________________
ધર્મબોધગ્રંથમાળા : ૪ :
जावन्ति लोए पाणा, तसा अदुवा थावरा । ते जाणमजाणं वा, न हणे नो वि घायए ॥१॥
સંસારમાં ત્રસ અને સ્થાવર જે કઈ પ્રાણીઓ છે, તેને જાણતાં કે અજાણતાં હણવાં નહિ તેમજ હણાવવાં પણ નહિ.
जगनिस्सिएहिं भूएहि, तसनामे हि थावरेहिं च । नो तेसिमारमे दंडं, मणसा वयसा कायसा चेव ॥१॥
જગતમાં રહેનારા ત્રસ અને સ્થાવર જીવે પર મનથી, વચનથી અને કાયાથી કઈ પણ જાતને દંડપ્રયેગ કરે નહિ.
पुढवी जीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणी। वाउजीवा पुढो सत्ता, तण-रुक्खा सबीयगा ॥१॥ अहावरा तसा पाणा, एवं छकाय आहिया । एयावए जीवयाए, नावरे कोइ विजह ॥ २ ॥ सव्वाहि अण्डजुत्तीहिं, मईमं पडिलेहिया । सव्वे अकन्तदुक्खा य, अओ सव्वे न हिंसया ॥३॥ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને બીજ સહિત તૃણ, વૃક્ષ આદિ વનસ્પતિકાય-એ સર્વ જીવે અતિ સૂક્ષમ છે. (ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં સર્વેનું પૃથક પૃથક્ અસ્તિત્વ છે.)
ઉક્ત પાંચ સ્થાવરકાય ઉપરાંત બીજા ત્રસ પ્રાણુઓ પણ છે. એ છ ષજીવનિકાય કહેવાય છે. સંસારમાં જેટલા પણ જીવે છે, તે સર્વેને સમાવેશ આ પનિકાયમાં થઈ જાય છે. એના સિવાય બીજી કઈ જીવ-નિકાય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com