંસથી દુર્ગંધિત, મદિરાની વાસવાળું અને અનેક જારપુરુષવડે ચેમ્બિત થયેલું હોય, તેવા મુખને ચુંબન કરવામાં શું સ્વાદ હોય ? અર્થાત ઉચ્છિષ્ટ ભેજનની જેમ તેને ત્યાગ કર ઘટે. કામી પુરુષે પિતાનું સર્વ ધન વેશ્યાને આપ્યું હોય, છતાં જ્યારે તે નિર્ધન થઈને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે તેનાં વસ્ત્રો પણ ખેંચી લેવાની ઈચ્છા રાખે છે. આવી સ્વાથી, નિઃસ્નેહ અને કુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ચૌદશે ?
: ર૯ :
પાપને પ્રવાહ વેશ્યાના મેહમાં કેણુ પડે? ધનની ઈચ્છાથી કેઢિયાઓને પણ કામદેવ સમાન જેનારી અને કૃત્રિમ સ્નેહને વિસ્તારનારી, નેહ વિનાની વેશ્યાઓને સમજુ મનુષ્યએ અવશ્ય ત્યાગ કરવો ઘટે છે.
બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છા રાખનારે કેવી પરિચર્યાથી દૂર રહેવું ઘટે છે, તે અમે “શીલ અને સૌભાગ્ય’ નામના આ ગ્રંથમાળાનાં અગિયારમા પુષ્પમાં વિગતથી દર્શાવ્યું છે.
ટૂંકમાં, મૈથુનને મહાદેષનું કારણ સમજી તેને સર્વથા ત્યાગ કરનાર પાપના પ્રવાહને ઘણે અંશે અટકાવી શકે છે અને એ રીતે પવિત્ર બનીને પિતાનું આત્મકલ્યાણ સાધી શકે છે.
૫. પરિગ્રહ (દ્રવ્યમૂચ્છ) પાપનું પાંચમું ઉદ્ગમસ્થાન પરિગ્રહ છે. તેના દેનું દશન કરાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે –
परिग्रहममत्वाद्धि, मजत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी, त्यजेत्तस्मात्परिग्रहम् ॥ १ ॥
જેમ ઘણું ભારથી ભરેલું મોટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ પરિગ્રહના મમત્વસ્પી ભારથી પ્રાણુઓ સંસારરૂ૫ સમુદ્રમાં ડૂબી જાય છે, માટે પરિગ્રહને ત્યાગ કર.
કઈ એમ માનતું હોય કે પરિગ્રહથી લાભ છે, તેને ઉત્તર આપતાં તેમણે જણાવ્યું છે કે –
त्रसरेणुसमोऽप्यत्र, न गुणः कोऽपि विद्यते । दोषास्तु पर्वतस्थूलाः, प्रादुःषन्ति परिग्रहे ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
* પુષ્પ
ધમધ-ચથમાળા : ૩૦ :
પરિગ્રહમાં ત્રસરણ જેટલે પણ કોઈ ગુણ રહેલે નથી જ્યારે દોષ તે મેટા પર્વત જેવડા ઉત્પન્ન થાય છે.
ઘણુ પરિગ્રહવાળાની હાલત શું થાય છે? તે પણ સ્પષ્ટતયા જણાવ્યું છે:
मुष्णन्ति विषयस्तेना, दहति स्मरपावकः । रुन्धन्ति वनितान्याधाः, सङ्गैरङ्गीकृतं नरम् ॥१॥
ઘણે પરિગ્રહ એકઠે કરનાર મનુષ્યને વિષયરૂપી ચેર લૂંટી લે છે, કામરૂપ અગ્નિ બાળે છે અને વનિતા એટલે સ્ત્રીરૂપી શીકારીઓ તેના માર્ગનું રુંધન કરે છે. તાત્પર્ય કે-જ્યાં ઘણે પરિગ્રહ એકઠા થાય છે ત્યાં રાજસિક અને તામસિક વાતાવરણ વ્યાપી જાય છે, તેથી વિષયની ઉત્પત્તિ વિશેષ થાય છે અને સ્પર્શનેન્દ્રિય મનેઝ સ્પર્શમાં, રસનેંદ્રિય સારું સારું ખાવામાં, ધ્રાણેન્દ્રિય સુગંધી પદાર્થોના ઉપગ કરવામાં, ચક્ષુરિન્દ્રિય રૂપ-રંગ જોવામાં અને શ્રોત્રેન્દ્રિય મધુર શબ્દોને આસ્વાદ લેવામાં તત્પર રહે છે. તે સાથે કામની ઉત્પત્તિ પણ વિશેષ હોવાથી અગ્નિવૃતન્યાયે તે સદા જલતે જ રહે છે. અને કદાચ અતિપરિગ્રહવાળે સ્વયં કામાતુર ન થાય તે લક્ષ્મીની લાલચુ સ્ત્રીઓ તેને પિતાની જાળમાં ફસાવવાની કોશીશ કરે છે અને તેમાં ઘણે ભાગે તેઓ સફલ થાય છે. વળી ઘણું પરિગ્રહની પંચાતમાં પડેલા મનુષ્ય આહાર-વિહારમાં અનિયમિત થવાથી કે ઘણું કેમલ થઈ જવાથી વિવિધ વ્યાધિવડે ઘેરાય છે અને તેમના પરિગ્રહને સારો એવો ભાગ વૈદ્ય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૩૧ :
પાપને પ્રવાહ હકીમ, ડોકટરો, નૈસર્ગિક ઉપચાર કરનારાઓ, હઠયેગીઓ, દવા બનાવનારાઓ કે લેભાગુઓ લઈ જાય છે.
પરિગ્રહ પાપનું મૂળ છે; તેથી જ કહેવાયું છે કે— तपःश्रुतपरिवारां, शमसाम्राज्यसंपदम् । परिग्रहग्रहग्रस्तास्त्यजेयुर्योगिनोऽपि हि ॥१॥
યોગીઓ પણ પરિગ્રહરૂ૫ ગ્રહથી ગ્રસિત થયેલા જે હોય તે પિતાની તપ અને શ્રુતજ્ઞાનના પરિવારવાળી સમભાવરૂપ સામ્રાજ્યલક્ષ્મીને ત્યાગ કરવા તૈયાર થાય છે.
પરિગ્રહથી તૃપ્તિ થતી નથી. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા દwાતે
तृप्तो न पुत्रैः सगरः, कुचिकर्णो न गोधनैः । न घान्यस्तिलक श्रेष्ठी, न नन्दः कनकोत्करैः ॥ १॥
સગર રાજાને સાઠ હજાર પુત્ર હતા, છતાં તેનાથી તે તૃપ્ત થયે નહિ. કચિકર્ણ નામને મગધદેશને ગૃહપતિ લાખે ગાયે હોવા છતાં તેનાથી તૃપ્તિ પામ્યો નહિ અને ગાયનાં દહીં તથા ઘી વિશેષ પ્રમાણમાં ખાવાથી અજીર્ણ વડે પીડાતે થકે આર્તધ્યાને મરણ પામીને તિર્યચપણે ઉત્પન્ન થયે. અચલપુરનો રહીશ તિલક નામને શ્રેણી ધાન્યને સંગ્રહ કરવામાં અત્યંત પ્રીતિવાળે હતું, તે એટલે સુધી કે ઘરની સારી સારી વસ્તુઓ વેચીને પણ તે ધાન્યને સંગ્રહ કરતે. એક વાર કઈ નૈમિત્તિક પાસેથી જાણ્યું કે-આ વર્ષે દુકાળ પડશે, એટલે તેણે ધાન્યની ખરીદી એટલા મેટા પ્રમાણમાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #36
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચથમાળ
: ૩૨ :
* પુષ્પ
કરી કે મૂલ્ય ચૂકવવા માટે તેને પોતાનું ઘર વેચવું પડયું અને ભારે વ્યાજે નાણાં લેવા પડ્યાં. એવામાં કઈ ભાગ્યવાનને જન્મ થયે એટલે દુકાળ દૂર થઈ ગયે અને તે ભયંકર ખેટમાં આવી પડ્યો. પરિણામે આર્તધ્યાનમાં સબડતે અને છાતી પીટતે તથા માથાં કૂટતો મરણ પામીને નરકે ગયે.
તે જ રીતે પાટલીપુત્ર નગરના નંદ રાજાની પરિગ્રહસંજ્ઞા અતિ બળવાન હતી, તેથી તેણે પ્રજા ઉપર મેટા કરે નાખીને, ધનાલ્યોને બેટી રીતે દંડ કરીને તથા સેનાના સિક્કાઓની જગાએ ચામડાના સિક્કાઓ ચલાવીને ઘણે પરિગ્રહ એકઠા કર્યો અને પ્રજાને પૂરેપૂરી પાયમાલ કરી પરંતુ તેનું આખર એ આવ્યું કે–તેને ભયંકર રોગ લાગુ પડ્યા અને અત્યંત આનં-રૌદ્રધ્યાન કરતે મૃત્યુ પામીને નરકે ગયે.
કેટલાક મનુષ્ય એમ માને છે કે પહેલાં યેન કેન પ્રકારેણ માલદાર થવા દે, બાકીનું બધું પછી થઈ રહેશે. અર્થાત્ આ રીતે ધન-માલ પેદા કરવામાં જે પાપ કર્યા હશે, તેનું નિવારણ દાન, તીર્થયાત્રા વગેરેવડે થઈ જશે; પરંતુ તેમની એ માન્યતા અને પ્રથમ કાદવમાં રગદોળીને પછી શુદ્ધ કરવાના પ્રયત્ન જેવી છે, અથવા તે પહેલાં માથું ફેડીને પછી શીરો ખાવા જેવી છે. આવાઓને ઉદ્દેશીને જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે – कंचण-मणि-सोवाणं, थंभसहस्सोहियं भुवणतलं । जो कारिजइ जिणहरं, तओ वि तवसंयमो अहिओ ॥
એક મનુષ્ય સુવર્ણ અને મણિનાં પગથિયાવાળું જિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
* ૩૩ :
પાપને પ્રવાહ મંદિર બંધાવે અને તેનું તળિયું હજાર મનહર ખંભવડે સુશોભિત બનાવે અને બીજે મનુષ્ય તપ અને સંયમમાં પ્રવૃત્ત થાય તે બીજા પુરુષને અધિક ફળ મળે છે. તાત્પર્ય કે વારતવિક ધર્મની ઉત્પત્તિ ઈચ્છાનિધિરૂપ તપ અને અહિંસાદિ ગુણવાળા સંયમવડે જ થાય છે, પણ દ્રવ્યના ઉપયોગ માત્રથી થતી નથી. બીજી રીતે કહીએ તે વિદ્યમાન દ્રવ્યને દાનાદિ ક્ષેત્રમાં ઉપયોગ કરે ઈષ્ટ છે, પણ વધારે મેળવીને દાન કરવાનો વિચાર ઈષ્ટ નથી, કારણ કે પરિગ્રહ મેળવવા માટે આરંભ-સમારંભે કરવા પડે છે અને તે પાપના પ્રવાહને વેગવંત બનાવે છે.
પરિગ્રહ સચિત્ત અને અચિત્ત એમ બંને પ્રકાર હોય છે. તેમાં સચિત્તપરિગ્રહમાં ઠેર-ઢાંખર, નેકર-ચાકર, ફૂલફળ તથા ધાન્ય વગેરેને સમાવેશ થાય છે અને અચિત્ત પરિગ્રહમાં રોકડ નાણું, સોનું-રૂપું, ઝવેરાત તથા રાચરચીલાં વગેરેને સમાવેશ થાય છે. અથવા પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. તેમાં બાહ્ય પરિગ્રહમાં ધન, ધાન્ય વગેરે તમામ વસ્તુઓ અને અંતર પરિગ્રહમાં મિથ્યાત્વ, ત્રણ પ્રકારના વેદ, હાસ્યાદિક છ વૃત્તિઓ અને ચાર કષાયની ગણના થાય છે. વધારે સંક્ષેપમાં કહીએ તે વસ્તુ પર મૂચ્છભાવ એ જ વાસ્તવિક પરિગ્રહ છે.
न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ધોધ ગ્રંથમાળા
: ૩૪ ઃ
- પુષ્પ
પ્રાણીમાત્રના સંરક્ષક સાતપુત્ર શ્રી મહાવીરે વસ્ર આદિ બાહ્ય વસ્તુઓને પરિગ્રહ કહ્યો નથી, પણ તેના પરની મૂર્છાનેતેના પરના મમત્વને જ પરિગ્રહ કહ્યો છે, એમ મહર્ષિઓએ કહેલુ છે.
પરિગ્રહના સપૂર્ણ ત્યાગ ન કરી શકે તે એની મર્યાદા કરે, એનું નિયંત્રણ કરે. કહ્યું છે કેઃ
જે
असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् | मत्वा मूर्च्छाफलं कुर्यात्, परिग्रहनियन्त्रणम् ॥ १ ॥ દુઃખના કારરૂપ અસતાષ, અવિશ્વાસ અને આરંભ એ સઘળાં મૂર્છાનાં-મમત્વનાં ા છે, એમ જાણીને પરિગ્રહનુ નિયંત્રણ કરવુ" એટલે કે અમુક પ્રમાણુથી વધારે ન રાખવાના નિયમ કરવા.
