________________
આ અવતાર ગણુ છે, પતિપાતની
ચૌદમું:
: ૩ :
પાપને પ્રવાહ कलहं अब्भक्खाणं, पेसुन्नं रइ-अरइ समाउत्तं । परपरिवायं माया-मोसं मिच्छत्तसल्लं च ॥ १॥
(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) ચેરી-અદત્તાદાન, (૪) મૈથુન, (૫) દ્રવ્યની મૂરછ–પરિગ્રહ, (૬) કેધ, (૭) માન, (૮) માયા, (૯) લેભ, (૧૦) પ્રેમ-રાગ, (૧૧) બ્રેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ–અરતિ, (૧૬) પર પરિવાદ, (૧૭) માયા-મૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય–એ અઢાર કિયાએથી પાપને પ્રવાહ ચાલે છે, એટલે કે તે પાપનાં ઉદ્દગમસ્થાને છે.
આ અઢાર પાપસ્થાને કે પાપસ્થાનકેમાં પ્રથમનાં પાંચ મુખ્ય છે અને બાકીનાં તેર ગણુ છે, અર્થાત્ પ્રથમનાં પાંચ ઘટે તે
બાકીનાં તેર પણ ઘટે છે. તેમાં પણ પ્રાણાતિપાતની મુખ્યતા છે, - એટલે સહુથી પહેલાં તેને નિર્દેશ કરવામાં આવ્યે છે.
૧. પ્રાણાતિપાત (હિંસા) પ્રાણુતિપાત એટલે પ્રાણને અતિપાત. પ્રાણ શબ્દથી પાંચ ઈદ્રિયે, મને બળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણે સમજવાનાં છે. તેને અતિપાત કર એટલે તેનું અતિક્રમણ કરવું, તેને વ્યાઘાત કરે કે તેને વિનાશ કર. તાત્પર્ય કે-કઈ પણ પ્રાણુને જાનથી મારવું, તેનાં અંગોપાંગ છેદવાં કે તેને પીડા યા દુઃખ ઉપજાવવું તે પ્રાણાતિપાત કહેવાય છે. હિંસા, વિરાધના, મારણ, ઘાતના, આરંભ-સમારંભ વગેરે તેના પર્યાય શબ્દ છે.
નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com