આ માટે શાસ્ત્રકારોએ પરિગ્રહના નવ પ્રકારા પાડેલા છે. તે આ રીતે
:
(૧) ધનઃ તે ચાર પ્રકારનું છે-( ૧ ) ગણિમ એટલે ગણીને લેવાય તેવું. જેમ કે શ્રીફળ, સોપારી, રાકડા પૈસા વગેરે. (૨) ધરિમ એટલે તાળીને લેવાય તેવુ'. જેમ કે ગાળ, સાકર, કરિયાણાં વગેરે. ( ૩) એય એટલે માપીને લેવાય તેવું. જેમ કે ઘી, તેલ, દૂધ, કાપડ વગેરે. અને (૪) પરિચ્છેદ્ય એટલે કસીને કે પરીક્ષા કરીને લેવાય તેવું. જેમ કે હીરા, મેાતી, સાનું વગેર.
(૨) ધાન્ય : દરેક જાતનું અનાજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ચૌદમુ :
પાપના પ્રવાહ
૩૫ :
(૩) ક્ષેત્ર : ખેતર, વાડી–વજીકા, છૂટી જમીન.
(૪) વાસ્તુઃ ઘર, દુકાન, વખારા વગેરે. (૫) રૂપું: રૂપાના જથ્થા.
( ૬ ) સેાનું: સાનાના જથ્થા.
(૭) કુષ્યઃ સેાના-રૂપા સિવાયની ધાતુ તથા રાચરચીલું. (૮) દ્વિપદ નાકર-ચાકર, દાસ-દાસી, સેવક–સેવિકાએ તથા મેના, પોપટ, તિતર, કૂકડા વગેરે પક્ષીએ.
(૯) ચતુષ્પદ હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ, પાડા, બળદ, બકરાં, ઘેટાં વગેરે પશુઓ.
આ નવે પ્રકારના પરિગ્રહનું પરિમાણ નક્કી કરી નાખવાથી અને તેમાં ઉત્તરાત્તર ઘટાડા કરવાથી પાપના પ્રવાહને મોટા પ્રમાણુમાં રાકી શકાય છે અને આરંભ-સમારંભમાં ઘણા ઘટાડો કરી શકાય છે.
(૬) ક્રોધ
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આસવદ્વારાની જેમ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે પણ પાપનાં પ્રમલ ઉગમસ્થાના છે, તેથી જ તેમને ભય કર અધ્યાત્મદાષા કહ્યા છે.
कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा |
ક્રોધ, માન, માયા અને ચેથા લાભ, એ ( ભયંકર ) અધ્યાત્મષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ધમબોધચંથમાળા ; ૩૬ :
પ્રાણીઓને અનાદિકાલથી આ સંસારમાં રખડવું પડે છે, તેનું કારણ આ કષાય જ છે.
कोहो य माणो य अणिग्गहीया,
माया य लोमो य पवड्डमाणा | चत्तारि एए कसिणा कसाया,
सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥ १ ॥ અનિગ્રહિત ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામતા માયા અને લેભ, એ ચાર કુત્સિત કષાયે પુનર્જન્મરૂપી સંસારવૃક્ષનાં મૂળોનું સિંચન કરે છે.
શાસ્ત્રકારોએ આ ચાર કષાયને પાપની વૃદ્ધિ કરનારા કહેલા છે. कोहं माणं च मायं च, लोभं च पापवड्डणं । वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥ १॥
જે મનુષ્ય પોતાનું હિત ચાહે છે, તે પાપને વધારનારા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર દેને-કષાયોને સદાને માટે છોડી દે.
ચાર કષામાં પહેલે કષાય કોધ છે, તે દુર્ગતિનું દ્વાર છે, શમસુખને અટકાવનારી અર્ગલા છે અને વૈરવૃદ્ધિનું પરમ કારણ છે. વળી તે ધર્મ અને મિત્રને નાશ કરનાર છે. કહ્યું છે કેઃ
क्रोधो नाम मनुष्यस्य, शरीराजायते रिपुः । येन त्यजन्ति मित्राणि, धर्माच्च परिहीयते ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
·
ચોંદર્યું :
૩ ૩૭ ૩
પાપના પ્રવાહ
ખરેખર ! ક્રોધ એ મનુષ્યના પોતાના શરીરમાંથી ઉત્પન્ન ચતા શત્રુ છે કે જેના લીધે મિત્રે તજી દે છે અને ધર્મથી ભ્રષ્ટ થવાય છે.
ક્રોધનાં પરિણામેનું દર્શન એક સંતકવિએ આ પ્રમાણે કરાવ્યું છે:
संतापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् | कीर्ति कृन्तति दुर्गतिं वितरति व्याहन्ति पुण्योदयं, दत्ते यः कुगतिं स हातुमुचितो रोषः सदोषः सताम् ॥ १॥
જે સંતાપને આપે છે, વિનયને ભેદે છે, મિત્રતાને
ઉચ્છેદ કરે છે, ઉદ્વેગને ઉત્ત્પન્ન કરે છે, અસત્ય વાણીને જન્મ
આપે છે, માયાને પ્રકટાવે છે, કીર્તિને નાશ કરે છે,
તિ
( પડતી )નું દાન કરે છે, પુણ્યાયને ઘાત
(
કરે છે અને નરકાદ્ધિ ફુગતિમાં ધકેલો દે છે, તેવા અનેક ઢાષવાળા ક્રોધને સત્પુરુષોએ ત્યાગ કરવા ઉચિત છે.
શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યુ છે કેઃ
जं अजिअं चरितं, देखणाए अ पुनकोडीए ।
તું વિ સાવિત્તો, રેડ નો મુહુસેળ | શ્।।
.
કંઈક ન્યૂન એવા ક્રોડ સુધી જે ચારિત્રનું પાલન કર્યું હાય છે, તે પણ ક્રોષાદ્રિ કષાયના ઉદય થવાથી મનુષ્ય એ
ઘડીમાં હારી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચંથમાળા : ૩૮ :
* પુષ્પ લૌકિક શાસ્ત્રોને અભિપ્રાય પણ એ જ છે. આ રહ્યા તેમના શબ્દોઃ
क्रोधाद्भवति संमोहः, संमोहात्स्मृतिविभ्रमः ।
ઋતિવિષ્યમાત્ પુદ્ધિનાશ, શુદ્ધિનારાહ્મપરાત શા ક્રોધથી સંમેહ થાય છે, સંમેહથી મૃતિવિભ્રમ થાય છે, સમૃતિવિશ્વમથી બુદ્ધિને નાશ થાય છે અને બુદ્ધિને નાશ થતાં મનુષ્ય સર્વ પ્રકારે નાશ પામે છે.
નીતિ તરીકે પણ ક્રોધને ત્યાગ કરવો ઉચિત છે. કારણ કેઃ क्षमी यत्कुरुते कार्य, न तत्क्रोधवशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ॥ १ ॥
જે કાર્ય ક્ષમાવાળ એટલે સહનશીલ કે શાંત સ્વભાવને મનુષ્ય કરી શકે છે, તે કાર્ય વાત વાતમાં તપી જનારે અને એ રીતે મન પર કાબૂ ગુમાવનારે મનુષ્ય કરી શકતું નથી. તાત્પર્ય કે કાર્યને સાધનારી પ્રજ્ઞા છે, તેને ક્રોધવડે નાશ થાય છે.
મનુષ્ય ઘણીવાર પુત્ર-પુત્રીઓને રખડતાં જોઈને, પત્નીને વિચિત્ર રીતે વર્તતી જાણીને, શેઠને મનસ્વી હકમ કરતે નિહાળીને તથા નેકરની નિમકહરામી ભાળીને ઘણુ ગુસ્સે થાય છે અને તેમની અતિ તર્જના કરે છે, પરંતુ આવા સગોમાં પણ શાંતિથી કામ લેવું એ જ હિતાવહ છે. કહ્યું છે કે
अइ तज्जणा न कायबा, पुत्तकलत्तेसु सामिए भिच्चे । दहि पि महिजंतं, छंडइ देहो न संदेहो ॥ १॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
શ :
પાપને પ્રવાહ પુત્ર, સ્ત્રી, સ્વામી અને નેકરની અતિ તર્જના કરવી નહિ, કારણ કે ગમે તેવું ઘટ્ટ હોવા છતાં ઘણું મથાયેલું દહીં પિતાને દેહ છોડી દે છે (છાશ થઇ જાય છે) અર્થાત્ અતિ તજનાનું પરિણામ બૂરું આવે છે.
ક્રોધ કરવાને ટેવાયેલા મનુષ્યોએ પિતાની જાતને સુધારવા માટે એ વાત યાદ રાખવી ઘટે કેઃ
पढम चिअ रोसभरे, जा बुद्धी होइ सा न कायवा। किंपाकफलाणमिव न सुन्दरो होइ तीह परिणामो ॥१॥
ક્રોધને ઉદય થતાં જે વિચારે પહેલા આવે છે, તે પ્રમાણે વર્તવું નહિ; કારણ કે કિપાક વૃક્ષનાં ફલોની જેમ તેનું પરિણામ સુંદર હોતું નથી અર્થાત્ કિંપાક વૃક્ષનાં ફલે ખાતી વખતે મધુર લાગે છે, પણ થોડા સમયમાં જ પ્રાણુને નાશ કરે છે, તેમ ક્રોધથી કરાયેલું કામ ઘેડીવાર મનને સુંદર લાગે છે પણ તેનું પરિણામ અત્યંત બૂરું આવે છે.
કેધને જીતવાનું મુખ્ય સાધન ક્ષમા છે. કહ્યું છે કે: धमाखड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अणे पतितो वहिः, स्वयमेवोपशाम्यति ॥१॥
જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીન પર પડેલે અગ્નિ પિતાની મેળે જ ઓલવાઈ જાય છે. સારાંશ કે-દુર્જન મનુષ્ય આપણુ પર કોધ કરે અને આપણે તેને કોધથી પ્રતિકાર કરીએ તે મામલે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #44
--------------------------------------------------------------------------
________________
મધ-ચથમાળા = ૪૦ :
* પુષ ઘડીવારમાં બગડી જાય છે, પરંતુ ક્રોધ ન કરતાં ક્ષમા ધારણ કરીએ તે પેલે દુર્જન એની મેળે શાંત થઈ જાય છે.
કોધને જિતવા માટે મનુષ્ય પિતાની સમજણમાં ધરખમ સુધારો કરવાની જરૂર છે. સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે “મારું અમુક કાર્ય જરૂર થાય તેવું હતું પણ ફલાણુએ તે બગાડયું અને તે વિચાર આવતાં જ કોઇને ઉદ્ભવ થાય છે. પરંતુ ત્યાં એમ વિચારવું ઘટે છે કે-મારાં સુખદુઃખનું સર્જન કરનારે હું જ છું. મેં પૂર્વે જે કર્મો બાંધ્યાં છે, તે અનુસાર મને સુખદુઃખની પ્રાપ્તિ થાય છે, તેમાં બીજાને વાંક શા માટે કાઢું? જે કાર્યની સિદ્ધિ થવાની હશે તે હરકેઈ પ્રકારે થશે, તેને અટકાવવાને કઈ સમર્થ નથી. અને જે તે નહિ જ થવાની હોય તે ગમે તે નિમિત્તે આવી મળશે તેથી નિમિત્ત પર કેધ કર ઉચિત નથી.
કેટલાક લોકો એમ માને છે કે ક્ષમા એ તે કાયરને ધર્મ છે; અથત વીર પુરુષોએ તે બરાબર બદલે લે જોઈએ. પણ એ માન્યતા અજ્ઞાનમૂલક છે, કારણ કે વૈરથી વેરની વૃદ્ધિ થતી જાય છે અને છેવટે વૈરનું એ વતેલ અમર્યાદિત બની જાય છે. તેથી અનુભવી પુરુષોએ ફરમાન કર્યું છે કે “ક્ષમા વીરસ્ટ મૂવમ્ ક્ષમા એ કાયરનું નહિ પણ વીરનું ભૂષણ છે.”
જે આ વાત બરાબર સમજવામાં આવે તે અનેક પ્રકારના કલહ-કંકાસ, ટંટા-ફીસાદો અને યુદ્ધનાં ઘમસાણે અટકી જાય અને ક્ષમાની સુવાસથી એકબીજાની ભૂલ સુધરે તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
: ૪૧ :
પાપનો પ્રવાહ છેવટે દોષનું નિવારણ થાય. તેથી નિગ્રંથ મહર્ષિઓએ મુમુક્ષઓને પ્રતિદિન પ્રાતઃ અને સાયંકાલે એવી ભાવના ભાવવાને આદેશ આપે છે કેઃ
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सबभूएसु, वेरं मज्झ न केणइ ॥ १॥
હું સર્વ જીવેની(મેં તેમના પ્રત્યે કરેલા અપરાધ માટે) ક્ષમા માગું છું. સર્વે જીવો મને ક્ષમા આપે. મારે સર્વ જીવથી મૈત્રી છે, કેઈથી પણ વૈર નથી.
આ ભાવનાને આશ્રય લઈને અનેક મુમુક્ષુઓએ ક્રોધ પર સંપૂર્ણ વિજય મેળવ્યું છે અને પિતાના આત્માને સર્વ કષાયથી મુક્ત કરીને પરમપદની પ્રાપ્તિ કરી છે.
(૭) માન માન એટલે અભિમાન, અહંકાર, ગર્વ કે મદ. તેને ઉદય થવાથી મનુષ્ય ભાન ભૂલે છે અને ન કરવાનાં કામો કરી બેસે છે, તેથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે :
विनयश्रुतशीलानां, त्रिवर्गस्य च घातकः।। विवेकलोचनं लुपन् , मानोऽन्धकरणो नृणाम् ॥ १॥
માન નામને કષાય મનુષ્યના વિનય, શ્રત, શીલ, ધર્મ, અર્થ અને કામને નાશ કરે છે તથા તેમનાં વિવેકરૂપી લેચનને ફેડી નાખીને તેમને આંધળા બનાવે છે.
जातिलामकुलैश्चर्यचलरूपतपाश्रुतैः ।। कुर्वन् मदं पुनस्तानि, हीनानि लमते जनः ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ધમબોધ ગ્રંથમાળા : ૪૨ :
ઃ પુષ્પ જાતિ, લાભ, કુલ, એશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રતને મદ કરનાર મનુષ્ય તે તે વસ્તુઓ હીન પ્રકારની પામે છે. અર્થાત્ જે મનુષ્ય એ મદ કરે છે કે “હું ઉત્તમ જાતિમાં જન્મે છું માટે ઉત્તમ છું, મારા જે ઉત્તમ બીજે કેશુ છે?” તે બીજા ભવમાં ચાંડાળ, પારધિ વગેરે અધમ જાતિમાં ઉત્પન્ન થાય છે. જે મનુષ્ય ધંધા, રોજગાર, વ્યવસાય કે અધિકાર અંગે થતા લાભને મદ કરે છે કે “મારા જે લાભ બીજા કેઈને થતું નથી, માટે હું પરમ ભાગ્યશાળી છું ! બીજા બિચારા નસીબના “ફટા” હશે !” તે તેને ભવિષ્યમાં લાભાંતરાય થાય છે, એટલે કે તેને કઈ પણ કામમાં મેટે લાભ થતો નથી. જે મનુષ્ય કુલનું અભિમાન કરે છે કે “ હું તે અમુક કુલને, મારી શી વાત? હું કંઈ જે તે નથી!” તે ભવાંતરમાં હલકા કુલમાં જમે છે. શ્રી મહાવીર પ્રભુએ મરીચિના ભવમાં કુલને મદ કર્યો કે “અહે! હું કેવા ઉત્તમ કુલને છું? મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચકવતી અને હું છેલ્લો તીર્થંકર થઈશ! અહા મારું કુલ? અહા મારી ઉત્તમતા ! ” એ કુલમદના પરિણામે તેમને તીર્થંકરના ભાવમાં પણ ભિક્ષુક કુલમાં અવતરવું પડ્યું કે જ્યારે અવશ્ય ઊંચા કુળમાં જન્મ થાય છે. એ જ સ્થિતિ સર્વે કુલમરવાળાએ સમજી લેવાની છે. જે મનુષ્ય પોતાને પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને મદ કરે છે કે “અહેમારો મહેલ કે સુંદર છે? મારા બગીચાની શી વાત? મારી પાસે જેવા હાથી છે, જેવા વેડા છે, તેવા બીજા કેઈને નથી! વળી મારી પાસે જેવું ઝવેરાત છે, જેવા આભૂષણે છે, તેવાં બીજા પાસે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #47
--------------------------------------------------------------------------
________________
ચૌદસ :
: ૪૩ :
પાપના પ્રવાહ
·
હું
કે
નથી ! મારી પાસે અખૂટ ધન છે, અઢળક સ`પત્તિ છે, અપૂર્વ રિદ્ધિ છે ! અહા મારું અશ્વય !' તે ભવાંતરમાં ઐશ્વર્યથી છે! હીન થાય છે એટલે કે દીન-દુ:ખી હાલતમાં જન્મે છે. જે મનુષ્ય ખલનું અભિમાન કરે છે કે મારા જેવા અળિયે ખીએ કેાઈ નથી ! મારા ખળની શી વાત ! ભલભલાને હરાવી દઉં છું ! ' તે ભવાંતરમાં ખલહીન એટલે માયકાંગલે થાય છે. જે મનુષ્ય રૂપનું અભિમાન કરે છે મારા જેવા રૂપાળા કાઈ નથી, હું કામદેવના અવતાર છુ, મારું રૂપ જોઈને લેાકા મેહ પામે છે !' તે ભવાંતરમાં રૂપહીન એટલે કાણેા-કૂબડા થાય છે. જે મનુષ્ય તપના મદ મહાન્ તપસ્વી છું, મારા જેવી તપશ્ચર્યાં શકતા નથી !” તે ભવાંતરમાં તપ કરવાની થાય છે. અને જે મનુષ્ય શ્રુત કે વિદ્યાને મદ કરે છે કે ‘ મારા જેવું શાસ્ત્રજ્ઞાન કોઈને નથી, હું મહાપંડિત છું, હું મહાજ્ઞાની છું!' તે ભવાંતરમાં મૂખ થાય છે.
કરે છે કે “હું
ખીજા
કાઈ કરી શક્તિથી રહિત
"
6
આ સ્થળે સુજ્ઞ મનુષ્ય એવા વિચાર કરે કે હે જીવ! તેં અત્યાર સુધીમાં દરેક પ્રકારની જાતિમાં જન્મ ધારણ કર્યાં છે, તે જાતિનું અભિમાન શું? જાતિ કેાઈ શાશ્વત વસ્તુ નથી, માટે તેને ગર્વ ન કર. હે જીવ! તને જે કંઈ લાભ થાય છે તે અતરાય કર્મના ક્ષય થવાથી થાય છે, તેમાં હુ
શુ અને અભિમાન છુ? વળી આવેા લાભ તને એકલાને જ થતા નથી પણ જે કાઈ પૂર્વભવમાં દાનાદિ ક્રિયાઓ કરે છે, તે સર્વને થાય છે, માટે લાભના મદ ન કર. હૈ જીવ ! કુલના ઊંચાનીચાપણાથી શું? ને તું ઉચ્ચ કુલમાં જન્મ્યા છે, છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ધમબોધ-થમાળા : ૪૪ : શીલ અને સદાચારથી વંચિત છે, તે એ કુલીનતાથી શું ? અને અધમકુલમાં જન્મવા છતાં શીલ અને સદાચારથી રહિત છે, તે કુલની ફિકર શી? હે જીવ! તું ઐશ્વર્યનું અભિમાન શાને કરે છે? ઇદ્રાદિ દેવેની આગળ ઐશ્વર્ય શા હિસાબમાં છે? અથવા કુબેર ભંડારીની આગળ તારા પાંચ-પચીશ કોડ શા વિસાતમાં છે? અથવા તારી પાસે અમુક મંદિર-મહેલે છે, તેવાં મંદિર અને મહેલે બીજાનાં મંદિર અને મહેલે આગળ પાણી ભરે છે, માટે તેનું અભિમાન કર મા! વળી લક્ષમી તે ચંચળ છે અને ઘડી ઘડીમાં સ્થાન બદલે છે, તે એનું અભિમાન શા કામનું ? આજે તારી પાસે ઐશ્વર્યા છે, તેનું તું અભિમાન કરીશ અને કાલે ઐશ્વર્યહીન થઈશ તે? માટે ઐશ્વર્યનું અભિમાન કરવું રહેવા દે, તેમાં જ તારું શ્રેય છે. હે જીવ! તું બળનું અભિમાન શાને કરે છે? જો તું ખરો બળિયો હે તે જન્મ, જરા, મૃત્યુ અને રોગરૂપી શત્રુને જીતી લે. ત્યાં તે તું પૂરેપૂરો પરાભવ પામે છે અને બળનું અભિમાન કરે છે, એ ન્યાય કયાંને? વળી બળ માટે દુનિયામાં પંકાઈ ગયેલા મનુષ્ય પણ સમય આવતાં એવા નિર્બળ અને માયકાંગલા બની જાય છે કે જેને જોઈને દયા આવે છે, તે શું તારી અવસ્થા કદી એવી નહિ થાય ? હે જીવ! બળનું અભિમાન તું જરા પણ કર મા. વળી હે જીવ! તું રૂપનું અભિમાન શાને કરે છે? તારા કરતાં અનેકગણુ રૂપાળા મનુષ્ય આ જગતમાં હસ્તી ધરાવે છે કે જેમનું દર્શન થતાં જ લેકના મન પર અજબ પ્રભાવ પડે છે. અને માની લે કે તું કંઈક રૂપાળો છે તે તેથી શું ? એ રૂપ શું સદા ટકવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૪૫ :
પાપનો પ્રવાહ છે? અરે સનતકુમાર ચક્રવર્તી જેવાનું રૂપ થોડીવારમાં બદલાઈ ગયું, તે તારા રૂપનું કહેવું જ શું માટે રૂપના મદને વિસરી જા અને આત્માને રૂપાળા બનાવવા માટે પ્રયત્નશીલ થા. વળી હે જીવ! તું અમુક ઉપવાસ આયંબિલ કે રસત્યાગ કરી શકે છે તેથી મહાન તપસ્વી હેવાનું શા માટે માની લે છે? આ જગતમાં મહાપુરુષોએ જે તપશ્ચર્યાઓ કરી છે, તેની આગળ તારી કે ગણના નથી ! શ્રી રાષભદેવ ભગવાને બાર માસ સુધી આહારપાણ લીધાં ન હતાં ! શ્રી મહાવીર પ્રભુએ છ છ માસના ઉપવાસ કર્યા હતા અને સાડાબાર વર્ષમાં માત્ર ૩૪૯ જ પારણું કર્યા હતાં અને બાકીને બધો સમય તપશ્ચર્યામાં વ્યતીત કર્યો હતે માટે તું તપનું અભિમાન જરા પણ કરીશ મા. અને હે જીવ! તું શ્રતને મદ પણ શાને કરે છે? તારું શ્રુતજ્ઞાન ગણધર દેવે અને ચૌદપૂર્વધારીઓની આગળ શા હિસાબમાં છે ? તું થોડાં શાસ્ત્રો ભયે, થોડું લખતાં-વાંચતાં શીખે કે થોડું બોલતાં શીખે એમાં પિતાને મહાપંડિત કે મહાજ્ઞાની કેમ માની બેઠે છે ? તું પદે પદે ખલના પામે છે. અનેક વસ્તુના ગૂઢ રહસ્યને જાણતા નથી, તારું જ્ઞાન અનેક પ્રકારે ખલનાવાળું છે, એ કેમ ભૂલી જાય છે? રે જીવ! તું કઈ પણ પ્રકારે શ્રતને મદ કરીશ મા. તાત્પર્ય કેઃ
उत्सर्पयन् दोषशाखा गुणमूलान्यधोनयन् । उन्मूलनीयो मानदुस्तन्मादेवसरित्प्लवैः ॥१॥
રાજપી શાખાઓને વિસ્તારતા અને ગુરુ૫ મલને નીચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ગ્રંથમાળા : ૪૬ :
: પુષ્પ લઈ જતા માનરૂપ વૃક્ષને મૃદુતા કે નમ્રતારૂપ નદીના પ્રવાહથી ઉખેડી નાખવું યોગ્ય છે.
અભિમાનને લીધે મનુષ્ય વાદવિવાદમાં ઊતરે છે, ઉડાઉ ખર્ચ રાખે છે, બેટા ઝઘડાઓ કરે છે અને યુદ્ધ પણ ચડે છે. વળી તે નાના મેટાને ભેદ પણ ચૂકી જાય છે અને ન બલવા જેવાં વેણ બેલીને મિત્ર કે મુરબ્બીઓનું અપમાન પણ કરે છે, તેથી માનવડે દેશેની વૃદ્ધિ થાય છે, એ સુનિશ્ચિત છે. વળી માનથી અક્કડાઈ આવે છે, એટલે વિનયને લેપ થાય છે, વિનયને લેપ થતાં વિદ્યાને પણ લેપ થાય છે અને વિદ્યાને લેપ થતાં સારાસારને વિવેક ભૂલી જઈ અસાર વસ્તુની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ પણ થાય છે, તેથી માનવડે ગુણે નીચે જાય છે, એ નિઃસંશય છે. આમ દરેક રીતે નુકશાન કરનારા માનનું પિષણ શા માટે કરવું? તેને બદલે મૃદુતા કે નમ્રતાને ધારણ શા માટે ન કરવી કે જેથી વિકાસને માર્ગ ખુલે થાય અને આત્મા ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે? તાત્પર્ય કેસુજ્ઞજનેએ માનને પાપપ્રવાહનું પ્રબળ ઉદ્દગમસ્થાન જાણીને, તેને સદંતર ત્યાગ કર ઘટે છે.
(૮) માયા કુડ, કપટ, છલ, છેતરપીંડી, વંચના, વક્રતા, શઠતા કે કુટિલતાને આશ્રય લેનારી મનવૃત્તિને માયા કહેવામાં આવે છે. તે મૃષાવાદની માતા છે, શીલ વૃક્ષને છેદનારી કુહાડી છે, અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિના દરવાજા દેખાડનારી દુદત દ્વારપાલિકા છે. તેથી જ સુજ્ઞજનેએ કહ્યું છે કેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
સૌદ :
:
હ :
પાપનો પ્રવાહ
विधाय मायां विविधैरुपायैः, परस्य ये वचनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापवर्ग
सुखान्महामोहसखा स्वमेव ॥१॥ જે મનુષ્ય માયાનું સેવન કરીને વિવિધ પ્રકારના ઉપાયવડે બીજાની સાથે ઠગાઈ કરે છે, મહામહનાં મિત્ર સરખાં તે મનુષ્ય પોતાની જાતે જ વર્ગના સુખેથી ઠગાય છે.
અથવા– कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वश्चयमाना वश्चयन्ते स्वमेव हि ॥१॥
અનેક પ્રકારનાં કૂડ-કપટ કરવામાં કાબેલ અને બગલાના જેવી દંભી મનેવૃત્તિ રાખનાર પાપી પુરુષો માયાવડે જગતને છેતરવા જતાં પોતે જ છેતરાય છે.
मायामविश्वासविलासमन्दिरम् , दुराशयो यः कुरुते धनाशया। सोऽनर्थसाथ न पतन्तमीक्षते,
यथा बिडालो लगुडं पयः पिवन् ॥१॥ દૂધ પીવાને પ્રવૃત્ત થયેલે બીલાડ જેમ લાકડીના ભયને જોઈ શકતું નથી, તેમ જે દુષ્ટ પુરુષ ધનની આશાથી અને વિશ્વાસના વિલાસમંદિર જેવી માયાને આચરે છે, તે પિતાના માથે પડી રહેલા અનર્થ સમૂહને જોતું નથી. અર્થાત્ માયાની છાયામાં લપટાયેલું મન વિવેકને વિસરી જાય છે અને હિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-માળા : ૪૮ : હિતને વિચાર કરવામાં અસમર્થ બને છે; એટલે તે માયાથી આવનારાં ભયંકર પરિણામેનો વિચાર કરી શકતું નથી.
માયાનું પહેલું ભયંકર પરિણામ તે એ છે કે તેના આચરનારને કેઈ વિશ્વાસ કરતું નથી.
मायाशीलः पुरुषो यद्यपि न करोति किश्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः ॥१॥
કપટી મનુષ્ય કેઈ અપરાધ ન કરે તે પણ પિતાના દેષથી હણાયેલ તે સર્ષની જેમ બીજાને અવિશ્વસનીય બને છે. તાત્પર્ય કે સાપની દુષ્ટ પ્રકૃતિને લીધે જેમ તેને વિશ્વાસ થઈ શકતું નથી તેમ નિરંતર ફૂડ-કપટ કરવાને ટેવાયેલા કપટી મનુષ્યને વિશ્વાસ થઈ શકતું નથી.
માયાનું બીજું ભયંકર પરિણામ એ છે કે તે પોતે જ પિતાની જાળમાં ફસાય છે. “ દો કેઈને સગે નહિ,”
ખાડો ખેદે તે પડે,” “કૂડના ડાંડિયા કપાળમાં વાગે” વગેરે કહેવતે તેને જીવતે-જાગતે પૂરાવો છે. બંગભંગની ચળવળ વખતે સ્વદેશી વસ્ત્રના નામે બંગાળની જનતાને એકદમ હલકું કાપડ મેકલી છેતરપીંડી કરનારી અમદાવાદની મિલએ એટલી શાખ ગુમાવી હતી કે પછીથી ગમે તે સારો માલ પૂરો પાડવા છતાં લેકેને પૂરો વિશ્વાસ આવતું ન હતું. પરિણામે તેની આમદાનીમાં મેટે ફટકો પડયે હતું અને કરડે રૂપિયાનું નુકસાન થયું હતું. બીજી બાજુ એ વાત વિચારવા જેવી છે કે જે લેકે પોતાના માલની ઉત્તમતા ટકાવી રાખે છે અને તેમાં દગોફટકો કરીને તેનું ધેરણ જરા પણ નીચું કરતા નથી, તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૪૯ :
પાપને પ્રવાહ શાખ બરાબર જામે છે અને તેને લીધે જ તેઓ અઢળક ધન કમાય છે.
માયાનું ત્રીજું ભયંકર પરિણામ એ છે કે તેને આચરનાર સમ્યક્ત્વને પામી શકતું નથી, કારણ કે સમ્યત્વનું મૂળ સત્ય વ્યવહાર છે. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા શબ્દોઃ
સમક્તિનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત,
રે પ્રાણુ! મ કરીશ માયા લગાર. ધર્માચરણમાં દંભને સ્થાન નથી. જે મનુષ્ય બાહ્ય આચરણ સારું દેખાડે છે, પણ અંદરથી સ્વાર્થ સાધવાની પૂરી તકેદારી રાખે છે, તેને બગલાભગત જ કહી શકાય.
शनैरुद्धरते पादं, जीवानामनुकम्पया। પર રમા! આવાં, વા પરમધાર્મિવાદ III
શ્રી રામચંદ્ર વનવાસ વખતે લક્ષમણ અને સીતા સાથે એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. વચમાં પંપા નામનું સવાર આવે છે. ત્યાં બગલાઓને ચૂપચાપ બેઠેલા તથા ધીમે ધીમે પગ ઉપાડતા જોઈને શ્રી રામચંદ્ર કહે છે “હે ભાઈ લક્ષમણ! તું આ પંપા સરોવર પર નજર નાખ. અહીં અનેક જાતનાં પક્ષીઓ નજરે પડે છે, પરંતુ તે બધામાં બગલે સહુથી વધારે ધાર્મિક જણાય છે, કારણ કે પિતાના પગ નીચે કોઈ જીવ ચગદાઈ ન જાય તે માટે એ ધીમે ધીમે પગ ઉપાડે છે!” કહેવાની જરૂર ભાગ્યે જ છે કે એ બગલો સહુથી વધારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધચંથમાળા : ૫૦ :
ઃ પુષ્પ માછલીઓ પકડીને તેનું ભક્ષણ કરી જાય છે! એટલે બાહ્ય આચરણ અનુકંપાનું પરંતુ ભીતરની વૃત્તિ શિકારની એ માયાની જાળ છે અને તે આત્માથી મનુષ્યોએ છોડવી જ જોઈએ. માયાને જીતવા માટે સદા સરલતા રાખવી જરૂરી છે.
(૯) લેભ. ધન, વૈભવ, સત્તા, અધિકાર કે રાજ્યાદિ ઐશ્વર્યની તૃષ્ણાને લેભ કહેવામાં આવે છે. તે સર્વ દેશની ખાણ છે, ઉત્તમ ગુણેને ગળી જનારો મહારાક્ષસ છે, દુખરૂપી વેલીએનું મૂળ છે અને ધર્માદિ ચારે પુરુષાર્થને બાધક છે.
તેના સ્વરૂપનું વર્ણન કરતાં શાસકાર મહર્ષિઓએ કહ્યું છે કેઃ धनहीनः शतमेकं, सहस्रं शतवानपि । सहस्रावधिपतिर्लक्ष, कोटिं लक्षेश्वरोऽपि च ॥१॥ कोटीश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥२॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदीच्छा न निवर्तते । मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥३॥ लोभसागरमुढेल-मतिवेलं महामतिः । संतोषसेतुबन्धेन, प्रसरन्तं निवारयेत् ॥४॥
લભ શરૂઆતમાં નાનું હોય છે, પણ પછીથી શરાવ(કેડિયા)ની જેમ વૃદ્ધિ પામે છે. જેમ કે ધનહીન હોય તે સે રૂપીઆની આશા કરે છે, તે રૂપીઆવાળ હજાર રૂપીઆ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #55
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૫૧ :
પાપનો પ્રવાહ
ની આશા કરે છે, હજાર રૂપી આવા લાખ રૂપીઆની આશા કરે છે અને લાખ રૂપીઆવાળ કરોડ રૂપી આની આશા કરે છે. તે જ રીતે કરોડ રૂપીઆવળે નરેન્દ્ર થવાને ઈરછે છે, નરેન્દ્ર ચક્રવર્તી થવાને ઈરછે છે, ચક્રવર્તી દેવ થવાને ઈ છે છે અને દેવ ઈંદ્ર થવાને ઈરછે છે. આમ ઇદ્રપણું પ્રાપ્ત થવા છતાં ઈરછા નિવૃત્ત-શાંત થતી નથી; માટે સુજ્ઞજનેએ માટી ભરતીવાળા લેભરૂપી સમુદ્રને સંતેષરૂપી પાળ બાંધીને પ્રસાર પામતે અટકાવ.
कसिणं पि जो इमं लोयं, पडिपुण्ण दलेन इकस्स । तेणाऽवि से न संतुस्से, इह दुप्पूरए इमे आया ॥१॥
અનેક પ્રકારના બહુમૂલ્ય પદાર્થોથી પરિપૂર્ણ આ સમગ્ર વિશ્વ પણ જે એક મનુષ્યને આપવામાં આવે, તે પણ તે સંતુષ્ટ નહિ થાય. અહે! મનુષ્યની આ તૃણું ઘણું જ દુષ્પર છે! અર્થાત્ કઈ રીતે પૂરી કરી શકાય તેવી નથી.
सुवण्ण-रुप्पस्स उ पबया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि,
इच्छा हु आगाससमा अणन्तिया ॥१॥ ચાંદી અને સેનાના કૈલાસ પર્વત જેવા મોટા અસંખ્ય પર્વત પાસે હોય તે પણ લેભી મનુષ્યની તૃપ્તિ માટે તે કંઈ પણ નથી, કારણ કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે.
जहा लाहो तहा लोहो, लाहा लोहो पड़ा। दोमामाकणयं कजं, कोडीए वि न निट्टियं ॥१॥.......
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચંથમાળા : પ૨ :
* : પુષ્પ જેમ જેમ લાભ થતું જાય છે, તેમ તેમ લેભ વધતે જાય છે. બે માસાથી પૂરું કરવા ધારેલું કાર્ય કરે રૂપિયે પણ પૂરું ન થયું. ( આ ગાથા મહર્ષિ કપિલનાં દષ્ટાન્તને અનુલક્ષીને કહેવામાં આવી છે કે જે રાજા પાસે બે માસા સેનું માગવા ગયા હતા, પણ રાજાએ ઈરછામાં આવે તેટલું માગવાનું કહેતાં, તે ક્રમે ક્રમે કરોડો રૂપિયા સુધી અને તેના સમસ્ત રાજ્યને માગવા સુધી પહોંચી ગયા હતા, પરંતુ પાછળથી સન્મતિ આવતાં તેમણે કંઈ પણ ન માગતાં સંતેષને જ આશ્રય લીધે હતે.)
पुढवी साली जवा चेव, हिरणं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स, इइ विज्जा तवं चरे ॥१॥
ચેખા, જવ આદિ ધાન્ય તથા સુવર્ણ અને પશુઓથી પરિપૂર્ણ આ સમસ્ત પૃથ્વી પણ લેભી મનુષ્યને તૃપ્ત કરી શકતી નથી, એમ જાણને સુજ્ઞજનેએ ઈચ્છાનિરોધરૂપ તપનું અવલંબન લેવું ઈષ્ટ છે.
अहे वयन्ति कोहेण, माणेणं अहमा गई । माया गइपडिग्घाओ, लोहाओ दुहओ भयं ॥१॥
ક્રોધથી અધઃપતન થાય છે, માનથી અધમ ગતિ મળે છે, માયા સદ્ગતિને નાશ કરે છે, પરંતુ લેભ તે આ લેક તથા પરલોક બંનેને ભય સમાન છે.
અથવા कोहो पीई पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सबविणासणो ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૫૩ :
પાપને પ્રવાહ ક્રોધ પ્રીતિ કે સદુભાવને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રને એટલે વિશ્વાસને નાશ કરે છે, પરંતુ લોભ તે સર્વને નાશ કરે છે.
લેભને સર્વનાશક કહેવાને હેતુ એ છે કે-લેભી મનુષ્ય લભવશાત્ જૂઠું બોલે છે, અણુદીધેલી વસ્તુ ઉપાડી લે છે, પરિગ્રહમાં વધારે કર્યા કરે છે અને હિંસા પણ કરે છે. કહ્યું છે કે
स्वामिगुरुबन्धुवृद्धानबलान् जीर्णदीनादीन् ।. व्यापाद्य विगतको, लोभात्तॊ वित्तमायत्ते ॥१॥
લોભને વશ થયેલે પુરુષ પોતાના માલીક, ગુરુ, બધુ, વૃદ્ધ, સ્ત્રી, બાળક, દુર્બલ અને અનાથોને પણ નિઃશંક મારી નાખીને ધન ગ્રહણ કરે છે.
લેભી મનુષ્ય પોતાની ઈચ્છા પૂરી ન થતાં ક્રોધે ભરાય છે, અથવા કંઈક પ્રાપ્તિ થાય છે તે અભિમાન કરે છે, વિવિધ પ્રકારના છલ-કપટ કે માયાને આશ્રય લે છે અને તે મિત્રો કે મુરબ્બીઓ સાથે પણ લડે છે. આ રીતે લેભની સર્વનાશકતા જોઇને જ સંતાએ કહ્યું છે કેઃ
अर्थमनर्थ मावय नित्यं, नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता रीतिः ॥१॥
હે મુમુક્ષુ ! તું ધનને નિરંતર અનર્થરૂપ માન. સત્ય હકીકત એ છે કે તેનાથી સુખને અંશ પણ પ્રાપ્ત થતું નથી. જે ઘણે ધનવાળો હોય છે, તેને (બીજાને ભય તે હોય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ધમબોધગ્રંથમાળા : ૫૪ : પણ) પિતાના પુત્રને ય ભય હોય છે. આવી રીતિ સર્વત્ર જેવામાં આવે છે.
જેમ ક્રોધને ક્ષમાથી જીતી શકાય છે, માનને નમ્રતાથી જીતી શકાય છે અને માયાને સરલતાથી જીતી શકાય છે, તેમ લેભાને સંતોષથી જીતી શકાય છે.
સંતેવી સદા સુખી” એ જગને અનુભવ છે. “સંતોષ સમું સુખ નહિ” એ મહર્ષિઓને મત છે અને “સતેષ એ જ પરમ નિધાન છે” એવું કરવાનું તારણ છે. તેથી સુજ્ઞ જનેએ સંતેષને ધાર અને લેભને માર એ જ સર્વથા સમુચિત છે.
(૧૦-૧૧) રાગ અને દ્વેષ. બાબરાગ હોય ત્યાં દ્વેષ હોય છે અને દ્વેષ હોય ત્યાં રાગ હોય છે, તેથી આ બંને પાપસ્થાનકને વિચાર સાથે કરવામાં આવે છે.
શાસ્ત્રકારોના અભિપ્રાયથી આત્માનું અધ:પતન કરનારી મુખ્ય બે વૃત્તિઓ તે રાગ અને દ્વેષ છે. તેમાં રાગ એ માયા અને લેભની મુખ્યતાવાની વૃત્તિ છે અને દ્વેષ એ ક્રોધ તથા માનની મુખ્યતાવાળી વૃત્તિ છે. આ બંને વૃત્તિઓની ભયંકરતાનું પૂરેપૂરું વર્ણન કરી શકાય તેવું નથી, છતાં તેને કંઈક ખ્યાલ આવે તેવા હેતુથી અહીં થોડા શબ્દ લખવામાં આવે છે.
* આ વાકય બહુલતાએ સમજવું. નવમા ગુણસ્થાનક સુધી રાગદેવ બને સાથે છે, પરંતુ દશમા ગુણસ્થાનકે એક રાગ જ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૫૫ :
પાપનો પ્રવાહ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ બંને દોષનું દુર્જયપણું વર્ણવતાં યેગશાસના ચતુર્થ પ્રકાશમાં કહ્યું છે કે
आत्मायत्तमपि स्वान्तं, कुर्वतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य, परायत्तं विधीयते ॥१॥
અન્તઃકરણને આત્માધીન બનાવનારા રોગીઓનું મન પણ રાગ અને દ્વેષનું આક્રમણ થતાં પરાધીન બની જાય છે.
रक्ष्यमाणमपि स्वान्तं, समादाय मनाग्मिषम् । पिशाचा इव रागाद्याच्छलयन्ति मुहुर्मुहुः ॥१॥
ગીએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે ઉપાવડે અંત:કરણનું રક્ષણ કરે છે, છતાં રાગ અને દ્વેષ (એવા ધૂર્ત છે કે જે) કંઈ પણું બહાનું કાઢીને તેમાં પેસી જાય છે અને પિશાચની જેમ તેમને વારંવાર છળે છે.
रागादितिमिरध्वस्त-ज्ञानेन मनसा बनः । अन्धेनान्ध इवाकृष्टः, पात्यते नरकावटे ॥१॥
એક આંધળે બીજા આંધળાથી ખેંચાઈને જેમ ખાડામાં પડે છે, તેમ રાગાદિ અંધકારવડે જેનું જ્ઞાન નષ્ટ થયું છે. એવા મનવડે મનુષ્ય નરકના ખાડામાં પડે છે.
ભાઈઓએ બીજા પ્રત્યે ખુલ્લો અન્યાય આચર્યો હોય, છતાં પક્ષ કોને લેવાય છે? પત્ની પાડશશુ સાથે ખેટે ઝઘડે કરી આવી હોય છતાં વાંક કેને કઢાય છે? છોકરાએ ખરેખર બીજાનું અડપલું કર્યું હોય છતાં કહેવા આવે ત્યારે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પુષ્પ
ધમધચંથમાળા : ૫૬ : જવાબ અપાય છે ? એક હબસણને જુદા જુદા વર્ગના અનેક બાળકે બતાવીને પૂછવામાં આવ્યું કે “ બાઈ, આ બધાં બાળકેમાં તને કેનું બાળક સુંદર જણાય છે?” ત્યારે હબસણે બધાં બાળકોને જોયા પછી જણાવ્યું કે “મને તે હબસીનું બાળક સુંદર જણાય છે.” આમ કેમ ? લના ગોટા જેવા અનેક બાળકો હાજર હોવા છતાં એ હબસણે આ જવાબ કેમ આપે ? એનું કારણ શોધવા માટે આપણને દૂર જવું પડે તેમ નથી. રાગથી અંધ થયેલી દષ્ટિ વિવેકને ભૂલી જાય છે અને વિવેક ભૂલાતાં આવું પરિણામ આવે તે સ્વાભાવિક છે.
જે કાર્ય માટે આપણે બીજાની વારંવાર નિંદા કરી હોય છે, બીજાની વારંવાર ધૃણું કરી હોય છે, તે જ કાર્ય જે આપણું માતાપિતા, વડીલ, ગુરુ કે કુટુંબ-પરિવારના કઈ માણસે કર્યું હોય તે તેમને બચાવ કરવા લાગી જઈએ છીએ, એ શું બતાવે છે ? રાગથી અંધ થયેલે આત્મા ન્યાયનીતિને વિસરી જાય છે અને ખુલ્લંખુલ્લા અસત્યને આશ્રય લે છે, એ નિર્વિવાદ છે. આવી સ્થિતિમાં આવી હાલતમાં નરકના દરવાજા ન ખુલે તે બીજું શું થાય ?
રાગનું સ્વરૂપ ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે. (૧) દષ્ટિરાગ, (૨) કામરાગ અને (૩) સ્નેહરાગ. તેમાં કુપ્રવચનની આસક્તિ એ દષ્ટિરાગ છે. કુપ્રવચન એટલે ખાટા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારાં પ્રવચને કે શા. દષ્ટિરાગ જ્યાં સુધી હોય ત્યાં સુધી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્તિ કરવી તે કામરાગ છે. એના પરિણામે અતિ ભયંકર છે. શબ્દમાં આસક્તિ રાખનારું હરણું પારધિએવડે પકડાય છે અને માથું જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૫૭ :
પાપને પ્રવાહ રૂપની આસક્તિવાળું પતંગિયું દીવાની જ્યોતમાં ઝંપલાવે - છે અને પ્રાણુનાશને નેતરી લે છે. રસની આસક્તિવાળું માછલું સ્વાદિષ્ટ માંસને ટૂકડે ખાવા જતાં ગલના કાંટાથી વીંધાય છે અને મૃત્યુ પામે છે. ગંધની આસતિવાળા ભમરે કમલમાં બીડાય છે અને કાળને કેળિયે બની જાય છે. સ્પર્શ સુખની આસકિતવાળે હાથી સ્પર્શમુખને અનુભવ લેવા જતાં ખાડામાં પડી જાય છે અને કાયમને ગુલામ બને છે. જ્યાં એક એક વિષયની આસક્તિ આ અનર્થ ઉપજાવતી હોય ત્યાં પાંચ વિષયની આસક્તિનું કહેવું જ શું? શબ્દની લાલસાએ અનેકનાં સાન-ભાન ભૂલાવ્યાં છે અને તેમને પાયમાલ કર્યા છે. રૂપની લાલસાએ અનેક નરબંકાઓ રણમાં રોળાયા છે અને અમૂલ્ય માનવજીવન હારી ગયા છે. ગંધની લાલસા પણ એટલી જ અનર્થકારી છે. રસની લાલસાએ ખડતલ મનુષ્યને કાયમના રોગી બનાવી દીધા છે અને તેમની અમૂલ્ય જીવનસંપત્તિ હરી લીધી છે. સ્પર્શની લાલસાએ પણ મનુષ્યના અનેક સગુણેને નાશ કર્યો છે અને તેને લગભગ ૫શુકટિમાં મૂકી દીધો છે. એટલે કામરાગ મનુષ્યને મેટામાં મોટો શત્રુ છે અને તેને નાશ કર્યો જ છૂટકે. કુટુંબીજને કે મિત્રે વગેરે પર સનેહ રાખવે એ નેહરાગ કહેવાય છે. આ રાગના પરિણામે પણ મનુષ્ય અનેક પ્રકારની પાપમય પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે એટલે તેની ખતવણી પણ પાપસ્થાનકમાં કરવામાં આવી છે.
અહીં એટલું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે કે કુટુંબી જને કે મિત્ર વગેરે પર સ્નેહ ન રાખવે પણ સદુભાવ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #62
--------------------------------------------------------------------------
________________
ધમધચંથમાળા : ૫૮ :
= પુષ્પ રાખવે, કારણ કે નેહના મૂળમાં રાગ રહેલો છે અને સદુભાવના મૂળમાં કલ્યાણની વૃત્તિ રહેલી છે. કુટુંબીજને અને મિત્રે પ્રત્યે જે સદૂભાવથી વર્તવામાં આવે તે ઉભયનું હિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે મનુષ્ય કુટુંબીજને કે મિત્ર વગેરે પ્રત્યે રાગાંધ ન બનતાં તેમને પણ સન્માર્ગે ચડાવવા અને એ જાતને પુરુષાર્થ કરવામાં આનંદ માણ ઈષ્ટ છે, પરંતુ તેમની કુપથગામી વૃત્તિઓને પિષવી અને તેમાં આનંદ માણો એ હરગીઝ ઈષ્ટ નથી. જે આટલી વાત મનુષ્ય બરાબર સમજી લે અને તેને અમલ કરે તે પ્રત્યેક કુટુંબ આદર્શ બની જાય અને સમસ્ત સમાજ પણ સુવ્યવસ્થિત બને. - દ્વેષ એટલે અણગમે કે તિરસ્કાર, તેનું સ્વરૂપ અગ્નિના તણખા જેવું છે. જેમ અનિને નાને સરખે તણખે ઘાસની મોટામાં મોટી ગંજીને બાળી નાખે છે, તેમ દ્વેષને છેડે ઉદય પણ મનુષ્યના મહાન ગુણેને નાશ કરે છે.
દ્વેષ ઉત્પન્ન થયે કે ઈર્ષ્યા આવે છે અને ઈર્ષ્યા આવી કે ગુણગ્રાહર્તા એક ખૂણે લપાઈ જાય છે, તેથી સામાના દે દસગણુ દેખાવા લાગે છે અને ગુણ ગમે તેવડા મોટા હોય તે પણ નજરે પડતા નથી. બીજા શબ્દોમાં કહીએ તે ઈર્ષ્યાથી ગુણગ્રાહકતા નાશ પામે છે અને ગુણગ્રાહકતા નાશ પામતાં આત્માનું અધઃપતન અનિવાર્ય બને છે. આજ સુધી જે આત્માઓ અભ્યદયના માર્ગે આગળ વધ્યા છે અથવા સાચી સફલતાના અધિકારી થયા છે, તે સર્વેએ ગુણગ્રાહકતાને આશ્રય લીધું હતું અને હવે પછી પણ જે આત્માઓને અસ્પૃદયના માર્ગે આગળ વધવું હશે કે સાચી સફલતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
ચૌદ
: ૫
પાપને પ્રવાહ અધિકારી થવું હશે તેમણે ગુણગ્રાહકતાને આશ્રય લે જ પડશે. ગુણ જેનારમાં ગુણને સંગ્રહ થાય છે અને દેશ જેનારમાં દેષને સંગ્રહ થાય છે, કારણ કે ચારશો માવના તાદશ સિદ્ધિઃ એ વિશ્વને સનાતન નિયમ છે.
ઈષ્ય આગળ વધી કે નિંદા શરૂ થાય છે, જે વિચાર અને વાણી બંનેને અપવિત્ર બનાવે છે તથા કાર્યોમાં પણ અનુચિતતાને ઉમેરે કરીને શરૂ થયેલા આત્માના અધઃપતનને વધારે વેગ આપે છે, પરંતુ વાત એટલેથી જ અટકતી નથી. નિંદાને અતિરેક વૈરવૃત્તિને આમંત્રણ આપે છે અને વૈરવૃત્તિ આવી પહોંચી કે મનુષ્ય સારાસાર, હિતાહિત કે કર્તવ્યાકર્તવ્ય બધું ભૂલી જઈને ખુલ્લંખુલ્લા અન્યાયને આશ્રય લે
છે, નીતિને કેરે મૂકે છે અને ન કરવા જેવાં અનેક કાર્યો • કરીને અધઃપતનના ઈતિહાસને પૂરી કરે છે.
અહ હૈષની લીલા ! એનું શું વર્ણન કરીએ? એણે ભાઈ-ભગિનીઓને છોડ્યા નથી, મિત્રો અને મુરબ્બીઓને મૂક્યા નથી, તેમજ સપુરુષ અને સાધુસંતોને સતાવવામાં પણ પાછી પાની કરી નથી ! આવા દુષ્ટશિરોમણિ શ્રેષને ક સજજન પિતાના દિલમાં સ્થાન આપે?
તાત્પર્ય કે-રાગ અને દ્વેષને આત્માના પરમ શત્રુ જાણીને તેમનો સમભાવરૂપી સબળ શસવડે સંપૂર્ણ સંહાર કરવો એ સુજ્ઞજનેનું પરમ કર્તવ્ય છે. કહ્યું છે કે
अस्ततंद्ररतः पुंभिनिर्वाणपदकांक्षिमिः। विधातव्यः समत्वेन, रागद्वेषद्विषजयः ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચંથમાળા : ૬૦ :
સર્વ દુઃખનો અંત આણનાર નિર્વાણપદની ઈચ્છા કરનારે સાવધાન થઈને સમભાવરૂપ શસ્ત્રવડે રાગ અને દ્વેષરૂપ શત્રુને વિજય કરો.
अमन्दानन्दजनने साम्यवारिणि मजताम् । जायते सहसा पुसां रागद्वेषमलक्षयः ।। प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यानरस्तीवतपसा जन्मकोटिभिः ॥१॥
મહાઆનંદને ઉત્પન્ન કરનાર, સમભાવરૂપ પાણીમાં ડૂબકી મારનાર પુરુષને રાગ અને દ્વેષરૂપી મેલ જલદી નાશ પામે છે.
મનુષ્ય સમભાવનું આલંબન લઈને એક મુહૂર્ત બે ઘડી)માં જે કર્મને ક્ષય કરે છે, તે તીવ્ર તપવાળા કરે જન્મમાં પણ કરી શકતા નથી.
(૧૨) કલહ. કલહ એટલે કજિયે, કંકાસ, ઝઘડે કે ટટે. તે ક્રોધાદિ કષાયને કુટુંબી છે અને રાગ તથા શ્રેષને દિલેજાન દેસ્ત છે, તેથી તેને પાપસ્થાનકની પંક્તિમાં બેસાડવામાં આવ્યું છે.
એક પતિદેવે કહ્યું “ અલી ” તું આ ઘરની સારસંભાળ કેમ કરતી નથી ?”
પત્નીએ કહ્યું: “ગમાર ! તું પોતે જ એ કેમ કરતા નથી? પતિદેવે કહ્યું: “અરે કોધમુખી ! તું આ શું બોલે છે?” પત્નીએ કહ્યું “ કાળમુખા ! હું સાચું જ કહું છું.” પતિદેવે કહ્યું: “હે પાપિણુ! તું સંભાળીને બેલ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
પાપનો પ્રવાહ
પત્નીએ કહ્યું: “પાપી તારે બાપ !'
જ્યાં આ પ્રકારને દંતકલહ કે જીભાજોડી નિત્ય ચાલુ હોય ત્યાં સુખ અને શાંતિ ક્યાંથી હોય? અને લક્ષમી પણ કેમ ટકે?
દંતકલહ જે ઘરમાં હોય,
લીનિવાસ તિહાં નવિ જય. કેટલાક દુષ્ટ પ્રકૃતિના મનુષ્ય જાણીબૂઝીને ઝગડે કરે છે અને સામાને વાંકમાં લાવી પિતાનું મનમાન્યું કરે છે. આવા પ્રસંગે કંઈ પણ ન બેલતાં ચૂપ રહેવું એ જ ઉત્તમ છે, અન્યથા બકરીનાં બચ્ચાં જેવી સ્થિતિ થાય છે.
કેઈ ઝરાના કિનારે એક વરુ અને એક બકરીનું બચ્ચું પાણી પીતાં હતાં. તેવામાં વરુની દાનત બગડી એટલે તે બોલ્યું: “અરે નાદાન ! તું પાણી કેમ ડહોળી નાખે છે ? • તારું ડહાળેલું પાણી મારી તરફ આવે છે તે જોતું નથી ?”
બકરીનાં બચ્ચાંએ કહ્યું: “મહેરબાન ! તમે ઉપરના ભાગમાં પાણી પીએ છે ને હું નીચેના ભાગમાં પાણી પીઉં છું, તે મારું પાણી તમારી તરફ કેવી રીતે આવે ?”
વએ કહ્યું: “ સામે જવાબ આપતાં શરમ નથી આવતી? આજથી છ મહિના પહેલાં તેં જ મને ગાળ દીધી હતી, ખરું ને ?”
બકરીનાં બરચાએ કહ્યું: “મારે જન્મ થયાને હજી ત્રણ મહિના થયા છે તે છ મહિના પહેલાં ગાળ કેવી રીતે દીધી હશે?”
વરુએ કહ્યું: “વધારે બોલવાની જરૂર નથી. તે નહિ તે તારા બાપે ગાળ દીધી હશે અને તારા બાપે નહિ દીધી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધ-ચંથમાળા : ૬૨ :
* પુષ્પ તે એના બાપે દીધી હશે પણ તમે લેકેએ મને ગાળ દીધી છે, એ નિશ્ચિત છે માટે હું તમને શિક્ષા કર્યા વિના નહિ રહું.”
આટલું બેલી તે વરુએ બકરીનાં બચ્ચાંને પકડીને મારી નાખ્યું.
કલહને કેઈએ નાને સમજ જ નહિ. શરૂઆતમાં તે રાઈના દાણું જે નાને હેય છે, પણ જોતજોતામાં પહાડ જે બની જાય છે. સામાન્ય બોલાચાલીમાંથી હુંકારા-તુંકારા થાય છે, હુંકારા-તુંકારામાંથી ગાળાગાળી જમે છે; અને ગાળાગાળીમાંથી એક બીજા પર અણછાજતા આક્ષેપ મૂકવાની શરૂઆત થાય છે. પછી લાકડીઓ ઉચકાય છે, હથિયારે લેવાય છે અને એક બીજાનાં માથાં ભંગાય છે કે ગળાં રેસાય છે. એટલે કલહનું આખરી પરિણામ ભયંકર દુર્દશામાં જ આવે છે.
કલહને ઉત્તેજન આપવું એ પણ ભયંકર પાપ છે, કારણ કે એથી કલહ કરનારા બેવડા જારમાં આવી જાય છે અને પિતાને સર્વનાશ થાય ત્યાં સુધી લડે છે. કેર્ટ-કચેરીમાં ચાલી રહેલા કેસે જુએ એટલે એ વાતની વધારે પ્રતીતિ થશે. જે ઘર, જમીન કે ખેતર માટે કજિયે ચાલતું હોય તે ઘર, જમીન, ખેતરની કિંમત જેટલા પૈસા માત્ર વકીલની ફીના થઈ જાય, છતાં ટંટે ઊભું રહે છે. તેથી જ કહેવાયું છે કે-વારે કલહ સ્વભાવે સંત– જે પુરુષ ઉત્તમ પ્રકૃતિના હોય છે, તે કલહને ઉત્તેજન ન આપતાં તેનું શમન થાય તેવા ઉપાય કરે છે. કલહ શું નથી કરતો? એ પિતા અને પુત્રના સંબંધ છેડાવે છે, ગુરુ અને શિષ્યના ધમેં ભૂલાવે છે, પતિ અને પત્નીના નેહને વિસરાવે છે, ભાઈ–ભાઈ વચ્ચે અબેલા લેવડાવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
ચૌદમું :
: ૬૩ :
પાપને પ્રવાહ અને જ્ઞાતિ, જાતિ, સમુદાય, સંપ્રદાય કે રાષ્ટ્રને પાયમાલીના પથે ધકેલે છે, તેથી એને આશ્રય ન લે એ જ ઈષ્ટ છે.
જે પુરુષો ક્ષમા, ઉદારતા, સહનશ્ચલતા, નમ્રતા, સરલતા, સંતેષ, ધીરજ, ન્યાયવૃત્તિ અને સમભાવ જેવા ઉમદા ગુણે કેળવે છે, તે કલહવૃત્તિ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકે છે અને છેવટે સર્વ કલેશાથી મુક્ત થઈને પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે.
(૧૩) અભ્યાખ્યાન. શાસકાર મહર્ષિઓએ અભ્યાખ્યાનની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ “સામિકુશેન આચાર્જ રોપારિજામસ્થાથાનઅભિમુખતાથી કહેવું એટલે કે કોઈના દેશે પ્રકટ કરવા તે અભ્યાખ્યાન કહેવાય છે. ”
કેઈની ભૂલ જણાતાં તેને એકાંતમાં બેલાવીને કહેવું કેતમારી અહીં ભૂલ થાય છે અથવા તે તમે આ ખોટું કરી રહ્યા છે” એ એક વાત છે અને તેને પાંચ માણસની વચ્ચે ઉતારી પાડે, એ બીજી વાત છે. એકમાં તેના પ્રત્યે લાગણી છે અથવા તેને સુધારવાની વૃત્તિ છે, જ્યારે બીજામાં તેને હલકો પાડવાને સંતોષ છે અથવા તેને સ્થાનભ્રષ્ટ કરવાને પ્રયાસ છે. આ કારણે સજજન પુરુષે કેઈની પણ જાહેરમાં આકરી ટીકા કરતા નથી કે તેને પાંચ માણસની વરચે ઉતારી પાડતા નથી, પરંતુ પ્રસંગ જોઈને કહેવા યોગ્ય બે શબ્દો એકાંતમાં જ કહે છે અને તેની અસર ઘણું સુંદર થાય છે.
સામાનું દષ્ટિબિંદુ સમજ્યા વિના તે અમુક વિચારે જ ધરાવે છે કે અમુક ઈરાદાઓ જ રાખે છે, એમ કહેવું તે પણ એક પ્રકારનું અભ્યાખ્યાન જ છે. એનું પરિણામ વળતા આક્ષેપમાં
www.umaragyanbhandar.com
તે તમે
ઉતારી પાડવામાં એક વાત છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મબોધચંથમાળા આવે છે અને તેમાંથી ન ધાર્યો હોય તે ઉગ્ર કલહ જામી પડે છે. આજનાં વર્તમાનપત્ર એને જીવતે-જાગતે પૂરા છે.
અમુક નીતિને વરેલા વર્તમાનપત્રે બીજાનું દૃષ્ટિબિંદુ નિષ્પક્ષપાત રીતે રજૂ કરવાને બદલે તેને કઢંગી રીતે રજૂ કરે છે અને તેના પર આકરી ટીકાઓ કરે છે. આ ટીકાઓને પરિણામે ઉગ્ર ચર્ચાપત્રને જન્મ થાય છે અને સામસામા અગ્રલેખે લખાય છે તથા લાગતાવળગતા પક્ષોને ઉશ્કેરી દલબંધી કરવા પ્રયાસ પણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિનું પરિણામ એ આવે છે કે-પક્ષભેદ કાયમના બને છે અને તેનાં એક પ્રબળ હથિયાર તરીકે વર્તમાનપત્રને મનગમતે તડકે પડે છે. પરંતુ આ જાતના પત્રકારિત્વથી દેશ કે સમાજને આયંદે ફાયદો ન થતાં મોટું નુકસાન જ થાય છે.
ભૂલવાળાની ભૂલ પણ જાહેરમાં પ્રકટ કરવી યોગ્ય નથી, ત્યારે વગર ભૂલવાળાને ભૂલવાળા ઠેરવવા અને તેમને જાહેર સમક્ષ ઉઘાડા પાડવા એ કેટલું ભયંકર ગણાય ? તેને વિચાર સુજ્ઞજનેએ કર ઘટે છે. એવા અસત્ય દોષારોપણેથી સામાને એટલું બધું દુઃખ થાય છે કે તે દુઃખના દબાણથી જ તે પાગલ બની જાય છે કે તેનું હૃદય કામ કરતું બંધ પડે છે. તેથી કેઈના પર આળ ચડાવવું કે કેઈ નિર્દોષને દોષિત ઠરાવવાનું પગલું ભરવું એ હરગીજ ઉચિત નથી.
કોઈને પણ દોષિત ઠરાવતાં પહેલાં કે દોષિત જાહેર કરતાં પહેલાં ઓછામાં ઓછા નીચેના પ્રશ્નો પોતાની જાતને પૂછવા ઘટે :
(૧) આ દેષ મેં નજરોનજર જોયે છે ખરે? નજરે નજર જોયેલી વાતમાં પણ ખાટાં અનુમાને થવાને સંભ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #69
--------------------------------------------------------------------------
________________
ચૌદ :
: ૬પ :
પાપને પ્રવાહ ખરે કે નહિ? મારું અનુમાન ખોટું નથી એની મેં પૂરી ખાતરી કરી લીધી છે?
(૨) આ દેષની હકીકત મેં બીજા પાસેથી સાંભળી છે, તે બીજાએ તે વાત સત્ય હેવાની પૂરેપૂરી ખાતરી કર્યાનું જાણવામાં છે ખરું? અથવા તેણે આ વાત જાણીબૂઝીને કે બદઈરાદાથી તે નથી કહી ? કેટલીક વાર ઓછી અલથી પણ માણસે બીનપાયાદાર વાત ફેલાવે છે, તે સત્ય નથી શું?
(૩) સામાને જે દેષ હું જાહેર કરવા ઈચ્છું છું, તેથી તેનું હિત થવાનો સંભવ છે ખરો?
અતિવાચાળતાથી આ દેષને ઘણી વાર ઉત્તેજન મળે છે, તેથી મનુષ્ય જે કંઈ બલવું તે વિચારીને બેસવું ઘટે છે. કપકણું સાંભળેલી વાતને સાચી માની લઈને તેને પ્રચાર કરો કે તેના આધારે બીજાને દોષિત માની લેવા એના જેવી મૂર્ખતા કે એના જેવું પાપ આ જગતમાં બીજું કંઈ પણ નથી.
મધ્યસ્થ દૃષ્ટિવાળે મનુષ્ય કદિ કેઈ પર ખાટું દેષારોપણ કરતું નથી.
(૧૪) પૈશુન્ય સત્ય અને અસત્ય દેશોને છૂપી રીતે પ્રકટ કરવા તેને પૈશુન્ય કહેવાય છે. “પિઝુરા કચ્છ નવપરિવારનુI” લૌકિક ભાષામાં તેને ચાડીચુગલી કે ભેરણી કહેવામાં આવે છે, તેનાં પરિણામ કેવા ભયંકર છે તે જણાવવાની જરૂર છે ખરી? મંથરાદાસીએ કૈકેયીના કાન ભંભેય, તેનું પરિણામ શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
ધર્મગ્રંથમાળા : ૬૬ : આવ્યું? અધ્યાની ગાદીના સાચા વારસદાર રામને ગાદી છોડવી પડી, ચૌદ વરસને કારણે વનવાસ વેઠ પડ્યો, તેમાં સીતા જેવી સતીનું હરણ થયું, તેને અનેકવિધ યાતનાઓ જોગવવી પડી. વળી તે જ કારણે રામ અને રાવણુ વચ્ચે ખૂનખાર જંગ ખેલા અને લાખો ની કતલ થઈ. બીજી બાજુ દશરથ રાજાનું મૃત્યુ થતાં કેકેયી વિધવા બની અને જે ભારતને માટે ગાદી માગી લેવામાં આવી હતી, તે ભારતને એથી જરાયે આનંદ ન થયું. તાત્પર્ય કે-એક ચુગલખેર દાસીની ભંભેરણુએ અયોધ્યાના આદર્શ રાજકુટુંબમાં નહિ ધારેલે ઉત્પાત મચાવ્યું અને તેમના સુખ-શાંતિને મહદ્દઅંશે નાશ કર્યો.
જે મનુષ્યને ચાડી-ચુગલી કરવાની ટેવ પડે છે, તેની જીભ સદા સળવળતી રહે છે. તે કેઈની પણ સેળ આની વાત સાંભળે છે કે ઝડપથી પકડી લે છે અને તેમાં પિતાના તરફથી થોડું મીઠુંમરચું ભભરાવીને તેને એવી રસિક બનાવી દે છે કે કાચા કાનના મનુષ્યને તે સાંભળવામાં ખૂબ રસ પડે છે. આવા મનુષે અનેકને દેવાળા કઢાવે છે, અનેકનાં ઘર ભંગાવે છે, અનેકના સુખી સંસારને સળગાવી મૂકે છે અને કેઈનું કંઈ ભલું થતું હોય કે ઠેકાણું પડતું હોય તે તેને પિતાની આ દુષ્ટ ટેવથી તેડી પાડે છે. બદલામાં તેને ફૂટી કેડી પણ મળતી નથી, એટલું જ નહિ પણ ચાડિયા કે ચુગલખારને ઈલકાબ પ્રાપ્ત થાય છે અને તેની પ્રતિષ્ઠાને ક્ષયરેગીના શરીરની જેમ શીઘ ક્ષય થાય છે.
જે મનુષ્ય એકની નબળી વાત બીજાને કરે છે, બીજાની નબળી વાત ત્રીજાને કરે છે અને ત્રીજાની નબળી વાત ચેથાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ૌદમું :
: ૬૭ :
પાપને પ્રવાહ કરે છે, તે આપણી કઈ પણ નબળી વાત બીજાને નહિ કહે તેની શું ખાતરી ?' આ વિચાર કેઈ પણ સુજ્ઞ મનુષ્યને આવે છે, તેથી તેઓ ચાડી ખેર મનુષ્યના સાંભળતા કેઈ પણ વાત કરતા નથી, એટલું જ નહિ પણ તેનાં પગલાં ક્યારે ટળે, તેની રાહ જોતા હોય છે. તેથી સુજ્ઞજનેએ પશુન્યને પડછાયે લેવે પણ કલ્પત નથી.
પશુન્યને અર્થ દુર્જનતા કરીએ તે તેનાથી દશ કાશ દૂર રહેવું ઘટે છે, કારણ કે દુર્જનતાવાળો મનુષ્ય વિદ્યાથી ગમે તે અલંકૃત હોય તે પણ સર્ષની જેમ સર્વથી તજાય છે અને ભયંકર તિરસ્કારને પાત્ર થાય છે.
(૧૫) રતિ-અરતિ. - રતિ એટલે હર્ષ, અરતિ એટલે શોક. જ્યાં હર્ષ હેય છે ત્યાં શોક અવશ્ય હોય છે, તેથી બંનેને સંયુક્ત નિર્દેશ કરવામાં આવ્યું છે.
હર્ષ અને છેક ચિત્તની સ્વસ્થતાને ડહેળે છે, વિચારની મધ્યસ્થતામાં ભંગ પાડે છે તથા વિવેકના દીપ ઉપર એક જાતનું આવરણ ખડું કરી દે છે, તેથી તેમની ગણના પાપપ્રવાહના એક ઉદ્દગમસ્થાન તરીકે કરવામાં આવી છે. નિગ્રંથ મહર્ષિઓને એ અભિપ્રાય છે કે जीऊं मरणेण समं उपमह जुबणं सह जराए.। रिद्धी विणाससहिआ, हरिसविसाओ न कायद्यो ॥१॥
જીવન મૃત્યુવાળું છે, યૌવન વૃદ્ધાવસ્થાવાળું છે અને રિદ્ધિ વિનાશવાળી છે; તેથી હર્ષ અને શાક કરવે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચંથમાળા : ૬૮ :
અન્ય મહાત્માઓએ પણ એ જ ઉપદેશ આપે છે. दुःखे दुःखाधिकान् पश्येत् , सुखे पश्येत्सुखाधिकान् । કારમાનં શોષami, શત્રુશમિવ નાચે છે ? ||
દુઃખમાં અધિક દુખવાળાને વિચાર કરો અને સુખમાં અધિક સુખવાળાને વિચાર કર પણ પિતાના આત્માને શત્રુએને અર્પણ કરતા હોઈએ તેમ શેક કે હર્ષને અર્પણ કરી દે નહિ. તાત્પર્ય કે-દુઃખ પડે ત્યારે એમ વિચાર કરો કે મારા કરતાં બીજાને ઘણું દુઃખ છે, છતાં તેઓ શેક કરતા નથી તે મારે શા માટે શેક કરે? અને સુખને સમય આવે ત્યારે એમ વિચારવું કે આ જગતમાં મારા કરતા અનેકગણું વધારે સુખી મનુષ્ય છે અને તેમની આગળ હું કંઈ પણ વિસાતમાં નથી તે હર્ષ શું કરો ? આ દુઃખમાં કે સુખમાં મનની સ્વસ્થતા જાળવી રાખવી પણ શેક કે હર્ષને વશ થવું નહિ. તેને વશ થવું એ પરમ શત્રુને વશ થવા બરાબર છે. खण्डः पुनरपि पूर्णः पुनरपि खण्डः पुनः शशी पूर्णः । संपद्विपदी प्रायः कस्यापि न हि स्थिरे स्याताम् ।। १ ॥
ચંદ્રમા ખંડિત હોય છે તે ફરી પૂર્ણ થયા પછી ફરીને ખંડિત થાય છે તથા એ રીતે ખંડિત થયેલે ચંદ્રમા પાછો પૂર્ણ થાય છે. સંપત્તિ-વિપત્તિને પણ આ જ પ્રકાર છે. તે ઘણુ ભાગે કોઈને ત્યાં સ્થિર થતી નથી.
कार्यः संपदि नानन्दः पूर्वपुण्यभिदे हि सा । नैवापदि विषादव, सा हि प्राक् पापपिष्टये ॥ १ ॥ સંપત્તિ મળે તે એ પૂર્વપુણ્યને લીધે જ મળેલી છે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ચૌદમું : - ૬૯ :
પાપને પ્રવાહ વિચારીને હર્ષ કરવે નહિ અને આપત્તિ આવે તે એને પૂર્વ પાપને ઉદય સમજીને વિષાદ કર નહિ. તાત્પર્ય કે–બંને અવસ્થામાં પ્રસન્ન રહીને પિતાનાં વર્તમાન કર્તવ્યને જ સુધારવાં.
જ્યાં ઈરછાએ બળવાન હોય છે, વાસનાઓ જોરદાર હોય છે અને પૌગલિક પદાર્થો પ્રત્યે પરમ પ્રીતિ હોય છે, ત્યાં હર્ષ અને શેકનું સામ્રાજ્ય જામી પડે છે, તેથી ઈચ્છાઓનું દમન કરવું, વાસનાઓને કાબૂમાં રાખવી અને પૌગલિક પદાર્થોની નિઃસારતા ચિંતવવી એ સાચું ડહાપણ છે.
મારી અમુક ઈચ્છા પૂરી ન થઈ, મારું અમુક કામ પાર ન પડયું વગેરે વિચાર કરીને આત્માને શેકસંતપ્ત કર નહિ. કહ્યું છે કેઃ
गते शोको न कर्तव्यो, भविष्यं नैव चिन्तयेत् ।। वर्तमानेन योगेन, वर्चन्ते हि विचक्षणाः ॥ १॥
જે વાત બની ગઈ તેનો શેક ન કર, તેમજ ભવિષ્યની ચિંતાઓ પણ કરવી નહિ, કારણ કે ભવિષ્ય એ વર્તમાન કાળનું જ પરિણામ છે. તેથી વિચક્ષણ પુરુષ વર્તમાન રોગને જ સંભાળે છે.
હષ અને શાક બંને મનની કલ્પનાઓ છે અને તેને સમજણથી જીતી શકાય છે, માટે સુજ્ઞજનેએ ઉરચ પ્રકારની સમજ કેળવીને હર્ષ શેક પર કાબૂ રાખ.
( ૧૬ ) પર પરિવાદ. કેઈની નિંદા કરવી, કોઇની કુથલી કરવી, કેઈનું ઘસાતું બોલવું કે કેઈનું કપાતું બોલવું, તેને પરપરિવાદ કહેવામાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #74
--------------------------------------------------------------------------
________________
ધમધમાળા
આવે છે. તેનાથી ગુણગ્રાહકતાને નાશ થાય છે અને અધઃપતન અનિવાર્ય બને છે, તેથી તેની ગણના પાપપ્રવાહના સેળમા ઉદ્દગમસ્થાન તરીકે કરવામાં આવી છે.
ન્યાય અને નીતિમાં વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કેઃ स्वश्लाघा परनिन्दा च, मत्सरो महतां गुणे । असंबद्धप्रलापित्वमात्मानं पातयत्यधः ॥१॥ પિતાનાં વખાણ, પારકાની નિંદા, મેટાનાં ગુણની ઈર્ષ્યા અને અસંબદ્ધ પ્રલાપ કરવાની ટેવ આત્માનું અધઃપતન કરે છે.
गुणदोषसमाहारे, गुणान् गृह्णन्ति साधवः । क्षीरनीरसमाहारे, हंसाः क्षीरमिवामलम् ॥ १॥
ક્ષીર અને નીર (દૂધ અને પાણી) ભેગાં થયા હોય તે હંસે નિર્મલ ક્ષીરને જ ગ્રહણ કરે છે તેમ સાધુપુરુષ ગુણ અને દેશના સમૂહમાંથી ગુણેને જ ગ્રહણ કરે છે.
स्वगुणं परदोषं वा, वक्तुं याचयितुं परम् ।
अर्थिनं च निराकत्तुं, सतां जिह्वा जडायते ॥१॥ પિતાનાં મુખે જ પિતાનાં વખાણ કરતાં કે પારકાનાં દે કહેતાં, બીજાની પાસે કઈ પણ વસ્તુની યાચના કરતાં તેમજ કે જરૂરવાળે પિતાની પાસે આવ્યું તે તેને જાકારો દેતાં સપુરુષની જીભ ઉપડતી નથી. તાત્પર્ય કે, પુરુષે પિતાનાં મુખથી કોઈની નિંદા કરતા નથી.
परवादे दशवदनः, परदोषनिरीक्षणे सहस्राक्षः । सवृत्तवित्तहरणे बाहुसहस्रार्जुनो नीचः ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
: : ૭૧ :
પાપને પ્રવાહ નીચ મનુષ્ય પારકાની નિંદા કરવામાં દશ વદનવાળા થાય છે, પારકાના દોષ જોવામાં સહસાક્ષી એટલે હજાર આંખેવાળો થાય છે અને સજજનેનું (ન્યાયનીતિવાળાઓનું) દ્રવ્ય હરણ કરવામાં હજાર હાથવાળો અજુન બને છે. અર્થાત્ બીજાની નિંદા કરવી, બીજાના દેષ જેવા અને બીજાનું દ્રવ્ય હરણ કરવું એ અધમતાની પરાકાષ્ઠા છે.
બીજાના દેશે જેનારે પિતાના આત્માને એ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે “હું કે છું? શું હું ગુણને ભંડાર છું? મારામાં કોઈ દોષ નથી? તે મારા દોષો સુધારવાને બદલે હું બીજાની નિંદા કરવામાં શા માટે પ્રવૃત્ત થાઉં છું?” કઈ કવિએ સાચું જ કહ્યું છે કે
असंख्या परदोषज्ञा, गुणज्ञा अपि केचन । स्वयमेव स्वदोषज्ञा, विद्यन्ते यदि पश्चषाः ॥१॥
આ જગતમાં બીજાના દેશે જેનારા મનુષે અસંખ્ય છે, ગુણને જેનારા મનુષ્ય બહુ થોડા છે અને પિતાના દે પિતાની મેળે જેનારા તે માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલા જ (પાંચ કે છે) છે.
આ વિષયમાં પૂજ્યશ્રી સમયસુંદરજી ગણિનાં વચને પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છેઃ આપ સંભાળે સહુ કે આપણે રે,
નિંદાની મૂકે પછી ટેવ રે; થાડે પણ અવગુણ સહ ભર્યા રે,
કેનાં નળિયાં ચએ કેહનાં નેવ રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ધમધ-ચથમાળા : ૭ર : નિંદા કરે તે થાય નારકી રે,
તપ-જપ કીધું સહુ જાય રે; નિંદા કરો તે કરજે આપણી રે,
જેમ છૂટકબારે થાય રે. • ઘીને જવા દેનાર અને ચરાને પકડી રાખનાર ગરણી જેમ આખરે કચરાથી ભરાઈ જાય છે, તેમ અન્યના ગુણેની ઉપેક્ષા કરનાર અને તેના દેને નજર સમક્ષ રાખનાર સમય જતાં પોતે જ દેથી ભરાઈ જાય છે. તેથી ઇરછવા છે કે કેઈએ કેઈની નિંદા ન કરતાં પોતાના દે જોવામાં જ સાવધાન રહેવું અને એ રીતે આત્મસુધારણ કરી મળેલા માનવભવને સાર્થક કરવો.
(૧૭) માયામૃષાવાદ, જેમાં માયા અને મૃષાવાદને સંયુક્ત આશ્રય લેવામાં આવે છે, તેવા સઘળા પ્રપંચે, દગા ફટકાઓ અને કાવતરાંએને સમાવેશ સત્તરમા પાપસ્થાનકમાં થાય છે. જ્યાં એકલી માયા અને એક મૃષાવાદ પણ પાપનું કારણ છે, ત્યાં એ બંનેને સહાગ પરમ પાપનું કારણ બને તેમાં કોઈ આશ્ચર્ય નથી. આ વિષયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના શબ્દો યાદ રાખવા લાયક છે. તેઓ માયામૃષાવાદના સ્વાધ્યાયમાં જણાવે છે કે
એ તે વિષને વળી ય વધાર્યું,
એ તો શસને અવળું ધાર્યું, એ તે વાવનું બાળ વિકાયું,
હે લાલ! માયા મેહ ન કીજીએ. જેમ વિષને વઘારવાથી, શસ્ત્રને અવળું ધારણ કરવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
ચૌદસ :
પાપના પ્રવાહ
: ૭૩ :
અને વાઘના ખાળકને વિકાર પમાડવાથી પરિણામ ભયંકર આવે છે, તેમ માયા-મૃષાવાદનુ પરિણામ પણ અતિ ભયંકર આવે છે, તેથી હે સજ્જને ! તમે માયા-મૃષાવાદનું સેવન કરશેા નહિ. એ તા માયા ને મેાસાવાઈ, થઈ મહેાટા કરે ય ગાઇ;
તસ હેઠે ગઈ ચતુરાઈ,
હા લાલ ! માયામેાહુ ન કીજીએ.
જે લેાકેા આ દુનિયામાં દેશનેતા, રાજદ્વારી પુરુષા, ઉદ્યોગપતિઓ, શ્રીમંતા, પંડિત, વિદ્વાને, તંત્રીઓ વગેરે મોટા માણસા ગણાઈને માયા-મૃષાવાદનું સેવન કરે છે, તેમની ચતુરાઈ પાણીમાં ગઈ સમજો, તાત્ક્ષય કે–જે ચતુરાઈથી પેાતાનુ તેમજ પારકાનું' કલ્યાણ થઈ શકે તેમ છે, તે ચતુરાઈના ખીજાને છેતરવા માટે ઉપયાગ કરવા એ ચતુરાઈના ખુલ્લા દુરુપયોગ છે, તેથી હું સજ્જને ! તમે માયા મૃષાવાદનું સેવન કરશેા નહિ.
જે જૂઠા વે ઉપદેશ, જનરજનના ધરે વેશ;
તેને જૂઠા સકલ લેશ,
હૈા લાલ! માયામાહુ ન કીજીએ.
જે જાણી જોઈને ખાટો ઉપદેશ આપે છે અથવા સત્યની દરકાર ન કરતાં લેાકેાને પ્રિય લાગે તેવું આચરણ કરે છે, તેને સઘળા પરિશ્રમ વ્યર્થ સમજવા. તાત્પર્ય ।–àોકપ્રિયતા મેળવવાની ખાતર જે સત્યને છુપાવે છે અને અંતરમાં જીદુ' ને દેખાવમાં 'બુદું એવું માયાવી વર્તન કરે છે તે પશુ માયામૃષાવાદી જ છે અને તેમના એ માયામૃષાવાદ છેવટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ધોધ ગ્રંથમાળા
: ૭૪ :
દુર્ગતિમાં લઈ જનારા હાવાથી તેમણે એ કલેશ ઉઠાવ્યા હાય તે નિરર્થક છે, તેથી હું માયામૃષાવાદનુ' સેવન કરશે નહિ.
ઃ પુષ્પ
દિશામાં જે કંઈ સજ્જને ! તમે
ત્
કેટલાક મનુષ્યે એમ માને છે કે ‘ રાયંપ્રતિ રાયં લુચ્ચાઓ તરફ લુચ્ચું વર્તન કરવુ.' પરંતુ એ નીતિ સુજ્ઞ પુરુષાને સંમત નથી, કારણ કે તેના આખરી અંજામ નૂરે હાય છે. થાડી લુચ્ચાઈ સામે વધારે લુચ્ચાઈ, વધારે લુચ્ચા સાથે એથી વધારે લુચ્ચાઈ એવા ક્રમને અનુસરતાં આખરે સ નીતિનિયમના નાશ થાય છે અને સન્માના લેપ થાય છે, તેથી ‘શતં પ્રતિ સત્યં યંત્-લુચ્ચા પ્રત્યે પણ સત્ય આચરવું’ એ નીતિ જ સરવાળે ફાયદાકારક છે.
.
રાજદ્વારી પુરુષા પાત્તાનુ મનમાન્યુ કરી લેવાની વૃત્તિથી કુટિલ કારસ્થાના રચે છે, તેની જગત પર શી અસર થાય છે ? તેના વિચાર કરેા અને વીતરાગ મહાપુરુષા સરલતાભર્યું. સહ્ય આચરણ કરીને જગતમાં સુખ અને શાંતિનું જે વાતાવરણ ઊભું કરે છે ! તેના વિચાર કરેા એટલે 'માયા-મૃષાવાદની અનિષ્ટતા આપેાઆપ સમજાઈ જશે.
(૧૮) મિથ્યાત્વશલ્ય.
મિથ્યાત્વ એટલે તવાનુ વિપરીત શ્રદ્ધાન, વિપરીત માન્યતા, તે એક પ્રકારનુ શલ્ય છે—પાપ છે, તેથી તેને મિથ્યાત્વશલ્ય કહેવામાં આવે છે. તેની ભયંકરતાનુ વધુન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ જણાયુ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
: ૭૫ : પાપને પ્રવાહ मिथ्यात्वं परमो रोमो, मिथ्यात्वं परमं विषम् । નિધ્યાત્રિ ઉપર શધ્યિાતં વર્ષ તમઃ ?
આ જગતમાં તાવ, ખાંસી, દમ, શૂળ, સંગ્રહણી વગેરે અનેક પ્રકારના રોગે છે, પરંતુ તેમાં કઈ રોગ મિથ્યાત્વ જે માટે નથી. વળી આ વિશ્વમાં અફીણ, વછનાગ, સોમલ, તાલપુટ, હળાહળ આદિ અનેક પ્રકારના વિષે છે, પરંતુ તેમાંનું કઈ વિષ મિથ્યાત્વ જેટલું કાતિલ નથી; તેમજ આ દુનિયામાં શત્રુઓ પણ અનેક પ્રકારના છે, પરંતુ તેમને કઈ શત્રુ મિથ્યાત્વ એટલે બળવાન નથી; અને આ લેકમાં અમાસનું અંધારું ગાઢ ગણાય છે, પરંતુ મિથ્યાત્વને અંધકાર તેના કરતાં અનેકગણે ગાઢ છે, કારણ કે તેના યોગથી દેવ, ગુરુ અને ધર્મનું સત્ય સ્વરૂપ સમજાતું નથી.
અથવા– जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । अपि जन्मसहस्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥ १॥ રેગ, અંધકાર, શત્રુ અને વિષ એક જ જન્મમાં દુઃખ આપે છે, પરંતુ જેને ઉપચાર થયે નથી, તેવું મિથ્યાત્વ હજારે ભવ સુધી દુઃખ આપે છે.
• देवो रागी यतिः सङ्गी, धर्मः प्राणिनिशुम्भनम् । मूढदृष्टिरिति ब्रूते, युक्तायुक्ताविवेचकः ॥१॥ યુક્ત અને અયુક્તનું વિવેચન કરવામાં અસમર્થ એ મૂઢદષ્ટિ(મિથ્યાત્વી) રાગીને દેવ માને છે, સ્ત્રીસંગ કરનારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ધમાલગ્રંથમાળા : ૭૬ : તથા ધન સંગ્રહ કરનારને ગુરુ માને છે અને જીવહિંસામાં ધર્મ માને છે. તાત્પર્ય કે-આ સંગોમાં તેનું કલ્યાણ થવાની કઈ સંભાવના નથી.
એક મહર્ષિએ ઠીક જ કહ્યું છે કે કષ્ટ કરો પરે પરે દમે અપા, ધર્મ અથે ધન ખરચેજી; પણ મિથ્યાત્વ છતે તે જ હું, તિણે તેહથી તુમ વિરમજી.
ધર્મ કરવાનાં નિમિત્તે ગમે તેટલું કષ્ટ ઉઠાવે, ગમે તેટલું આત્મદમન કરે અને ગમે તેટલું ધન ખરચે, પણ મિથ્યાત્વ હશે તે એ બધું નિરર્થક છે, માટે હે મુમુક્ષુઓ ! તમે મિથ્યાત્વથી અટકે-મિથ્યાત્વને દૂર કરે. કિરિયા કરતે ત્યજતે પરિજન, દુઃખ સહીત મન રીઝે છે; અંધ ન જીપ પરની સેના, તિમ મિથ્યાદષ્ટિ ન સીઝે છે.
મિથ્યાદષ્ટિ મનુષ્ય વિવિધ પ્રકારની યિાએ કરીને, સ્વજનસંબંધીઓને ત્યાગ કરીને તથા નાના પ્રકારનાં દુઃખે સહન કરીને ધર્મ કયોને સંતોષ અનુભવે છે, પણ આંધળે નાયક જેમ પારકી સેનાને જીતી શકતું નથી, તેમ મિથ્યાત્વથી અંધ થયેલો તે મનુષ્ય સંસારસાગરને પાર પામી શકતું નથી.
મિથ્યાત્વને વિસ્તાર આગળના પુપમાં અનેક દૃષ્ટિએ અનેક વાર કરે છે, એટલે અહીં તેનું આટલું વર્ણન પર્યાપ્ત માનીએ છીએ ને પાઠકેને એક વધુ વાર આ અઢારે પાપ-સ્થાનકેથી વિરમવાને આગ્રહપૂર્ણ અનુરોધ કરીને વિરમીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
चारित्र
તપ આદુ
ODIO
નવા બહાર પડેલા ગ્રંથા
આમક૯યાણમાળા (૧) હજારો વાંચકો જેની રાહ જોઇ રહ્યા હતા, પૂ. મુનિવરો, સાધ્વીજીઆ, જેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તે અત્યંત ભાવપાદક પ્રાચીન પ્રાથના, ગુજરાતી સંસ્કૃત પૈત્યવંદન સ્તુતિ, ઢાલીયાં,
સ્તવનો, સજઝાયા, પદોનો અત્યુત્તમ સંગ્રહુ જેમાં છે. કિ. રૂા. ૪). | (૨) ધર્મબોધ ગ્રંથમાલાના શીધ્ર ગ્રાહુક બની જાવ, માત્ર પોસ્ટેજ સાથે રૂા. ૧૨) ની કિંમતમાં જીવનનું ઘડતર કરવા માટે જુદા જુદા વિષય ઉપર રોચક શૈલીમાં લખાએલાં ૨૦ચુસ્તકો વસાવી લો,
(૩) પાષધ વિધિ (ચોથી આવૃત્તિ) સંપૂર્ણ સૂત્રો વિધિ સાથે, નહિ ભણેલાઓ વાંચતા જાય અને પોષધ કરી શકે તેવી યોજના જેમાં કરવામાં આવી છે. કિ. ૦-૧૨-૦૦ | (૪) મોહનમાલા (ચોથી આવૃત્તિ) પ્રાચીન અર્વાચીન સ્તવન તથા પ્રાર્થના, ચૈત્યવંદન, થાયે, ગહુલીઓ, તપવિધિ, સ્તોત્રા, છંદના સંગ્રહુ કિ. રૂા. ૧૦ | (૫) સઝાયા તથા ઢાળીઆઓને સુંદર સંગ્રહુ કિં. રૂા, રા,
e છપાતા ગ્રી.. (૧) કલ્પસૂત્ર સુબાધિકા ટીકા (૨) શ્રી ભગવતીજી સૂત્રનાં પ્રવચન (૩) શ્રી મૃહુસંગ્રહુણી સુવિસ્તૃત સચિત્ર ભાષાંતર(બીજી આવૃત્તિ).
- છટક પુસ્તક પણ મળી શકશે. -: ગ્રાહુકે થવાનાં તથા પુસ્તક મેળવવાનાં ઠેકાણાં :શા, લાલચંદ નંદલાલ
સી. શાંતિલાલ શાહની કાં, ઠે. રાવપુરા ઘીકાંટા-વડોદરા
ઠે. ૮૬, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુબઇ. સરસ્વતી પુસ્તક ભંડાર મેધરાજ જૈન પુસ્તક ભંડાર ઠે. રતનપોળ હાથીખાના ઠે. ગુલાલવાડી ગાડીજીની ચાલ નં. ૧ અમદાવાદ
- મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________ થી ચશો alchbllo વિજય olles Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com